________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [મદનરેખાનું ચરિત્ર-૨૦૯ તેણે સરોવરમાં પ્રવેશ કર્યો. ત્યાં જલહાથીએ તેને (સૂંઢમાં) લઈને આકાશમાં ઉછાળી. (૫૦) નંદીશ્વર તરફ જઈ રહેલા એક યુવાન વિદ્યાધરે તેને વચ્ચેથી જ લઈ લીધી. રડતી એવી તેણે કહ્યું: હે મહાયશસ્વી! તમે સાંભળો. મારો બાળક જંગલી પશુઓથી ખવાઈ જશે, અથવા આહાર વિના સ્વયં પણ મરી જશે. તેથી તમે દયા કરીને તે બાળકને અહીં લઈ આવો, અથવા મને ત્યાં લઈ જાઓ. તેણે કહ્યું: જો તું મને પોતાના પતિ તરીકે ઇચ્છે તો હું આ કાર્ય કરું. હું મણિચૂડ વિદ્યાધર ચક્રવર્તીનો મણિપ્રભ નામનો પુત્ર છું. મારા પિતાએ દીક્ષા લીધી છે. તેમને જ વંદન કરવા માટે જતા મેં તને જોઇ. તેથી વિદ્યાધરીઓની સ્વામિની થા, પોતાના દાસનો આદર કર. અશ્વથી અપહરણ કરાયેલો મિથિલાનગરીનો પદ્મરથ રાજા તારા પુત્રને લઈ ગયો છે. એકાંતમાં રાણી પુષ્પચૂલાને બાળક આપ્યો છે. પુત્ર તરીકે સુખથી રહે છે. (રાજાને પુત્ર ન હોવાથી રાજાએ તેને પુત્ર તરીકે રાખ્યો છે.) આ હકીકત પ્રજ્ઞપ્તિવિદ્યાએ મને કહી છે. માટે વિષાદને છોડીને મારી સાથે વિલાસ કર. આનાથી મનમાં ખિન્ન થયેલી મદનરેખાએ વિચાર્યું જ, પાપોદયથી મને કેવી રીતે ઉપરાઉપરી સંકટો આવે છે. ખરેખર! શીલરક્ષા માટે હું આટલી દૂર આવી. અહીં પણ તેવી જ અવસ્થાવાળો શીલભંગ ઉપસ્થિત થયો. તેથી મારે શીલની રક્ષા કરવી જોઇએ અને આ અતિશય કામદેવથી પીડિત છે. તેથી અહીં કોઇપણ પ્રકારે વિલંબ કરવો એ યુક્ત છે. આ પ્રમાણે વિચારીને મદનરેખાએ કહ્યું: હમણાં તમે નંદીશ્વરમાં મને દેવોને વંદન કરાવો. પછી હું તમારા ઇચ્છિતમાં પ્રયત્ન કરીશ. આ સાંભળીને તુષ્ટ થયેલો તે તેને નંદીશ્વરમાં લઈ ગયો. ત્યાં બાવન જિનમંદિરોને વંદન કરે છે. તે બાવન જિનમંદિરો આ પ્રમાણે છે- નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં ચાર અંજનગિરિ પર્વતોમાં ચાર, સોળ દધિમુખ પર્વતોમાં સોળ, બત્રીસ રતિકર પર્વતોમાં બત્રીસ એ બાવન જિનમંદિરો છે. આ બધાં જિનમંદિરો સો યોજન લાંબાં, પચાસ યોજન પહોળાં અને બહોતેર યોજન ઊંચાં છે. દેવોને વંદન કર્યા બાદ મણિચૂડ મુનિવરને વંદન કરે છે. ચાર જ્ઞાનના ધારક તે ભગવાન, પુત્રના ભાવને જાણીને તેવી રીતે દેશના કરે છે કે જેથી ઘણા સંવેગને પામેલા મણિપ્રભે મદનરેખાને બહેનની બુદ્ધિથી વારંવાર ખમાવી. મદનરેખાએ મુનિને પુત્રની વિગત પૂછી. મુનિએ કેટલાક પૂર્વભવોવાળું પધરથરાજા તેને લઈ ગયો ત્યાં સુધીનું પુત્રનું ચરિત્ર કહ્યું.
આ દરમિયાન સૂર્યની અને ચંદ્રની પ્રજાને જીતનારું, રત્નોથી બનાવેલું અને મણિની ઘુઘરીઓના અવાજથી વાચાળ એવું વિમાન આકાશમાંથી ઉતર્યું. સુરસુંદરીઓથી જેનો ગુણસમૂહ ગવાઈ રહ્યો છે તેવો, દેવો જેના માટે જય પામી જય પામો એવા શબ્દો બોલી રહ્યા છે તેવો અને તેજથી દેદીપ્યમાન એક શ્રેષ્ઠદેવ તે વિમાનમાંથી જલદી નીકળીને
૧. અદ્ર એટલે અતિશય ઊંડાણમાં. મનમાં ઉપર ઉપરથી વિષાદ પામી છે એમ નહિ, કિંતુ અતિશય ઊંડાણમાં મનમાં વિષાદ પામી છે.