________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
તપધર્મ
હવે તપધર્મને કહેવાની ઇચ્છાવાળા અને શીલધર્મની સાથે સંબંધવાળી ગાથાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
તપધર્મ]
इय निज्जियकप्पहुमचिंतामणिकामधेणुमाहप्पं ।
धण्णाण होइ सीलं विसेसओ संजुयं तवसा ॥ ७० ॥
[બાહ્યતપ-૨૧૫
આ પ્રમાણે જેણે કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુના માહાત્મ્યને જીતી લીધું છે એવું શીલ ધન્ય જીવોને હોય છે, તેમાં પણ તપથી યુક્ત શીલ વિશેષથી ધન્ય જીવોને હોય છે. વિશેષાર્થ– શીલથી યુક્ત જીવ પણ તપથી જ વિશિષ્ટ કર્મનિર્જરાને પામે છે. આથી શીલ પછી તપ કહેવાય છે. એ પ્રમાણે અહીં સંબંધ કહેલો જાણવો. [૭૦] તે તપ કેટલા પ્રકારનો છે, તપ કેવી રીતે કરવો જોઇએ, તપ કોણે કરવો જોઇએ એ કહે છેसमयपसिद्धं च तवं, बाहिरमब्धिंतरं च बारसहा ।
नाऊण तहा विरियं, कायव्वं तो सुहत्थीहिं ॥ ७१ ॥
શાસ્ત્રમાં પ્રસિદ્ધ બાહ્ય અને અત્યંતર એ બાર પ્રકારના તપને જાણીને પછી સ્વશક્તિ અનુસારે સુખના અર્થી જીવોએ તપ કરવો જોઇએ.
વિશેષાર્થ— વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર)માં કહ્યું છે કે- તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- બાહ્ય અને અત્યંતર. (બાહ્ય તપ શરીરને પણ તપાવતો હોવાથી અને મિથ્યાદૃષ્ટિઓએ પણ તપ તરીકે સ્વીકાર્યો હોવાથી બાહ્ય તપ છે. પ્રાયઃ અત્યંતર તપ કાર્યણશરીરને જ તપાવતો હોવાથી અને પ્રાયઃ સમ્યગ્દષ્ટિઓ વડે જ તપ તરીકે સ્વીકારાયો હોવાથી અત્યંતર તપ છે.)
બ્રાહ્યતપ
બાહ્ય તપ કેટલા પ્રકારનો છે? બાહ્ય તપ છ પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે– અનશન, ઊનોદરી, ભિક્ષાચર્યા, રસત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા.
(૧) અનશન—(અનશન એટલે અશનનો ત્યાગ.) અનશન તપ કેટલા પ્રકારનો છે? અનશન તપ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે ઇત્વરિક (=અલ્પકાલીન) અને યાવત્કથિક (=જીવન-પર્યંત) ઇત્વરિક તપ કેટલા પ્રકારનો છે? ઇત્વરિક તપ અનેક પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે- ચોથભક્ત, છટ્ઠભક્ત, અક્રમભક્ત, દશમભક્ત,