________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી લબ્ધિઓ પ્રગટે-૨૨૫ આ પ્રમાણે બાર પ્રકારનો તપ કહ્યો. આ તપ સર્વ ભેદોથી ગુરુની પાસે જાણ્યા પછી સ્વશક્તિ પ્રમાણે કરવો જોઇએ. નવકારશી તપ કરવાથી પ્રારંભી છમાસિક તપ કરવા સુધી જેની જેટલી શક્તિ હોય તેણે તે શક્તિ જરા પણ ન ગોપવવી જોઇએ. કારણ કે કહ્યું છે કે- “દેવપૂજિત અને ચાર જ્ઞાનના ધણી એવા તીર્થકરો પણ એ જ ભવમાં મોક્ષમાં નિશ્ચિત જવાના હોવા છતાં બલ-વીર્યને છુપાવ્યા વિના અનશન આદિ તપરૂપ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરે છે. તો પછી વીજળીના ચમકારા જેવા અસ્થિર મનુષ્યભવમાં બીજા સાધુઓએ દુઃખક્ષય માટે તપમાં ઉદ્યમ કેમ ન કરવો જોઇએ? કરવો જ જોઇએ.” (પંચવસ્તુક ૮૪૧-૮૪૨)
તથા શક્તિને ઉલ્લંઘીને પણ કરાતા જે તપથી આર્તધ્યાન થાય તે તપ ન કરવો જોઈએ. કારણ કે કહ્યું છે. જે તપથી મન અશુભ ન ચિંતવે, ઇંદ્રિયો ક્ષીણ ન થાય, અને યોગોની હાનિ ન થાય તે જ અનશનાદિ તપ કરવો જોઇએ. કારણ કે કર્મક્ષય શુભ અધ્યવસાયોથી થાય, (કેવળ તપથી નહિ. મન અશુભ ચિંતવે તો શુભ અધ્યવસાયો ન રહે). ઇંદ્રિયો ક્ષીણ થાય તો પ્રતિલેખના વગેરે ક્રિયા ન થઈ શકે. યોગો એટલે ચક્રવાલ સામાચારીની અંતર્ગત વ્યાપારો. (પંચવસ્તુક ૨૧૪)
કોણે તપ કરવો જોઇએ એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે– આનુષંગિક સ્વર્ગસુખ અને પ્રાર્થિત મોક્ષસુખના અર્થી જીવોએ તપ કરવો જોઇએ, ભવાભિનંદી જીવોએ નહિ. [૭૧]
આ તપ શા માટે કરવો જોઇએ એવી આશંકા કરીને તપના પ્રભાવની પ્રસિદ્ધિ માટે ગ્રંથકાર કહે છે
जं आमोसहि विप्पोसही य संभिन्नसोयपमुहाओ । लद्धीओ हुंति तहा, सुदुल्लहा सुरवराणंपि ॥ ७२॥
કારણ કે તપથી આમર્ષોષધિ, વિપુડૌષધિ અને સંભિન્નશ્રોતા વગેરે લબ્ધિઓ થાય છે, તથા આ લબ્ધિઓ શ્રેષ્ઠદેવોને પણ અતિશય દુર્લભ છે.
વિશેષાર્થ આમર્ષ એટલે સ્પર્શ. સ્પર્શ જ વ્યાધિને દૂર કરવા સમર્થ હોવાથી ઔષધિ છે. સ્પર્શ એ જ ઔષધિ તે આમર્ષોષધિ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- તપ કરતા કોઈક સાધુને એવા પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય છે કે જેનાથી તે સાધુ સ્પર્શ કરવા માત્રથી જ કોઢ વગેરે સઘળી વ્યાધિઓને દૂર કરે છે. આથી આ લબ્ધિ આમર્ષોષધિ કહેવાય છે. તપ કરતા કોઈક સાધુને તે લબ્ધિ
૧. બલ=શરીરબળ. વીર્ય આત્મિકશક્તિ.