________________
૧૬૬- ઉપખંભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઉપખંભદાન દ્વારના પેટા તારો
વિશેષાર્થ આહારાદિને લેવામાં પ્રાર્થના, લઘુતા અને પરિભ્રમણ વગેરે ઘણાં કષ્ટો થાય છે. આથી જો આહારાદિના સ્વીકાર વિના તપ-નિયમ વગેરે ગુણો સમ્યક્ પ્રવર્તે તો સાધુઓ આહારાદિનો સ્વીકાર ન કરે. પણ આહારાદિના સ્વીકાર વિના તપ-નિયમ વગેરે સમ્યક્ પ્રવર્તતા નથી. તેથી તપ-નિયમ આદિ ગુણોની વૃદ્ધિ થાય એ માટે જ આ ઉપદેશ છે, નહિ કે ગૃદ્ધિના કારણે. [૪૩]
તેથી અહીં જે નિશ્ચિત થયું તે કહે છેतम्हा विहीऍ सम्मं, नाणीणमुवग्गहं कुणंतेणं । भवजलहिजाणवत्तं, पवत्तियं होइ तित्थंपि ॥ ४४॥
અનંતર કહેલી નીતિથી આહારાદિના અભાવમાં તીર્થનો વિચ્છેદ થતો હોવાથી સમ્યગૂ વિધિથી જ્ઞાનીઓને આહારાદિથી મદદ કરનાર જીવે ભવરૂપ સમુદ્રના પારને પામવા માટે વહાણ સમાન તીર્થ પણ પ્રવર્તાવેલું થાય છે.
(જો કે તીર્થકરો તીર્થ અવતાર્યું છે, આમ છતાં ઉક્ત રીતે આહારાદિનું દાન કરનારાઓ તીર્થને ટકાવવામાં નિમિત્ત બનતા હોવાથી સામર્થ્યથી (=અર્થપત્તિથી) આહારાદિનું દાન કરનારા પણ તીર્થ અવતાર્વે છે.) [૪૪].
આ પ્રમાણે આહારાદિ દાનની પ્રવૃત્તિ નિશ્ચિત કરીને આહારાદિના દાનની વિધિ આદિનું પ્રતિપાદન કરવા માટે તારગાથાને કહે છે
कह दायगेए एयं, दायव्वं १ केसु वावि पत्तेसु २ । दाणस्स दायगाणं, अदायगाणं च गुण ३ दोसा ४ ॥ ४५॥
(૧) દાતાએ કેવી રીતે દાન આપવું જોઇએ, (૨) કયા પાત્રોને દાન આપવું, (૩) દાનના દાતાઓને કયા ગુણો થાય, (૪) દાન ન આપનારાઓને કયા દોષો થાય તે કહેવાનું છે. [૪૫]
તેમાં પહેલા દ્વારને આશ્રયીને કહે છેआसंसाएँ विरहिओ, सद्धारोमंचकुंचुइजंतो । कम्मक्खयहेउं चिय, दिजा दाणं सुपत्तेसु ॥ ४६॥
આશંસાથી રહિત અને શ્રદ્ધાના કારણે થયેલા રોમાંચથી યુક્ત દાતા કર્મક્ષય માટે જ સુપાત્રોમાં દાન આપે.