________________
શીલધર્મ].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૨૦૧ દેવિસકા ક્યાં છે? સાસુએ કહ્યું. તે ઉપર રહે છે. સદા સ્વાધ્યાય-ધ્યાનમાં લીન તે પરપુરુષનું મુખ જોતી નથી. ધર્મકાર્યને છોડીને બીજું કોઈપણ કાર્ય કરતી નથી. પરિવ્રાજિકાએ કહ્યું: જો. એમ છે તો તમારી અનુજ્ઞાથી તે મહાસતીને જોઈને હું પણ મારા આત્માને પવિત્ર કરું. પછી સાસુથી રજા અપાયેલી તે ઉપર જઈને દેવસિકાને અતિશય આકર્ષણ કરનારી વિવિધ કથાઓ કહે છે. એકાંતમાં વિનોદ થાય એવી બુદ્ધિથી દેવસિકાએ તેને કહ્યું: તું અહીં આવીને આવી કથા મને રોજ કહે. હવે યોગસિદ્ધા પણ તેને આકર્ષણ કરનારી કથાઓ કહે છે. એક દિવસ પ્રવેશ કરતી પરિવ્રાજિકાએ તીખાં દ્રવ્યોથી સારી રીતે સંસ્કારેલું માંસ એક કૂતરીને આપ્યું. માંસ અત્યંત તીખું હોવાથી તેની આંખો અતિશય ટપકવા લાગી આંખોમાંથી આંસુઓ વહેવા * લાગ્યા. પછી તેણે દેવસિકાને કહ્યું: તું આગળ રહેલી જેની આંખો ટપકી રહી છે તેવી કૂતરીને જુએ છે? દેવસિકાએ કહ્યું: જોઉં છું. પછી પરિવ્રાજિકાએ કહ્યું: અતિશય દુઃખી થયેલી બિચારી રડે છે. દેવસિકાએ પૂછ્યું: કયા કારણથી રડે છે? પરિવ્રાજિકાએ કહ્યું: હે વત્સ! તને કહું છું. તું એકાગ્રચિત્તવાળી થઈને સાંભળ. ભવાંતરમાં આ મહાસતી મારી બહેન હતી. પણ મને કયારેય શીલરૂપ ગ્રહ ન લાગ્યો. અસ્મલિત ગમનાગમનથી સ્વેચ્છા પ્રમાણે યુવાનોની સાથે વિલાસ કર્યો. કૂતરીની આ હકીકત મેં જાતિસ્મરણ જ્ઞાનથી જાણી. તેથી પશ્ચાત્તાપ કરતી આ રડે છે. તેથી દેવસિકાએ વિચાર્યું અહો! આથી જ કુસંગ વિરુદ્ધ છે. સર્વ અનર્થોને ઉત્પન્ન કરનારા કુસંગનો સર્વશાસ્ત્રોમાં નિષેધ કર્યો છે. જુઓ, મારા શીલના ઘાત માટે એણે કેવું કપટ રચ્યું? અથવા મારા શીલને મલિન કરવા માટે ઇંદ્ર પણ સમર્થ નથી. પણ આ આગળ શું કરે છે તે કૌતુકને જોઉં. આ પ્રમાણે વિચારીને દેવસિકાએ કહ્યું: હે ભગવતિ! જો શીલ અયુક્ત છે તો જે યુક્ત હોય તે કહો. હવે તેણે કહ્યું હે વત્સા! સાંભળ. હું યુવાનોને લાવું છું. તેમની સાથે તું ઇચ્છા પ્રમાણે ક્રીડા કર. દેવસિકાએ પૂછ્યું: તે યુવાનો કોણ છે? પરિવ્રાજિકાએ કહ્યું: પારસકુલના સિદ્ધપુર નગરથી તે યુવાનો અહીં આવ્યા છે. (૧૦૦) ચાર જણા એક એક લાખના મૂલ્યવાળા આભરણો પહેરે છે. દરરોજ સાંજે અહીં મારો વેષ ધારણ કરીને આવશે. દેવસિકાએ તે પ્રમાણે સ્વીકાર્યું. તેથી હર્ષ પામેલી તે ગઈ. દેવસિકાએ પોતાની દાસીને અલંકૃત કરીને દ્વાર આગળ રાખી. દાસીને શિખામણ આપીને પોતે તેવી રહી કે જેથી તેમનું મુખ ન જુએ. પરિવ્રાજિકાએ પોતાના વેષથી એકને મોકલ્યો. બધી દાસીઓએ ભેગી થઈને લોઢાના સારા નખવાળા પાત્રને તપાવીને તેના લલાટમાં ડામ આપ્યો, અને સઘળાંય આભરણો લઈ લીધા. હવે વિલખા મુખવાળો તે વિંટલાથી( તેવી વસ્ત્રની પટ્ટીથી) તે ગામને ઢાંકીને જઈને બીજાઓને કહ્યું કે મેં તે બાળાને ભોગવી. બીજા દિવસે બીજાએ પણ તે પ્રમાણે અનુભવ્યું, અને તે જ પ્રમાણે કહ્યું. એ પ્રમાણે બીજાઓ માટે પણ બન્યું. તેથી બધાય સમાન દુઃખવાળા ૧. અહીં મૂળમતમાં કઈક છૂટી ગયું હોય તેમ જણાય છે.