________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૧૯૭
દેવસિકા સતીનું ચરિત્ર તામ્રલિમી નામની નગરી છે. તેણે પોતાનાં રત્નોથી સમુદ્રને રત્નોની ખાણ જેવો બનાવ્યો. આથી સમુદ્ર ક્ષણવાર પણ તે નગરીના પડખાને ( નજીકપણાને) છોડતો નથી. તેમાં કમલાકર નામનો શેઠ રહે છે. તેને જોયા વિના લોક કહે છે કે જાણે સમુદ્રની પુત્રી લક્ષ્મી કમલમાં રહે છે. પદ્માનામની તેની પત્ની છે. તેમને બધુંય છે. પણ પુત્ર નથી. આથી મન સંતાપને ધારણ કરે છે. હવે શેઠે ક્યારેક દેશાંતરથી આવેલા પુરુષને જોયો. શેઠે તેને પૂછ્યું. તે ક્યાંય પણ કંઈ પણ કૌતુક જોયું છે. તેણે કહ્યું: મહાર્દિન નામનું જંગલ છે. તેમાં સુમેખ નામના પર્વતની ઉપર જિનમંદિર છે. તેના દ્વાર આગળ સેના નામની દેવી છે. તેનું મંદિર રાજા, મંત્રી અને સામંત વગેરે લોકોના વિરહથી રહિત છે, અર્થાત્ તે મંદિરમાં લોકો સતત આવતા રહે છે. તેનું મંદિર કપૂર, ધૂપ, કેશર અને ચંદન વગેરે સુગંધી વસ્તુઓની જાણે ખાણ હોય તેવું છે. તેનું મંદિર કેવલ રત્નોથી શોભિત છે. દેવીના દર્શન કરવાથી કોઢિયા અને અગ્નિથી બળેલા દેહવાળા પણ જલદી સુવર્ણ જેવા વર્ણવાળા થાય છે. કેટલાક આંધળા પણ દેખતી આંખવાળા થાય છે. બીજાઓ ધનને પામે છે. કોઈ પુત્રને પામે છે. બીજાઓ રાજ્યને પામે છે. કોઈ કવિ થાય છે. કોઈ સૌભાગ્ય વગેરેને પામે છે. વિદ્યા વગેરેની સાધના કરનારાઓ કેટલાક અંજનસિદ્ધ વગેરે થાય છે. ઈત્યાદિ કોઈ આશ્ચર્ય નથી કે જે તેના મંદિરમાં ન હોય. આ સાંભળીને વિસ્મય પામેલા શેઠે તે પુરુષને ઘરે લઈ જઈને ભોજન-વસ્ત્ર વગેરેથી સન્માન કરીને રજા આપી. પત્ની સહિત પોતે શુદ્ધ બે વસ્ત્રો પહેરીને તે સેનાદેવીને વિનંતી કરી કે, તમારા પ્રભાવથી જો મને પુત્ર થાય તો તેનું નામ તમારા નામ પ્રમાણે રાખીશ, તમારી યાત્રા કરીશ, તથા જિનધર્મ કરીશ. પછી તેના કોઈ કર્મવશથી તે જ દિવસે પદ્માને ગર્ભ રહ્યો. ક્રમે કરીને અતિશય રૂપાળા પુત્રને જન્મ આપ્યો. પછી અવસરે તે દેવીની યાત્રા કરીને તેનું “જિનસેન' નામ રાખ્યું, અને કુટુંબ સહિત જિનધર્મને કરે છે. હવે સર્વકલાના પારને પામેલા અને યૌવનની અભિમુખ થયેલા પત્રમાં લોકોથી અધિક રૂપ વગેરે ગુણસમૂહને જોઈને શેઠે વિચાર્યું કે જો મારો આ પુત્ર અહીં અનુરૂપ પત્નીને ન પામે તો એના ગુણો અકૃતાર્થ થાય. કારણ કે કહ્યું છે કે-“મનને પસંદ ન હોય તેવી પત્ની, સ્વચ્છેદી પરિવાર, પરવશપણું અને અકુશળ સ્વામી આ ચારેય મનના શલ્યો છે.” ઉત્સવથી વર્જિત રહેવાથી વર્ષ નાશ પામે છે=બગડે છે. કુભોજન ખાવાથી દિવસ નાશ પામે છે. કુપત્નીથી ભવ નાશ પામે છે. પાપથી ધર્મ નાશ પામે છે.
આ પ્રમાણે વિચારતા તેને વધામણી આપનારાએ કહ્યું: હમણાં કટાહદ્વીપથી આપનું વહાણ આવ્યું છે. તેથી શેઠ જેટલામાં સમુદ્રના કાંઠે જાય છે તેટલામાં સઘળાય વણિકપુત્રો ત્યાં આવ્યા. તેથી શેઠે ઉચિત આદર કર્યો. પછી કરિયાણાની ઉત્કૃષ્ટતા વગેરે સર્વ વૃત્તાંત