________________
૧૫૨-શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર તે કહ્યું. પછી વિદ્યુલતા જલદી સાગરચંદ્રની પાસે ગઇ. તેણે પણ ઊભા થઈને પરમ વિનયથી તેને પ્રણામ કર્યા. હર્ષ પામેલી વિદ્યુતતા પણ તેને વારંવાર આશીર્વાદ આપીને તેની જ સાથે યોગ્ય સ્થાનમાં બેઠી. શશિવેગ વગેરે પોતાના સૈન્યથી પરિવરેલો અમિતતેજ પણ ત્યાં બેઠો. પછી જેની કાયારૂપી લતા હર્ષના કારણે રોમાંચ યુક્ત થઈ છે તેવી વિદ્યુતતાએ પુત્રને કહ્યું: હે વત્સ! તું, પરિજન, અમે અને પુત્રી કનકમાલા એ બધાય આજે ધન્ય છીએ. કારણ કે હે વત્સ! જેનો ગુણસમૂહ વિશ્વમાં સત્કાર કરાયેલો છે એવા એના (સાગરચંદ્રના) ચિત્તમાં પણ શ્રદ્ધા ન કરી શકાય તેવાં દર્શન આ પ્રદેશમાં થયાં. જો વિશ્વમાં અનંત ફળવાળો સપુરુષોનો સંયોગ પ્રાપ્ત થાય તો રત્નનિધિ કોણ છે? કલ્પવૃક્ષ કોણ છે? અર્થાત્ સપુરુષના સંયોગની આગળ રત્નનિધિ અને કલ્પવૃક્ષનું કોઈ મૂલ્ય નથી. તથા તે અમૃતથી શું? અર્થાત્ સપુરુષનો સંયોગ થયા પછી અમૃતની પણ જરૂર નથી. અમારી પુત્રીનું અપહરણ પણ આનાથી સફલ થયું. કારણ કે જેનો સંગ વિચારેલો ન હતો તેવો આ મહાયશસ્વી જોવામાં આવ્યો. પૂર્વે નંદીશ્વર જતા અમારા વડે મલયપુરમાં વિલાસ કરતો આ જોવામાં આવ્યો હતો અને ગુણથી પણ જણાયો હતો. તેથી જેના અસ્મલિત પ્રચારવાળા તે ગુણસમૂહો સર્વદિશારૂપ વધૂઓના મુખોને વિભૂષિત કરે છે તે આ સાગરચંદ્ર છે. તેથી જેવી રીતે જ્યોત્સા ચંદ્રની સાથે, લક્ષ્મી વિષ્ણુની સાથે, તેવી રીતે કનકમાલા પુત્રી આ સત્પરુષની સાથે સંબંધને અનુભવે. એના માતા-પિતાએ પણ મારી સાથે પૂર્વે આ નિશ્ચિત કર્યું હતું. અથવા રતિનો કામદેવની સાથે સંબંધ કરવામાં શો વિચાર કરવાનો હોય! (૧૨૫) તેથી અમિતતેજ વગેરેએ કહ્યું. હે માતા! આ આ પ્રમાણે છે. તમારી બુદ્ધિ ક્યારેય અસ્થાને પડતી નથી. વિધુત્વતા વડે પ્રયત્નપૂર્વક વારંવાર કનકમાલા માટે અભ્યર્થના કરાયેલા કુમારે કહ્યું કે માતા! જે યોગ્ય હોય તે તમે જ જાણો. તેથી હર્ષ પામેલા તેમણે જે ત્યાં જ ઘણી ધામધૂમથી વિલંબને સહન કરવામાં અસમર્થ એવી કુમારીનો હાથ કુમારને ગ્રહણ કરાવ્યો. પછી બધા અમરપુર નગર તરફ ગયા. આગળ મોકલેલા વિદ્યાધરોએ વિગત કહી એટલે રાજા સામે આવવા માટે નીકળ્યો. નજીકમાં રહેલી કનકમાલાથી શોભતો, વિદ્યાધર રાજાઓથી પરિવરેલો, જેણે નગરમાં લોકને સંતોષ પમાડ્યો છે એવા કુમારે તે નગરમાં પ્રવેશ કર્યો. ભોજન આદિ કાર્યો કર્યા પછી તે વિદ્યાધરોએ પોતાના પરિજનથી યુક્ત શ્રીભુવનભાનુ રાજાને સઘળો વૃત્તાંત કહ્યો. વૃત્તાંત સાંભળીને રાજા, અંત:પુર, પરિજન, નગરલોક એ બધા ય હર્ષ પામ્યા, અને નગરમાં વપન કર્યું. કેટલાક દિવસો પછી રાજા વડે પૂજા કરીને રજા અપાયેલા બધાય વિદ્યાધરો વૈતાદ્યપર્વત ઉપર ગયા.
૧. પ્રોMિ = સામે આવવું.