________________
૨૨૬-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી લબ્ધિઓ પ્રગટે પ્રગટ થાય છે કે જેનાથી વિમુત્રવિષ્ઠા સુગંધી હોય છે, અને તે વિષ્ઠા સ્પર્શ કરવા માત્રથી વ્યાધિઓને દૂર કરે છે. આથી તે લબ્ધિ વિમુડૌષધિ કહેવાય છે. તથા સંભિન્ન એટલે સર્વ શરીરમાં વ્યાપીને રહેનાર. શ્રોતસ્ એટલે શ્રવણ. જે લબ્ધિમાં શ્રવણ સર્વશરીર વ્યાપી હોય, અર્થાત્ જે લબ્ધિ સર્વ શરીરથી શબ્દના શ્રવણનું કારણ બને, એટલે કે શરીરના કોઇપણ ભાગથી સાંભળી શકાય, તે સંભિન્ન શ્રોતા. અથવા શ્રોત શબ્દ સર્વ ઇંદ્રિયોનો વાચક છે. સંભિન્ન એટલે વિષયનો નિશ્ચય કરવાને આશ્રયીને પરસ્પર સંકીર્ણ.
અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- જે લબ્ધિમાં શ્રોતસૂત્ર ઈદ્રિયો સંભિન્ન સંકીર્ણ છે તે સંભિન્ન શ્રોતાલબ્ધિ.
ભાવાર્થ આ પ્રમાણે છે- એક એક ઇંદ્રિય પણ પોતાના નિશ્ચય કરવા યોગ્ય પદાર્થોનો અને બીજી ઇંદ્રિયોના નિશ્ચય કરવા યોગ્ય પદાર્થોનો પણ નિશ્ચય કરે છે. જેમ કે સ્પર્શનેન્દ્રિયથી જેમ સ્પર્શનો નિર્ણય કરે છે, તેમ સ્વાદનો, ગંધનો, રૂપનો અને શબ્દનો પણ નિર્ણય કરે છે, એટલે કે સ્પર્શનેન્દ્રિયથી જેમ સ્પર્શ જાણી શકાય છે, તેમ ચાખી શકાય છે, સુંઘી શકાય છે, જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે. એક જ ઇન્દ્રિય પાંચે ય ઇન્દ્રિયોનું કામ કરે છે. અહીં ગાથામાં ગ્રહણ કરેલા પ્રમુa (=વગેરે) શબ્દથી ખેલૌષધિ અને મલૌષધિ વગેરે અને જંઘાચારણ વગેરે લબ્ધિઓ ગ્રહણ કરવામાં આવે છે. આ બધીય લબ્ધિઓ તપના કારણે થાય છે. દેવોને તપ હોતો નથી. આથી તેમને આ લબ્ધિઓ અતિશય દુર્લભ છે. આ પ્રમાણે વિચારીને તપ જ કરવો જોઇએ. આ પ્રમાણે હવે પછીની ગાથાઓમાં પણ તપનો પ્રભાવ પ્રગટ કરીને યથાયોગ્ય આ પ્રમાણે સંબંધ કરવો. [૭૨]
सुरसुंदरीकरचालियचमरुप्पीलो सुहाई सुरलोए । जं भुंजइ सुरनाहो, कुसुममिणं जाण तवतरुणो ॥ ७३॥
૧. ખેલ એટલે શ્લેખ. ખેલૌષધિવાળા સાધુ શરીરે પોતાનો ગ્લેખ લગાડીને રોગ દૂર કરી શકે. ૨. મલ એટલે શરીરનો મેલ. મલૌષધિવાળા સાધુ શરીરે પોતાના શરીરનો મેલ લગાડીને રોગ દૂર કરી શકે. ૩. જે બહુ જ ચરે=જાય તે ચારણ. ચારણના વિદ્યાચારણ અને જંધાચારણ એમ બે ભેદ છે. તેમાં જંઘાચારણ
મુનિ સુચકદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય. તે એક જ ઉત્પાતથી ચકદ્વીપ જાય છે. આવતી વખતે બે ઉત્પાતથી આવે છે. પહેલા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ આવે છે. બીજા ઉત્પાતથી જ્યાંથી ગયા હોય ત્યાં આવે છે. એવી રીતે ઊર્ધ્વલોકમાં પણ એક જ ઉત્પાતથી મેરુપર્વતના શિખરે રહેલા પાંડુકવન સુધી જાય છે. આવતી વખતે પહેલા ઉત્પાતથી નંદનવનમાં આવે છે. બીજા ઉત્પાતથી પોતાના મૂળ સ્થાને આવે છે.
વિદ્યાચારણ મુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે. તે જતી વખતે એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત ઉપર જાય છે. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપ જાય છે. આવતી વખતે એક જ ઉત્પાતથી જ્યાંથી ગયા હતા ત્યાં આવે છે. એ પ્રમાણે ઊર્ધ્વલોકમાં પણ એક ઉત્પાતથી નંદનવનમાં અને બીજા ઉત્પાતથી પાંડુકવનમાં જાય છે. વળતાં એક જ ઉત્પાતથી મૂળસ્થાનમાં આવે છે.