________________
૧૭૮-ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કોને આપવાથી વધારે લાભ વિધિપૂર્વક આપેલું અશનાદિનું દાન સુંદર ( પુણ્યાનુબંધી પુણ્યરૂ૫) બહુ ફળવાળું થાય છે. માર્ગમાં થાકેલો (સાધુ) ફરવા વગેરે માટે અસમર્થ થાય છે. આથી તેને આપવામાં અનુકંપા= ભક્તિ વગેરે થાય છે, તથા માસકલ્પ વગેરે વિહારમાં સ્થિરકરણ વગેરે ગુણો સંભવે છે. (જો સાધુને વિહારમાં આહાર વગેરે ન મળે તો વિહાર ન કરે અને એથી માસકલ્પ વગેરે મર્યાદા ન સચવાય. તેથી આહાર આપનાર સાધુને માસકલ્પ વગેરે પ્રકારના વિહારમાં સ્થિર કરવામાં નિમિત્ત બને છે.) ગ્લાનને દાન આપવામાં, ગ્લાનના આર્તધ્યાનને દૂર કરવું વગેરે ગુણો થાય છે. આગમગ્રાહી સાધુઓને અનુકૂળ ભોજન વગેરે ન મળે તો ક્ષયનો રોગ વગેરે દોષો ઉત્પન્ન થાય. એથી આગમગ્રાહીઓને આપવામાં તે જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ વગેરે ગુણો થાય છે. લોચ કરેલા સાધુને આપવામાં સ્થિરીકરણ વગેરે ગુણો થાય છે. ઉત્તરપારણામાં આહારાદિ આપવાથી (હવે પછી થનારા તપમાં) સહાયતા વગેરે ગુણો થાય. [૫૩]
હવે દાતાઓમાં ઉત્સાહ ઉત્પન્ન કરે તેવા જ સૂત્રને કહે છે– बझेण अणिच्चेण य, धणेण जइ होइ पत्तनिहिएणं । निच्चंतरंगरूवो, धम्मो ता किं न पजत्तं? ॥ ५४॥
સુપાત્રમાં આપેલા બાહ્ય અને અનિત્ય ધનથી જો નિત્ય અને અંતરંગ સ્વરૂપ ધર્મ થાય તો શું પૂર્ણ ન થયું? અર્થાત્ બધું જ પૂર્ણ થયું.
વિશેષાર્થ- ધન બાહ્ય છે, કારણ કે ચોરો વગેરે તેને લઈ શકે છે. ધન અનિત્ય છે, કારણ કે તેનો અવશ્ય વિયોગ થાય છે. ધર્મ નિત્ય છે, કારણ કે મોક્ષ સુધી રહે છે, ધર્મ અંતરંગ છે, કારણ કે ચોરો વગેરે તેને લઈ શકતા નથી. અહીં ધર્મ એટલે સર્વજ્ઞોએ જોયેલો ધર્મ સમજવો. [૫૪].
દાન આપનારાઓને થતા ગુણો(=લાભો) કહ્યા. હવે દાન નહિ આપનારાઓને થતા દોષને કહે છે
दारिदं दोहग्गं, दासत्तं दीणया सरोगत्तं । परपरिभवसहणं, चिय अदिन्नदाणाणऽवत्थाओ ॥ ५५॥
દાન નહિ આપનારાઓની દરિદ્રતા, દર્ભાગ્ય, દાસપણું, દીનતા, રોગ, પરના પરિભવનું સહન આવી અવસ્થાઓ થાય છે. [૫૫]
વળીववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो । तदभावे ववसाओ, विहवोऽविय दुग्गइनिमित्तं ॥ ५६॥