________________
૧૯૮- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર પૂક્યા પછી પૂછ્યું કે તમોએ ત્યાં કંઈ પણ અપૂર્વ જોયું છે? તેમણે કહ્યું: હે મહાયશસ્વી! રત્નાકર નામનું નગર છે. ત્યાં ધર્મગુપ્ત નામનો શેઠ છે. જાતિ અને વૈભવ વગેરે ગુણસમુદાયથી તે તમારી સમાનતાને ધારણ કરે છે. તે શુદ્ધવણિકની ઉત્તમ ગુણરત્નોથી ભરેલી દેવસિકા નામની પુત્રી છે. તે પુત્રી જાણે કે વિશ્વાસ પામેલા કામદેવે શેઠના ઘરમાં પુત્રીના બહાને પોતાના સઘળા દ્રવ્યની પેટી મૂકેલી હોય તેવી હતી, અર્થાત્ અતિશય રૂપવતી હતી. (૨૫) વ્યવહારના કારણે ગયેલા અમોએ તેના ઘરમાં તેને જોઇ. તે કેવલ અમને અપૂર્વ દેખાય છે એવું નથી, કિંતુ વિશ્વમાં પણ અપૂર્વ છે. તેથી જો તે બાળા તમારા પુત્રની સાથે સંયોગ ન પામે તો વિધાતાએ કરેલું તેના ગુણોનું નિર્માણ નિરર્થક થાય. આ મુશ્કેલીથી ઘટી શકે તેવું છે. કારણ કે શેઠને પુત્રી પુત્રથી અતિશય પ્રિય છે. તેથી તે ઘરજમાઈને છોડીને બીજા કોઈને કોઈ પણ રીતે ન આપે. આ સાંભળીને શેઠ હર્ષ પામ્યા અને ખેદ પણ પામ્યા. એક ક્ષણ રહીને પછી સઘળું કરિયાણું ખરીદી લીધું. પછી કરિયાણાઓનું વહાણ ભરીને તે શેઠ પુત્રની સાથે વહાણમાં ચડીને કટાહદ્વીપમાં તે નગરમાં ગયો. તેણે વણિકપુત્રોને પૂછ્યું કે તે શેઠ અમને કેવી રીતે મળે? તેમણે કહ્યું: મોટાઇના કારણે તે શેઠ કોઈની પાસે જતા નથી. તમારે પણ તેના ઘરે સહસા જવું યોગ્ય નથી. તેથી રાજાના દર્શન કરો, પછી સઘળું યાદ કરીશું (=વિચારીશું). તેથી દર્શનીય અને અતિશય કિંમતી વસ્તુઓથી રાજાના દર્શન કર્યા વણિકપુત્રોએ રાજાને કહ્યું: શેઠને આ સઘળું નગર બતાવો. જેથી તે નગરની અપૂર્વ લક્ષ્મીને જુએ. તેથી રાજાએ તેને બતાવવા માટે પોતાના પુરુષો આપ્યા. આ અમુકનું ઘર છે, આ અમુકનું ઘર છે ઇત્યાદિ કહેતા રાજપુરુષોએ ત્યાં સુધી બતાવ્યું કે જ્યાં ધર્મગુપ્તશેઠનું ઘર આવ્યું. રાજપુરુષોએ કહ્યુંઃ સઘળા નગર લોકોમાં મુખ્ય એવા શ્રીધર્મગુણશેઠનું અતિવિલાસવાળું આ ઘર જુઓ. પછી પુત્રની સાથે દ્વાર પાસે રહેલા કમલાકર શેઠે તેના ઘરના એક એક અવયવનું વર્ણન કરવાનું શરૂ કર્યું. તે સાંભળીને તે શેઠે અતિશય સંભ્રમથી આવીને શેઠને બોલાવ્યા. બીજા માણસો પણ અંદર જઈને બેઠા. કુતૂહલથી દેવસિકાની સાથે સઘળો પરિજન ભેગો થયો. ધર્મગુપ્ત શેઠે પણ અતિશય ઘણા આદરથી શેઠનું સન્માન કર્યું. ત્યાં પરસ્પર દેવ યુગલની શોભાને જોતા દેવસિકા અને જિનસેને એક ક્ષણ આદરપૂર્વક પસાર કરી. દેશાંતરની કથામાં અનુરક્ત કમલાકર શેઠ ક્ષણવાર રહીને ઊભા થયા. શ્રીધર્મગુHશેઠ થોડા શેઠની પાછળ જઈને પાછા ફર્યા. તે બંનેય સંતાનોના ચિત્તનો વિનિમય થયો.
નિવાસમાં ગયેલા કમલાકર શેઠે વિચાર્યું. આ બંનેનો સંયોગ અનુરૂપ છે, પણ અતિશય દુર્લભ છે. ખરેખર! વિધાતા લોકમાં સર્વ ઈચ્છિત સિદ્ધિનો નાશ કરે છે. શેઠ ઇત્યાદિ ત્યાં સુધી વિચારતા રહ્યા કે સાંજનો સમય થઈ ગયો. હવે ત્યાં એક સ્ત્રીએ આવીને કહ્યું ૧. પ્રતિમા :- એક વસ્તુ વેચીને તેની બદલીમાં ખરીદવામાં આવતી બીજી વસ્તુ. ૨. અર્થાત્ દેવસિકા જિનસેનને દેવ જેવો જુએ છે, અને જિનસેન દેવસિકાને દેવી જેવી જુએ છે.