________________
૨૩૨- તપધર્મ) ઉપદેશમલા (પુષ્પમાલા)
[નંદિષેણની કથા આપનારો આ જાય છે, આ આવ્યો, આ જાય છે, આ ઊભો રહે છે, આ બેઠેલો છે, આ કયાં ગયો? કયા માર્ગથી ગયો? કયારે આવશે? અહીંથી ક્યા કામ માટે જાય છે? આ શું બોલે છે? તેણે મારું મન કેમ હરી લીધું? તે સ્નિગ્ધ દૃષ્ટિથી કોને જુએ છે? મને માર્ગ આપ. હમણાં આગળ જશે. સુખ આપનારો મને જુએ છે. જો માગેલું મળતું હોય તો અન્યભવમાં પણ ભાગ્યશાળી આ જ મારો પતિ થાઓ. સ્ત્રીજને અન્ય વ્યાપાર મૂકીને નગરમાં બધા સ્થળે ઈત્યાદિ( હમણાં જે કહ્યું તે પ્રમાણે) બોલતો સંભળાય છે. વિશેષ કહેવાથી શું? રૂપ, શીલ, કળા, વિનય, વિક્રમ, ન્યાય, વેષ, વિલાસ, વિભૂષા, વચન, ગતિ અને સ્થાન આદિથી તથા નિર્મલ સ્વગુણોથી વસુદેવે બાલ, વૃદ્ધ, યુવાનો અને યુવતિઓ સહિત સંપૂર્ણ નગરને આકર્ષી લીધું.
આ સાંભળીને નગરના વૃદ્ધો ભેગા થઈને સમુદ્રવિજય રાજાની પાસે ગયા. અભય માગીને આ પ્રમાણે વિનંતિ કરી- દેવનો નાનો ભાઈ વસુદેવ નામે સુપ્રસિદ્ધ છે. તે સર્વગુણોનો નિધાન છે, જિતેન્દ્રિય છે, વિમલશીલવાળો છે. પરંતુ નગરમાં ભમતા તેણે પોતાના રૂપાદિ ગુણોથી આ નગરને બલવાન ગ્રહથી ગ્રહણ કરાયેલાની જેમ પરવશ કરી દીધું છે. કુમારને જોવા માટે મહેલ ઉપર રહેલું સઘળું નગર કુમારની જવા-આવવાના સમયની પ્રતીક્ષા કરતું સદા સમય પસાર કરે છે. એકાંતમાં કે લોકોની હાજરીવાળા સ્થાનમાં, સુતેલી અથવા જાગેલી, ચાલતી કે બેઠેલી, લજ્જારહિત, કામદેવથી વિહ્રલ બનેલી, મૂઢ અને પરાધીન એવી નગરની સઘળીય સ્ત્રીઓ સર્વભયોને દૂર કરીને અને પોતાનાં ઘર કાર્યોને છોડીને કેવળ વસુદેવ વસુદેવ એ પ્રમાણે બોલે છે, અને રાંધવું, દળવું વગેરે કાર્યોની કોઈપણ રીતે ચિંતા કરતી જ નથી. (૭૫) હે દેવ! તેથી કોઇ ભોજન કરતું નથી, કોઈ સ્નાન કરતું નથી, કોઈ ધર્મકાર્યો કરતું નથી. તેથી સંપૂર્ણ નગરમાં કુટુંબો સીદાય છે તકલીફો અનુભવે છે. તેથી તે સ્વામી! વસુદેવ શીલથી યુક્ત હોવા છતાં નગરમાં આ અવસ્થા થઈ છે. આને જાણીને દેવ જે કરવા યોગ્ય હોય તે કરે. પછી નગરના લોકને વિદાય આપવા માટે રાજાએ કહેવાનું શરૂ કર્યું. અહીં જે રીતે સુંદર થાય તે રીતે મારે જલદી કરવું જોઈએ.
પછી વસુદેવ પ્રણામ માટે આવ્યો ત્યારે રાજાએ કહ્યું: હે વત્સ! ફરવાથી થયેલા શરીરશ્રમથી તું કૃશ થઇ ગયો છે. તેથી તારે ક્યાંય ન જવું, ઘરે રહીને કળાઓ ભણ. અને પરિવારથી સહિત શિવાદેવીને પણ ગુપ્તપણે રાજાએ કહ્યું: વસુદેવને પ્રયત્નથી ફરતો રોકવો. ત્યાર પછી ઘરમાં રહેલો દુષ્ટચેષ્ટાવાળો તે પણ વિવિધ વિલાસોથી વૃદ્ધિ પામે છે. હવે એકવાર દાસી હાથમાં વિલેપન લઇને રાજાને આપવા જઈ રહી હતી. કુમારે તે ૧. રૂહરારૂાનીમ્ |