________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા-૨૩૧
વૈયાવચ્ચ કોણ કરે? પવનથી તૃણની જેમ દુર્વચનોથી કોનું ચિત્ત ચલિત ન થાય? તે દેવો આ પ્રમાણે હર્ષથી મુનિની સ્તુતિ કરીને, મુનિને ખમાવીને, પોતાના આગમનનું કારણ કહીને જતા રહ્યા.
અનાકુલ ચિત્તવાળા અને મધ્યસ્થભાવમાં તત્પર મુનિ અવિરત (દેવમુનિ)ની વેયાવચ્ચ કરી તેની ગુરુ પાસે આલોચના કરે છે. સદાય અસ્ખલિત પરિણામવાળા તે ઘોર તપશ્ચર્યા કરે છે. તેમણે દશ પ્રકારના વૈયાવચ્ચનો પ્રભાવ વિશેષથી સિદ્ધ કર્યો. પંચાવન હજાર વર્ષ સુધી ઉત્તમ દીક્ષા પાળીને અંતે શરીરની સંલેખના કરીને તે મુનિએ વિધિપૂર્વક અનશનનો સ્વીકાર કર્યો. પછી અશુભકર્મની પરિણતિ થવાના કારણે પૂર્વના દૌર્ભાગ્યને, સ્ત્રીજનથી થયેલા પરાભવને અને પિતૃમરણ આદિ દુઃખને યાદ કરીને પોતાના કુરૂપથી ઉદ્વિગ્ન બનેલા તે મુનિએ બીજા સાધુઓના રોકવા છતાં જિનમતથી અતિશય વિરુદ્ધ એવું નિયાણું કર્યું. તે આ પ્રમાણે— “જો આ તપનું ફલ હોય તો (આ તપના પ્રભાવથી) ભવે ભવે મને સુંદર રૂપ પ્રાપ્ત થાઓ, મનુષ્યભવમાં વિશેષથી સુરૂપ પ્રાપ્ત થાઓ, (૫૦) સ્ત્રીઓને અને અન્ય પણ લોકને પ્રિય થાઉં, સૌભાગ્યવડે સર્વલોકના પ્રભાવને જિતનારો થાઉં.'' આ પ્રમાણે નિયાણું કરીને મરીને સાતમા દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહર્થિક ઉત્તમ દેવ થયા.
ત્યાંથી કુશાર્તદેશમાં શૌર્યપુર નગરમાં અંધકવૃષ્ણિ રાજાની સુભદ્રારાણીના પુત્રપણે ઉત્પન્ન થયો. તે રૂપથી ત્રણ ભુવનને મોહ પમાડતો હતો. તેનું નામ વસુદેવ હતું. અંધકવૃષ્ણિના અનુક્રમે સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન્, અચલ, ધરણ, પૂરણ, અભિષંદ્ર અને વસુદેવ એમ દશ પુત્રો થયા. તેમાં વસુદેવ દશમો બંધુ હતો. (એ દશેય દશાર્હ કહેવાતા હતા.) સમુદ્રવિજય રાજ્યનું પાલન કરતા હતા ત્યારે યૌવનને પામેલા અને લોકોના મનને આનંદ પમાડનારા વસુદેવની આંખો વિકસેલા કમળના જેવી વિશાળ હતી. મુખ પૂર્ણ ચંદ્ર જેવું હતું. છાતી નગરના કમાડના જેવી પહોળી હતી. હાથ અર્ગલા જેવા લાંબા હતા. સંપૂર્ણ શરીર સર્વ લક્ષણોથી પરિપૂર્ણ હતું. સંપૂર્ણ શરીર જાણે અમૃતથી બનાવ્યું હોય તેવું હતું. વસુદેવ ક્રીડા નિમિત્તે જ્યાં જ્યાંથી જાય છે ત્યાંથી જ કામથી વ્યાકુલ થયેલી નગરની સ્ત્રીઓ તેની પાછળ જાય છે. રૂપના કારણે વસુદેવના વિષે એકાગ્રચિત્તવાળી સ્ત્રીઓ વ્યર્થ ફરે છે. પોતાના પતિ અને પુત્ર વગેરે લોકને પણ કુમારના ગોત્રથી બોલાવે છે. કોઇ સ્ત્રી મોટેથી બોલે છે, કોઇ સ્ત્રી શંખમાં પંચમસ્વર ગાય છે, બીજી સ્ત્રી વીણા વગાડે છે, વળી બીજી સ્ત્રી મનોહર બોલે છે. તે કુમાર કોઇપણ રીતે રમે છે કે દેખાય છે એવા આશીર્વાદ માત્રથી કામદેવના બાણથી જર્જરિત થયેલો પણ સ્ત્રીજન કષ્ટથી જીવે છે. સુખને