________________
૨૪૬-તપ ધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
ઝિંદકમુનિ ચરિત્ર રાખો. ઉપસર્ગોને ચલિત બન્યા વિના સહન કરે. સ્કંદક અણગારે આ પ્રમાણે બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાની આરાધના કરી.
પછી ફરી પણ મહાવીર ભગવાનની અનુજ્ઞા લઈને ગુણરત્ન સંવત્સર નામના તપધર્મનો સ્વીકાર કરે છે. તે આ પ્રમાણે પહેલા માસમાં નિરંતર ઉપવાસ કરવા, દિવસે સૂર્યની સામી નજર માંડી જ્યાં તડકો આપતો હોય તેવા સ્થાનમાં ઉભડક પગે બેસીને આતાપના લેવી.
તથા રાત્રીએ કાંઈ પણ વસ્ત્ર ઓઢ્યા કે પહેર્યા સિવાય વીરાસને બેસી રહેવું. એ પ્રમાણે બીજે મહિને નિરંતર છઠ્ઠ-બબે ઉપવાસ કરવા અને દિવસે સૂર્યની સામી નજર માંડી તડકામાં ઉભડક બેસી રહેવું તથા રાત્રે કાંઈ પણ પહેર્યા કે ઓઢ્યા સિવાય વીરાસને બેસી રહેવું. (એ પ્રમાણે ત્રીજે માસે નિરંતર અટ્ટમ-ત્રણ ત્રણ ઉપવાસ કરવા. ચોથે માસે ચાર ચાર ઉપવાસ કરવા. પાંચમે માસે પાંચ પાંચ ઉપવાસ કરવા. છટ્ટ માસે છ છ ઉપવાસ કરવા. સાતમે માસે સાત સાત ઉપવાસ કરવા. આઠમે માસે આઠ આઠ ઉપવાસ કરવા. નવમે માસે નવ નવ ઉપવાસ કરવા. દશમે માસે દશ દશ ઉપવાસ કરવા. અગિયારમે માસે અગિયાર અગિયાર ઉપવાસ કરવા. બારમે માસે બાર બાર ઉપવાસ કરવા. તેરમે માસે તેર તેર ઉપવાસ કરવા. ચૌદમે માસે ચૌદ ચૌદ ઉપવાસ કરવા. પંદરમે માસે પંદર પંદર ઉપવાસ કરવા. અને સોળમે માસે નિરંતર સોળ સોળ ઉપવાસ કરવા, અને સૂર્યની સામી નજર માંડી તડકાવાળી જગ્યાએ ઉભડક બેસી તડકો લેવો તથા રાત્રીએ કાંઈ પણ પહેર્યા કે ઓઢ્યા સિવાય વિરાસને બેસી રહેવું.)
આ પ્રમાણે સ્કંદક અણગારે ગુણસંવત્સર ધર્મની આરાધના કરી.
પછી ફરી પણ ભગવાન મહાવીરની પાસે ઘણા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ અને અર્ધમાસક્ષપણ એમ વિવિધ તપધર્મથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
હવે તે કંઇક અણગાર આવા પ્રકારના આ વિપુલ તપકર્મથી શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અને શુષ્ક થયા, માત્ર નાડીઓ જ રહી હોય તેવા થયા. માત્ર આત્મબળથી જ જાય છે, ઊભા રહે છે, વાણી બોલવામાં પણ ગ્લાનિ પામે છે. જેમ (સુકા) લાકડા વગેરે વસ્તુથી ભરેલી ગાડી ખડખડ અવાજ કરતી કરતી ચાલે, તેમ સ્કંદક અણગાર ખડખડ અવાજ કરતા ચાલે છે, ખડખડ અવાજ કરતા ઊભા રહે છે. સ્કંદક અણગાર તપથી પુષ્ટ છે, તથા માંસ-લોહીથી ક્ષીણ છે. તથા રાખના ઢગલામાં ભારેલ અગ્નિની જેમ તપ તેજની શોભાથી અતિશય શોભતા શોભતા વિચરે છે.
હવે એકવાર રાજગૃહી નગરીમાં મહાવીરસ્વામી પધાર્યા ત્યારે રાત્રિના પાછલા પહોરે