________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કેવી રીતે દાન આપવું-૧૬૭ વિશેષાર્થ– આશંસા એટલે આ લોક અને પરલોક સંબંધી વૈભવ આદિની ઇચ્છા. શ્રદ્ધા એટલે આહારાદિ આપવાનો ઉત્સાહ. રોમાંચ એટલે શરીરના રુવાટાં ખડાં થઈ જવા. દાન કર્મક્ષય માટે જ આપવું જોઈએ, કીર્તિ કે પ્રત્યુપકાર આદિની ઇચ્છાથી નહિ. અહીં
આશંસાથી રહિત અને શ્રદ્ધાના કારણે થયેલા રોમાંચ યુક્ત દાતા કર્મક્ષય માટે જ દાન આપે” એમ કહીને પહેલું એક વાર કહ્યું: સુપાત્રોમાં દાન આપે” એમ કહીને બીજું દ્વાર કહ્યું. [૪૬]
તે જ સુપાત્રોને કહે છે– आरम्भनियत्ताणं, अकिणंताणं अकारविंताणं । धम्मट्ठा दायव्वं, गिहीहिं धम्मे कयमणेणं ॥ ४७॥
ગૃહસ્થોએ ધર્મમાં કરેલા મનથી આરંભથી નિવૃત્ત થયેલા, જાતે ન ખરીદનારા અને બીજાઓની પાસે ન ખરીદાવનારાઓને ધર્મ માટે આપવું જોઇએ.
વિશેષાર્થ- ધર્મમાં કરેલા મનથી એટલે ધર્મભાવનાથી. ધર્મ માટે એટલે જેમને આપવાનું છે તે સાધુઓ વગેરે ધર્મ કરે એ માટે. [૪૭]
આરંભથી નિવૃત્તિ આદિ ગુણોથી યુક્ત હોય તેમને જ બધુંય દાન આપવું કે કંઇક બીજી રીતે પણ દાન આપવું એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
इय मोक्खहेउ दाणं, दायव्वं सुत्तवन्नियविहीए । अणुकंपादाणं पुण, जिणेहिं सव्वत्थ न निसिद्धं ॥ ४८॥
આ પ્રમાણે જે દાન મોક્ષહેતુ છે, તે દાન સૂત્રમાં કહેલા વિધિથી આપવું જોઇએ, પણ અનુકંપાદાનનો તીર્થંકરોએ ક્યાંય નિષેધ કર્યો નથી.
વિશેષાર્થ– દાન આપનારના અને દાનને લેનારના ગુણોની શોધ કરવી, સૂત્રમાં કહેલ વિધિથી આપવા યોગ્ય વસ્તુ ઉગમ વગેરે દોષોથી વિશુદ્ધ હોવી જોઇએ, જ્ઞાનાદિ-ગુણયુક્ત સાધુ વગેરેને દાન આપવું, ઇત્યાદિ પૂર્વે જે કહ્યું તે બધું મોક્ષહેતુ જે દાન આપવામાં આવે તે જ દાનને આશ્રયીને જાણવું, અનુકંપાદાન માટે તો આપનાર રોમાંચ આદિ ગુણોથી રહિત હોય અને લેનાર યાચક બહુમાન કરવા યોગ્ય ન હોય, આપવા યોગ્ય વસ્તુ ઉદ્ગામાદિ દોષથી વિશુદ્ધ ન હોય, તો પણ તીર્થકરોએ નિષેધ કર્યો નથી. કારણ કે અનુકંપાદાનમાં માત્ર અનુકંપાની જ મુખ્યતા છે. જેવી રીતે તીર્થકરો અને ગણધરો વગેરેને અપાતું દાન અનંતરપણે જ (=સીધું જ) મોક્ષનું કારણ થાય છે, અનુકંપાદાન તે રીતે મોક્ષનું કારણ થતું નથી. તેથી અહીં તીર્થંકરાદિને અપાતું દાન