________________
૨૪૨-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિચરિત્ર વિશારદ હતો. ગણિતશાસ્ત્ર, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, નિરુક્તિ-શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર (એ છ અંગશાસ્ત્રમાં), અને બીજા પણ બ્રાહ્મણોને હિતકારી ઘણા શાસ્ત્રોમાં પારને પામેલો હતો. ત્યાં ભગવાન મહાવીરના પિંગલક નામના નિગ્રંથ શિષ્ય રહેતા હતા. તેમણે સ્કંદકને પૂછ્યું- હે કુંદક ! લોક, જીવ, સિદ્ધિ અને સિદ્ધ એ પદાર્થો સાત (=અંતવાળા) છે કે અનંત (=અંતથી રહિત) છે? અથવા કયા મરણથી મરતો જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે? સ્કંદકે ભગવાન મહાવીરને વંદન કરવા માટે શ્રાવતી નગરીમાં નીકળતા ઘણા લોકોને જોયા. તેમની પાસે શ્રી મહાવીરના ગુણોનો પરમાર્થ જાણ્યો. શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું. નમસ્કાર કરું અને આ પ્રશ્નને પૂછું એમ વિચારીને કુંદક પોતાના ઉપકરણોને લઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે જવા માટે ચાલ્યો. તે ઉપકરણો આ પ્રમાણે છેત્રિદંડ, કુંડી, રૂદ્રાક્ષની માળા, ભિક્ષાપાત્ર, આસન, પપ્પાલક (=ઉપકરણ વિશેષ), અંકુસક (=દેવપૂજા માટે વૃક્ષના પલ્લવોને કાપવાનું સાધન), વીંટી, ગણેત્તિઓ (=રૂદ્રાક્ષનું બનાવેલું હાથમાં પહેરવાનું આભૂષણ), છત્ર, પગરખાં, પાદુકાઓ અને ધાતરક્ત (ગેરુથી રંગેલું વસ્ત્ર વિશેષ). ભગવાન મહાવીરે કેવલજ્ઞાનથી તેને આવતો જોઇને શ્રી ગૌતમગણધરને સઘળું કહ્યું. તે વખતે શ્રી ગૌતમભગવાને શ્રી મહાવીર ભગવાનને પૂછ્યું: હે પ્રભુ! સ્કંદક આવ્યું છતે આપની પાસે દીક્ષા લેશે? પ્રભુએ હા કહી. એટલામાં અંદક પણ ત્યાં આવી ગયો. ત્યારે ગૌતમભગવાને જલદી ઊભા થઈને આ પ્રમાણે કહ્યું: હે સ્કંદક! સ્વાગત. હે સ્કંદક! સુસ્વાગત (તારું આગમન સારું થયું.) પિંગલકે તમને ચોક્કસ આ પ્રમાણે પૂછ્યું છે કે લોક, જીવ, સિદ્ધિ અને સિદ્ધ એ પદાર્થો સાંત છે કે અનંત છે? કયા મરણથી મરતો જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે? પિંગલકના પ્રશ્નોના નિર્ણય માટે તું અહીં આવે છે. પછી કુંદકે કહ્યું: આ આ પ્રમાણે છે. પણ તને આ વિગત કોણે કહી? પછી ગૌતમ ભગવાને કહ્યું: મારા ધર્માચાર્ય ભગવાન મહાવીર અરિહંત અને કેવલી છે. તેમણે મને આ વિગત કહી છે. પછી સ્કંદકે કહ્યું: હે ગૌતમ! તમારા ધર્માચાર્યની પાસે જઇએ, તેમને વંદન-નમસ્કાર કરીએ. પછી ગૌતમ ભગવાન સ્કંદકની સાથે મહાવીર ભગવાનની પાસે આવે છે. ત્યારે મહાવીર ભગવાનનું અતિશય રૂપ અને ઋદ્ધિને જોઈને સ્કંદકનું હૃદય હર્ષના કારણે વિકાસ પામવા લાગ્યું. ત્રણવાર પ્રદક્ષિણા કરીને અને વંદન કરીને મહાવીર ભગવાનની ઉપાસના કરે છે. ત્યારે મહાવીર ભગવાને હું કેવલજ્ઞાની છું એવો વિશ્વાસ સ્કંદકને થાય એ માટે સ્વયમેવ પિંગલક સાધુના પ્રશ્નો વગેરે વૃત્તાંત કહ્યો. પછી આ પ્રમાણે કહ્યું: હે સ્કંદક! લોક દ્રવ્યથી એક દ્રવ્ય છે, એથી સાંત છે. ક્ષેત્રથી બધીય દિશાઓમાં માત્ર અસંખ્ય કડાકોડિ યોજન પ્રમાણ છે, આથી સાંત છે. કાલથી સદાય રહે છે માટે
૧. આ પ્રશ્નના ઉત્તરની વિગતને ધ્યાનમાં રાખીને અહીં અનુવાદ કર્યો છે. ૨. અહીં સિદ્ધિ શબ્દથી સિદ્ધશિલા જાણવી. (ભગવતી શતક-૨ ઉદેશો-૧)