________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૧ જઈને તેમનાં માથાં પકડો કાપો. તેથી માતંગે વિચાર્યું. રાજા શું ગ્રહ વગેરેને આધીન થયો છે? કે જેથી તેવા પ્રકારના ગુણી અને ભક્તિમંત પણ પુત્રોને મરાવે છે. અથવા અહીં આ જ સારું છે કે રાજાવડે હું કહેવાયો છું. પછી “જેવી આપની આજ્ઞા” એમ કહીને ચંડાળ તેમની પાસે ગયો. રડતા તેણે બંનેને કહ્યું. તેમણે પણ કહ્યું: અરે! આમાં શું અયુક્ત છે? પિતાનું પ્રિય તું કર. ચોક્કસ અમારાથી મોટો અપરાધ કરાયો છે, અન્યથા પિતા આ કેમ કહે? તેથી અહીં વિલંબ ન કર. પછી ચંડાળે ફરી ગદ્ગદ્ વાણીથી કુમારોને પ્રાર્થના કરી કે મારા ઉપર કૃપા કરીને તમે અન્ય દેશમાં જતા રહો. પછી કુમારોએ કહ્યું. અમારા માટે પછી રાજા કુટુંબસહિત તને મારશે. માટે અમે આ કેવી રીતે કરીએ? ચંડાળે “તમારા પ્રભાવથી હું સ્વબુદ્ધિથી આત્મરક્ષા કરીશ' ઇત્યાદિ કહ્યું એટલે કુમારો કોઈપણ રીતે અન્ય દેશમાં જતા રહ્યા. ચંડાળે ચિત્રકાર પાસે કુમારના મસ્તક જેવા મસ્તકો કરાવ્યા. પછી અશ્વોને લઈને સંધ્યાસમયે રાજા પાસે આવીને રાજાથી થોડે દૂર રહીને અશ્વો આપે છે, અને કહેવડાવે છે કે આ તે મસ્તકો છે. પછી રાજાએ ગુસ્સાથી કહ્યું: અરે! શૂળી પાસે જઈને આ મસ્તકોને શૂળીમાં વીંધીને ગામની બહાર નાખી દો. (૫૦) એ પ્રમાણે કરું છું એમ કહીને તે ગયો. તે દુષ્ટરાણી હર્ષ પામી.
કુમારો કોઈક મહા અટવામાં આવ્યા. તે અટવીના હિંતાલ, તાડ, સલ્લક, તમાલ અને કદલી વનથી અંધકારવાળા મધ્યભાગમાં સૂર્ય પણ જાણે ભય લાગ્યો હોય તેમ કિરણો નાખતો ન હતો. આકાશના અગ્રભાગમાં લાગેલી હજારો શાખાઓમાંથી પ્રગટેલી શાખાઓ રૂપ બાહુઓથી તે અટવી જાણે દેવયુગલોને પોતાની મનોહરતાને કહી રહી છે. તે મહાઇટવી ભારત કથાની જેમ ગોવિંદથી યુક્ત છે, ભીમનકુલથી દુઃખથી જોઈ શકાય તેવી છે, અર્જુનબાણોથી વિશેષપણે માહાભ્યને પ્રાપ્ત કર્યું છે. એ અટવીમાં સ્થાને સ્થાને રહેલા મોટા પર્વતોથી લોકસંચાર અટકી ગયો હતો. એ અટવી બધા સ્થળે વિષમ હજારો પર્વતો અને નદીઓથી મુશ્કેલીથી પાર ઉતરી શકાય તેવી હતી. તે અટવી અતિશય પવનથી હાલેલા વૃક્ષોનાં પાંદડાં રૂપી હાથોથી જાણે હાથી, અષ્ટાપદ, સિંહ અને વાઘના શબ્દોના ભયથી વ્યાકુલ થયેલા મુસાફર વર્ગને આશ્વાસન આપે છે. થાકેલા કુમારો રાતે આમ્રવૃક્ષની નીચે બેઠા. પછી ત્યાં વરસેને અમરસેનને કહ્યું: હે બંધુ! અહીં કંઈપણ કારણ જણાય છે. જેથી પિતા ગુસ્સે થયા. મોટાએ કહ્યું: હે વત્સ! તેવા પ્રકારનું કોઈ કારણ હું જાણતો નથી. કિંતુ શોક્યમાતા ઈર્ષાના કારણે આપણા ઉપર કેષવાળી થઈ છે એમ તેની દ્રષને અનુરૂપ ૧. આ ગાથા યર્થક છે. તે આ પ્રમાણે– ભારતકથાના પક્ષમાં ગોવિંદ્ર એટલે કૃપણ. અટવીના પક્ષમાં જોવિંદ્ર એટલે
વૃંગાયોનું ટોળું. ભારતકથાના પક્ષમાં મનન એટલે ભીમ અને નકુલ. અટવીના પક્ષમાં ભયંકર નોળિયા. ભારતકથાના પક્ષમાં મર્થનવાળો એટલે અર્જુન પાંડવના બાણો, અટવીના પક્ષમાં અર્જુનવૃક્ષના બાણો.