________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૫૩ સાગરચંદ્રને અટવીમાં દુઃખની પ્રાપ્તિ જેને રાજાએ ઘણો વૈભવ આપ્યો છે એવો અને કનકમાલાથી યુક્ત કુમાર પણ દેવલોકમાં દેવની જેમ વિષયસુખને ભોગવે છે. જેવી રીતે ચિત્રમાં દોરેલા હાથી ઉપરથી મહાવત ન ઉતરે તેવી રીતે કુમાર ત્યાં પણ પરાક્રમ અને વિનય વગેરે પોતાના ગુણોથી લોકના હૃદયમાંથી એક ક્ષણ પણ ઉતરતો નથી. કનકમાલાનો પ્રેમ કુમારમાં કોઈપણ રીતે તેવી રીતે વધ્યો કે જેથી જાણે કુમારમય શરીર હોય તેમ તેનું જ ધ્યાન કરતી થઇ. આ પ્રમાણે ઘણા દિવસો ગયે છતે કોઈ દિવસે કુમાર રાતના પોતાને પર્વત ઉપર પડતો જુએ છે. ક્ષણમાં જાગેલો તે ભયંકર તે પર્વતમાં એક પથ્થર ઉપર રહે છે. તેથી તેણે વિચાર્યું. આ શું છે? શું
આ સ્વપ્ન છે કે ઇદ્રજાલ છે? અથવા આ મતિમોહ હોય. કારણ કે આ સઘળું ય સર્વત્ર બીજું જ દેખાય છે. રાજાનું તે ઘર ક્યાં? મણિઓથી બનાવેલું મનોહર વાસઘર ક્યાં? કનકમાલા પત્ની ક્યાં? ભયંકર આ પર્વત ક્યાં? આ દરમિયાન કુમારની આવી અવસ્થા થવાથી આંખની ધારામાંથી ટપકતા મોટા આંસુઓના જલસમૂહવાળી અને ઉછળેલા અંધકાર રૂપ અંબોડાવાળી રાત્રિ જાણે રડી રહી છે. સકલ જીવોને તારનારા મુનિઓનો સંગ જેમાં ખૂલો થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો અનાજર્ની ખળામાં છે, જેનું દિશારૂપ મુખ છે, તેવું “વિનશ્વર પ્રભાત ખીલ્યું. આ વિશ્વમાં જો કોઇ નિરંતર સુખ મેળવે છે તો કહે એમ ઉત્તમ કિરણોવાળો અસ્ત પામતો ચંદ્ર કહી રહ્યો છે. જાણે કે પોતાના પતિ સૂર્યના સમાગમમાં જેણે કુંકુમનો અંગરાગ કર્યો છે. અને જેમાં લાલપ્રભા પ્રગટી છે તેવી પૂર્વદિશા વિશેષથી શોભી. કમળના કોશો ઉપર કિરણોને ફેંકતો સૂર્ય ઉદય પામ્યો. સમયે (=અવસરે) પુણ્યથી ફરી પણ ઉદય અને ઋદ્ધિઓ થાય છે. પછી કુમાર ઉઠીને ચારેય દિશામાં દૃષ્ટિ નાખે છે. તેથી જણાયું કે આ કોઈ ભયંકર મોટી અટવી છે. ભાગ્ય વિમુખ થયે છતે ઉપરાઉપરી સંકટ થાય એમાં શું આશ્ચર્ય છે? પણ મારા સંકટનો જે હેતુ છે તે પોતાને કેમ પ્રગટ કરતો નથી? અથવા જગતમાં ભાગ્યના પરિણામનું સ્વરૂપ અનેક પ્રકારે પ્રગટે છે. તેનાથી શું? પણ મારા વિરહમાં બાળા કેવી રીતે થશે?=બાળાની કેવી સ્થિતિ થશે? અથવા તે જ ગાથાર્થ (=જેવી રીતે અપ્રાર્થેલું દુઃખ આવે છે તેવી રીતે અપ્રાર્થેલું સુખ પણ આવે છે એ ગાથાર્થ) મનમાં છે તો આ ચિતાથી મારે
૧. ગ્રંથમાં વર્તમાનકાળનો પ્રયોગ હોવા છતાં હકીકતની દૃષ્ટિએ અનુવાદમાં ભૂતકાળનો પ્રયોગ કર્યો છે. ૨. અહીં કો અવ્યય પ્રશ્નના અર્થમાં વપરાયો છે. જો અવ્યયના પ્રયોગપૂર્વક પ્રશ્ન કરવો એવી પ્રાકૃત કે
સંસ્કૃત ભાષાની પદ્ધતિ છે. આથી ગુજરાતી અનુવાદમાં તેનો કોઈ અર્થ ન થાય. ૩. રાતે ઝાંકળના બિંદુઓ જમીન ઉપર પડતા હોય એ અવસ્થાને આશ્રયીને અહીં આ કલ્પના કરવામાં આવી છે. ૪. ઉત્ત=અનાજને મસળવાનું સ્થાન, ગુજરાતીમાં “ખળું' શબ્દ છે. ૫. ઘર (ક્ષર)=વિનશ્વર. ૬. અહીં બીજા અર્થમાં “પોતાના રાજભંડારમાં કરને નાખતો શ્રેષ્ઠ રાજા ઉદયને પામ્યો” એવો અર્થ થાય.