________________
૨૪૪-તપધર્મ]. ઉપદેશમલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિચરિત્ર (૧૨) વૃદ્ધપૃષ્ઠ– જેમાં ગીધડાઓએ સ્પર્શ કર્યો હોય તે વૃદ્ધપૃષ્ઠ મરણ. પીઠ વગેરે ઉપર
અળતો વગેરે ચોપડીને ગીધડા વગેરેને પોતાની પીઠ વગેરે ખવરાવીને મૃત્યુ થાય તે વૃદ્ધપૃષ્ઠ મરણ. આ બાર પ્રકારના મરણથી મરણ પામતો જીવ આત્માને નારકતિર્યંચ-મનુષ્ય-દેવના અનંત ભવોના સ્વીકારની સાથે જોડે છે, અર્થાત્ આત્મા અનંતા ભવો કરે છે, અનાદિ-અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પંડિત મરણના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–પાદપપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. આ બે પ્રકારના મરણથી મરણ પામતો જીવ સંસારરૂપ જંગલને ઓળંગી જાય છે.
અહીં બોધને પામેલા સ્કંદમહાવીર ભગવાનને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! હું તમારી પાસે કેવલીએ કહેલા ધર્મને સાંભળવાને ઇચ્છું છું. ત્યારે મહાવીર ભગવાને સ્કંદકને અને પર્ષદાને ધર્મ કહ્યો. ત્યારે પરમસંવેગને પામેલા સ્કંદ, મહાવીર ભગવાનને વંદન- નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું: હે ભગવંત! આ તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રાખું છું, વિશ્વાસ કરું છું, રુચિ કરું છું. પછી સ્કંદક તાપસ ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં (=ઈશાનખૂણામાં જઈને ત્રિદંડ અને કુંડિકા વગેરે ઉપકરણનો ત્યાગ કરે છે. પછી ભગવાન મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું: ભગવન્! ઘડપણ અને મોતના દુઃખથી આ લોક (=આ સંસાર) સળગેલો છે, વધારે સળગેલો છે, અને તે એક કાળે જ સળગેલો છે, તથા વધારે સળગેલો છે. જેમ કોઈ એક ગૃહસ્થ હોય, તેનું ઘર સળગતું હોય, તથા તે સળગતા ઘરમાં તેનો બહુમૂલ્યવાળો અને ઓછા વજનવાળો સામાન હોય, ગૃહસ્થ તે સામાનને લઈને એકાંતમાં જાય છે. કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે, જો થોડો પણ કિંમતી સામાન બચે તો તે સામાન મને પછીના સમયમાં હિત માટે અને સુખ માટે થશે. એ પ્રમાણે જ હે ભગવંત! મારો પણ આત્મા એક જાતના સામાન રૂપ છે, અને તે ઈષ્ટ છે, રત્નોના કરંડિયા સમાન છે. સદા ય ઠંડી-ગરમી અને સુધા-તૃષા વગેરેથી તથા રોગો અને જીવલેણ દર્દોથી રક્ષણ કરાયેલો આ મારો આત્મા મને પરલોકમાં હિત માટે અને સુખ માટે થશે. તેથી હે ભગવંત! હું આપની પાસે દીક્ષિત થવાને ઇચ્છું છું. પછી શ્રમણ ભગવંત મહાવીર પોતે જ સ્કંદક પરિવ્રાજકને દીક્ષા આપે છે, પોતે જ હિતોપદેશ આપે છે કે, હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે પડખું ફેરવવું, આ પ્રમાણે ભોજના કરવું, આ પ્રમાણે બોલવું, આ પ્રમાણે સંયમપૂર્વક વર્તવું. આ બાબતમાં જરા પણ આળસ ન રાખવી. પછી ભગવાન મહાવીરના આવા ધાર્મિક ઉપદેશનો સારી રીતે સ્વીકાર કરે છે
૧. પન્થાત્ (પ્ર+બ્રાન) ધાતુનો દીક્ષિત કરવું, દીક્ષા આપવી એવો અર્થ છે. પણ અહીં ભાવને લક્ષ્યમાં રાખીને દીક્ષિાં
થવું એવો અર્થ કરીને “દીક્ષિત થવાને' એમ લખ્યું છે. તથા ભગવતીસૂત્રમાં પત્રણ એવો પાઠ છે.
=
=