________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૪૫ વિશેષાર્થ- આ જીવલોકમાં બધાય જીવો કારણ (=સ્વાર્થ) હોય તો જ બંધુભાવને પ્રગટ કરે છે. કારણ કે કહ્યું છે કે–“કારણથી બંધુતાને પામે છે, કારણથી દ્વેષ કરવા યોગ્ય થાય છે. આ જીવલોક સ્વાર્થનો અર્થ છે. કોઇ કોઇને પ્રિય નથી.” આ જ્ઞાન તો પદાર્થોની પ્રાપ્તિમાં અને અનર્થના ત્યાગમાં પરમ સહાય આપવાથી સર્વજીવોનો બંધુ જેવો બંધુ છે. [૩૭]
આ લોક અને પરલોક સંબંધી સઘળા ય ગુણોને સાધી આપનાર જ્ઞાન જ છે એ વિષયમાં દૃષ્ટાંત બતાવવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
वसणसयसल्लियाणं, नाणं आसासयं समित्तोव्व । सागरचंदस्स व होइ कारणं सिवसुहाणं च ॥ ३८॥
સેંકડો સંકટોથી અંતરમાં પીડાયેલા જીવોને જ્ઞાન સુમિત્રની જેમ આશ્વાસન આપે છે. જ્ઞાન સાગરચંદ્રની જેમ મોક્ષસુખનું કારણ છે.
વિશેષાર્થ- સેંકડો સંકટોથી અંતરમાં પીડાયેલા જીવોને વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપની ભાવના વડે અને સંકટથી પાર પામવાનો ઉપાય બતાવવા વડે જ્ઞાન જ સુમિત્રની જેમ સ્વસ્થતાને ઉત્પન્ન કરે છે. આનાથી જ્ઞાનનો આ લોક સંબંધી ગુણ બતાવ્યો. જ્ઞાન મોક્ષસુખનું કારણ છે એમ કહીને પરલોક સંબંધી ગુણ બતાવ્યો. અહીં સાગરચંદ્રનું ચરિત્ર આ પ્રમાણે છે
સાગરચંદ્રનું ચરિત્ર આ જંબૂદ્વીપમાં મલયપુર નામનું મનોહર અને શ્રેષ્ઠનગર છે. તે નગર ચારે બાજુ ઊંચો કિલ્લો અને ખાઇથી યુક્ત છે. તે નગરના લોકોમાં જો અકુલીન શબ્દ ન હોય અને લાંબા કાવ્યોમાં દ્વેષભાવ ન હોય તો તે લોકો દેવોની સાથે સ્પર્ધાને ધારણ કરે. જેની ઉપમાનું સ્થાન થવા માટે ઇદ્ર પણ અશક્ત જ છે તેવો અને પૃથ્વીમાં વિખ્યાત અમૃતચંદ્રરાજા સદા તે નગરનું પાલન કરે છે. શત્રુઓના હાથીઓના કપાળમાંથી ખરેલા મોતીઓથી અંકિત ત્રિચિહ્નવાળી થયેલી) અને વિજયરૂપ લક્ષ્મીથી ટપકેલા હર્ષના આંસુઓ રૂપ નિર્મલ જલ બિંદુઓથી ભીની થયેલી તેની તલવાર શોભે છે. તેણે માગનાર લોક સમૂહને જાતે જ સમાન વૈભવવાળો બનાવીને પછી દાનના અવસરે કોઈ માગનાર ન મળવાથી ખેદ કર્યો. તેણે જાતે સ્ત્રીઓના હૃદયરૂપ ધનનું અપહરણ કરવાનું સ્વીકાર્યું તેથી જેનું ધન ચોરાયું હોય તેવા નિપુણપુરુષની જેમ તે સ્ત્રીઓના જ કટાક્ષો તેની પાછળ
૧. સમણિ = સ્પર્ધા.