________________
ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [ધર્મ સ્વદ્રવ્યથી કરવો-૧૬૯ સ્વદ્રવ્યથી ધર્મ કરવાની પ્રેરણા આપતા બે નોકરો. ભરતક્ષેત્રમાં દેવમંદિરોના બહાને જેનો યશ એકઠો થયો છે તેવું સુપ્રસિદ્ધ ઋષભપુર નામનું નગર છે. તેમાં અભયંકર નામનો ઘણી ઋદ્ધિવાળો શેઠ રહે છે. તેના વૈભવની અપેક્ષાએ કુબેર સાધુ સમાન હતો, અર્થાત્ શેઠનો વૈભવ કુબેરના વૈભવથી પણ ઘણો વધારે હતો. તેની કુશલમતી નામની પત્ની છે. તેમના ઘરમાં બાળકના પણ ચિત્તમાં જિનેંદ્રધર્મ સિવાય બીજું કંઈ પણ ન હતું. તેમના બે નોકર હતા. એક નોકર ઘરમાં કામ કરતો હતો. બીજો ધણને(=ગાય વગેરેને) ચારતો હતો. તે બંને પરિવારસહિત શેઠને સદા જિનપૂજા અને મુનિદાન વગેરે ધર્મમાં તત્પર જુએ છે. આથી તેમણે વિચાર્યું જુઓ, મનુષ્યભવ સમાન હોવા છતાં મનુષ્યોમાં કેટલું અતંર છે? કારણ કે શેઠે પૂર્વે ધર્મ કર્યો છે, હમણાં પણ ધર્મ કરે છે, આગામી ભવમાં પણ ધર્મના પ્રભાવથી લક્ષ્મી મેળવીને ધર્મ કરશે. પણ અમારા ત્રણેય ભવ ધર્મથી રહિત છે. આ પ્રમાણે વિચારતા આ બંને ધર્મને યોગ્ય છે એમ શેઠે જાણ્યું. હવે ચોમાસીના દિવસે અભયંકર શેઠ તે બેને વિશિષ્ટ વસ્ત્રો પહેરાવીને દેવોની પૂજાનિમિત્તે જિનમંદિરમાં લઈ ગયા. શેઠે તેમને પુષ્પો આપ્યાં, પણ તેમણે તે પુષ્પો ન લીધાં. તેમણે કહ્યું જેનાં પુષ્પોથી પૂજા થાય ધર્મ પણ તેને જ થાય. તેનાથી અમારે કેવલ વેઠ જ થાય. તેથી શેઠ તેમને સમજાવે છે. પણ કોઈપણ રીતે સમજતા નથી. પછી શેઠ તે બેને ગુરુની પાસે લઈ ગયા. વૃત્તાંત જાણીને ગુરુએ તેમને પૂછ્યું: શેઠનાં પુષ્પોથી તમે પૂજા કરવાની ના કેમ પાડો છો? તેમણે કહ્યું: સ્વદ્રવ્યથી જ અમે પૂજા કરીએ, અને દ્રવ્ય અમારી પાસે નથી. તેમના (સ્વદ્રવ્યથી પૂજા કરવાના) ભાવને જાણીને ગુરુએ તે બેને કહ્યું: શું તમારી પાસે થોડું પણ પૂજામૂલ્ય(=પૂજા કરવા માટે જોઈતું ધન) નથી? ગાયોને ચરાવનારા નોકરે કહ્યું. મારી પાસે રમવા માટે મોટી પાંચ કોડિઓ છે, પણ એ બહુ થોડું છે. નોકરે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ કહ્યું: પોતાની શક્તિને છુપાવ્યા વિના થોડું પણ આપતો જીવ ઘણા ફળને મેળવે છે. કારણ કે ધર્મકાર્યોમાં શુદ્ધભાવ જ હિત કરે છે. આ સાંભળીને હર્ષ પામેલો તે પુષ્પો ખરીદીને શેઠની સાથે જિનેન્દ્રોની પૂજા કરે છે. ઘરકામ કરનારા નોકરે વિચાર્યું. આની પાસે આટલું માત્ર પણ દ્રવ્ય છે. મારી પાસે તેટલું પણ નથી. તેથી હું શું કરું? આમ વિચારતા તેણે શ્રાવક લોકને ગુરુની પાસે પચ્ચકખાણ કરતો જોયો. તેથી તેણે ગુરુને પૂછ્યું: હે ભગવંત! આ પ્રમાણે કરવાથી પણ ધર્મ થાય? ગુરુએ કહ્યું: હા. આથી તેણે પણ ઉપવાસ કર્યો. પછી ભોજનસમયે શેઠની સાથે ઘરે ગયો. તેના ભોજન માટે ભાણું પીરસાયું એટલે દ્વાર પાસે રહીને તે વિચારે છે કે, જો મારા પુણ્યથી ક્યાંકથી અહીં
૧. સામાન્યથી વાડિયા અને વરડવું એ બંનેનો “કોડિ' અર્થ થાય છે. આમ છતાં અહીં “મોટી કોડી'
જણાવવા માટે વીડય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.