________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિનય- ૨૧૯
અનાશાતના વિનય. શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે– સ્તુતિ આદિથી સત્કાર કરવો, વસ્ત્ર આદિથી સન્માન કરવું, અંજલિ જોડવી, ગુરુ આવતા હોય ત્યારે સામે જવું, ગુરુ બેઠેલા હોય ત્યારે સેવા કરવી, ગુરુ જાય ત્યારે પાછળ જવું.
અનાશાતના વિનયના ૪૫ ભેદો છે. તે આ પ્રમાણે– અરિહંત, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, `સ્થાવિર, `કુલ, ગણ, સંઘ, ક્રિયા, સંભોગ, મતિ આદિ પાંચ જ્ઞાન એ પંદર સ્થાનોનો આશાતનાનો ત્યાગ, ભક્તિ-બહુમાન અને વૈર્ણ સંજ્વલનતા એ ત્રણ રીતે વિનય કરવો.
(૩) ચારિત્રવિનય– (ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, ચારિત્રનો ઉપદેશ આપવો વગે૨ે ચારિત્ર વિનય છે) સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્રને આશ્રયીને ચારિત્રવિનય પાંચ પ્રકારનો છે.
(૪-૫) મનવિનય-વચનવિનય– મવિનય અને વચનવિનય એ પ્રત્યેકના પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે ભેદ છે. પ્રશસ્ત મનની પ્રવૃત્તિ દ્વારા પ્રશસ્તમન એ જ વિનય છે. અપ્રશસ્તમનની પ્રવૃત્તિ દ્વારા અપ્રશસ્તમન એ જ વિનય છે. તેમાં પ્રશસ્ત વિનય સાત પ્રકારે છે. તે આ પ્રમાણે
(૧) અપાપક- સામાન્યથી પાપરહિત મન.
(૨) અસાવધ– વિશેષથી ક્રોધાદિ પાપથી રહિત.
(૩) અક્રિય– કાયિકી આદિ (પાંચ પ્રકારની) ક્રિયાથી રહિત. (૪) નિરુપફ્લેશ– પોતાનામાં રહેલા શોકાદિ ક્લેશથી રહિત. (૫) અનાશ્રવકર– પ્રાણાતિપાત વગેરે આસ્રવ ક્રિયાથી રહિત. (૬) અછપિકર– છપિ એટલે ખેદ. સ્વ-પરને ખેદ ન કરવો. (૭) અભૂતાભિશંકન– અભિશંકન એટલે ભય. જીવોને ભય ન પમાડવો.
અપ્રશસ્ત મન વિનય સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે- પાપક, સાવદ્ય, સક્રિય, સોપક્લેશ, આશ્રવકર, છપિક, અને ભૂતાભિશંકન.
૧. સંયમયોગોમાં સીદાતા સાધુઓને આ લોક-પરલોકના અપાયો બતાવીને સ્થિર કરે તે સ્થવિર. સ્થવિરના વયસ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકાર છે. ૬૦ વર્ષથી અધિક વયવાળા સાધુ વયસ્થવિર છે. સ્થાનાંગ-સમવાયાંગ શ્રુતના જ્ઞાતા સાધુ શ્રુતસ્થવિર છે. વીશવર્ષથી અધિક દીક્ષાપર્યાયવાળા સાધુ પર્યાયસ્થવિર છે. ૨. કુલ=અનેક ગચ્છોનો સમુદાય. ગણ=અનેક કુળોનો સમુદાય. સંઘ=સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર. ક્રિયા=ધર્મનાં અનુષ્ઠાનો. સંભોગસમાન ધર્મવાળા સાધુઓનો પરસ્પર ભક્તપ્રદાન વગેરે વ્યવહાર. ૩. વર્ણ સંજ્વલનતા એટલે સદ્ભૂત ગુણોના વર્ણનથી યશને દીપાવવો.