________________
૨૦૬- શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) વસંતઋતુનું વર્ણન
[મણિરથનું ચરિત્ર
ગાઢ આમ્રવૃક્ષોની સરસ ઘણી મંજરીઓએ ઘણો સુગંધ ફેલાવ્યો હતો. સુગંધથી મળેલા ભમતા ભમરાઓની શ્રેણિના મધુર અવાજના શ્રવણથી સુખકર હતો. મુસાફર લોકોનું મન ઘણી કોયલોના સુખકર અને મધુર અવાજમાં આસક્ત બન્યું હતું. લોકોના મનનું હરણ કરનાર, કામદેવને જીવિતદાન કરનાર (=જગાડનાર) શ્રેષ્ઠ વસંતઋતુ શોભે છે. તે ઋતુમાં કપૂરની પરાગના સંગથી સુખ આપનારા, એલાયચીના વનને હલાવનારા, નદીના લીલા તરંગોની રચનાથી ઠંડા, ક્રીડા કરવાના સરોવરને ઉલ્લસિત કરનારા, કન્યાઓની શ્રેણિના વાંકડિયા વાળના સમૂહનું ઉત્તમ નૃત્ય થઇ રહ્યું છે જેમનાથી તેવા, કામરૂપ અગ્નિને પ્રદીપ્ત કરનારા, મલયપર્વતની મધ્યમાંથી વહેતા, આવા પવનો મંદમંદ વાય છે. તે ઋતુમાં વીણા, વાંસળી અને મૃદંગના શબ્દોથી સુખ આપનાર ગીતો ગાવામાં આવે છે. ખોળામાં રાખેલી સ્ત્રી અને આ(=ગીતો સંબંધી)સુખ હિંચકાઓમાં સેવાય છે. કોયલના કુહુ કુહુ એવા મધુર શબ્દને સાંભળીને ક્ષણવાર માન મૂકીને મોટા સ્તનવાળી સ્ત્રીઓ પ્રિયતમને અતિશય પૂર્ણપણે આલિંગન કરે છે. વળી બીજું- તે ઋતુમાં કુરુદેશના યુવાનો યુવતિઓના આલિંગનથી વિકસે છે. યુવતિઓના પગના પ્રહારથી હર્ષ પામેલા અશોકવૃક્ષો પણ વિકસે છે. યુવતિઓના મદિરાના કોગળાથી તુષ્ટ થયેલી પરાગ (=પુષ્પરેણુ) પણ પુષ્પરૂપ થાય છે. ચંપકવૃક્ષો વસંતઋતુના જલના દોહલાઓથી વિકસે છે, અર્થાત્ ચંપકવૃક્ષોને વસંતઋતુના જલપાનના મનોરથો થાય છે, એથી વસંતઋતુનું પાણી મળતાં વિકસે છે. યુવતિઓના કટાક્ષોથી જોવાયેલ તિલકવૃક્ષ વિકસે છે. `વિરહવૃક્ષો પંચમસ્વરના અવાજને સાંભળીને વિકસે છે. આ પ્રમાણે એકેંદ્રિયો પણ ક્રમશઃ સ્પર્શ આદિ વિષયોથી આકર્ષાય છે, તો પંચેંદ્રિય જીવો વિષયોથી કેમ ન છેતરાય? પવનથી હાલેલી મંજરીઓની ફેલાતી પરાગના બહાનાથી આમ્રવૃક્ષો જાણે વસંતઋતુના રાજ્યમાં હર્ષ પામેલા હોય તેમ ધૂલની ક્રીડાથી રમે છે. બળેલા પણ પલાસવનને પુષ્પોથી યુક્ત જોઇને જાણે કે પતિના વિરહવાળી સ્ત્રીઓએ બળી જવાના ભયથી આંખના આંસુઓ રૂપ પાણીથી દેહને સિંચ્યો. વર્ણથી ઉજ્જ્વળ હોવા છતાં સુગંધથી રહિત કર્ણિકારવૃક્ષમાં ભમરાઓ રમતા નથી. રૂપથી શું કરાય? વિદ્વાનો ગુણોથી આકર્ષાય છે. વળી બીજું– પુષ્પોથી યુક્ત કંચનારવૃક્ષ અને અતિશય ખીલેલા પુન્નાગ અને નાગ શોભે છે. મચકુંદના પુષ્પોની સુગંધ પસરે છે. તેણે સંપૂર્ણ દિશાના અંતોને વાસિત કર્યા છે. ઘણાં પુષ્પોવાળાં નવમલ્લિકાવૃક્ષો અને પાટલા વૃક્ષો સુગંધથી મઘમધે છે. ઇલાયચી, લવિંગ, કંકોલ, દ્રાક્ષ અને ખજૂરનાં વૃક્ષો શોભે છે. બીજા પણ કદલી અને નાળિયેર વગેરે વિવિધ વૃક્ષો ૧. આ વર્ણનમાં વિરહ, કર્ણિકાર, કંચનાર, પુન્નાગ, નાગ, મચકુંદ, નવમલ્લિકા અને પાટલા વગેરે વૃક્ષો છે.