________________
તપધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[તપ મહિમા-૨૩૩ વિલેપન બળાત્કારે દાસીને હાથમાં પકડી ઝુટવી લીધું. ગુસ્સે થયેલી દાસીએ તેને કહ્યું: આવી દુષ્યષ્ટાઓથી જ તમે ઘરમાં રોકાયેલા રહો છો. પછી શંકા પડવાથી વસુદેવે દાસીને વીંટી આપીને આગ્રહથી પૂછ્યું. તેણે બધું કહ્યું. તેથી માનરૂપ ધનવાળો તે વેષ પરાવર્તન વગેરે ઉપાયોથી ઘરમાંથી નીકળી ગયો. બહાર અનાથ મડદાને બાળીને અને કારણ જણાવવા પૂર્વક ભૂર્જ-પત્ર ઉપર પોતાનું મૃત્યુ લખીને, નીકળીને અન્ય દેશોમાં એકલો ભમ્યો. વિદ્યાધર આદિની અનેક કન્યાઓને પરણ્યો. યાદવોનો પુત્ર તે જેવી રીતે ભેગો થયો અને હરિવંશમાં જેવી રીતે વસુદેવ થયો તે બધું “વસુદેવહિંડી” ગ્રંથમાંથી જાણી લેવું. [૩૮]
આ પ્રમાણે નંદિષણનું કથાનક પૂર્ણ થયું. તપનું જ માહાભ્ય પ્રસિદ્ધ કરવા માટે કહે છેसुरअसुरदेवदानवनरिंदवरचक्कवट्टिपमुहेहिं । भत्तीए संभमेणवि, तवस्सिणो चेव थुव्वंति ॥ ७९॥
સુર, અસુર, દેવ, દાનવ, નરેન્દ્રવર અને ચક્રવર્તી વગેરે ભક્તિથી કે ભયથી તપસ્વીઓની જ સ્તુતિ કરે છે.
વિશેષાર્થ– ગાથામાં સુર શબ્દના ઉલ્લેખથી વૈમાનિકદેવો નક્કી કરેલા છે, અર્થાત્ સુર શબ્દથી વૈમાનિકદેવો જાણવા. કારણ કે મુખ્યતાથી વૈમાનિકો જ સુર છે. અસુર શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણરૂપ હોવાથી ૩ર શબ્દથી ભવનપતિ જાણવા. સેવ શબ્દના ઉલ્લેખથી જ્યોતિષ્કદેવો જાણવા. કારણ કે લોકમાં સૂર્ય વગેરે દેવરૂપે પ્રસિદ્ધ છે. રાનવ શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણરૂપ હોવાથી ટાનવ શબ્દથી વ્યંતરો જાણવા. નરેન્દ્રવર એટલે માંડલિક વગેરે રાજાઓ. વવર્તી એટલે પૃથ્વીપતીઓ. પ્રમુa (=વગેરે) શબ્દના ઉલ્લેખથી સામંતો, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ વગેરેનું ગ્રહણ કરવું.
સમ્યગ્દષ્ટિ જીવો ભક્તિથી તપસ્વીઓની સ્તુતિ કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવો “હું તિ નહિ કરું તો મને શાપ આપશે” ઇત્યાદિ ભયથી તપસ્વીઓની સ્તુતિ કરે છે. [૩૯]. - સુખની ઇચ્છાવાળા જીવોએ તપમાં જ પ્રયત્ન કરવો જોઈએ એમ બતાવતા ગ્રંથકાર કહે છે
पत्थइ सुहाइं जीवो, रसगिद्धो कुणइ नेय विउलतवं । तंतूहिं विणा पडयं, मग्गइ अहिलासमित्तेणं ॥ ८०॥
જીવ સુખોને ઇચ્છે છે, અને રસમાં આસક્તજીવ ઉત્તમતાને કરતો નથી. આથી તે તંતુઓ વિના ઇચ્છામાત્રથી વસ્ત્રને શોધે છે.