________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૪૯
નાનું પાટિયું તેને કોઇપણ રીતે પ્રાપ્ત થયું. પાટિયું પ્રાપ્ત થતાં જલચર પ્રાણીઓથી કદર્શના પમાડાયેલો તે સમુદ્રમાંથી કાંઠે આવ્યો. દુ:ખપૂર્વક કોઇપણ રીતે નવમા દિવસે અમરદ્વીપમાં આવ્યો. ત્યાં કોઇપણ રીતે શુદ્ધિ પ્રાપ્ત કરીને અને કાંઠાના વનને પ્રાપ્ત કરીને નાળિયેરના પાણીથી શરીરનું મર્દન કર્યું એટલે કંઇક સ્વસ્થ થયો. ફળોથી પ્રાણનિર્વાહ કરીને સૂઇ ગયો. ક્ષણવા૨માં જાગેલો તે વિચારે છે કે-ભાગ્યની ચેષ્ટાથી થયેલા પરિણામના સ્વરૂપને તું જો. ક્યાં તે મલયપુર? ક્યાં મારા માતા-પિતા? ક્યાં સુમદ્રમાં પતન? અને કયાં આવું વન? સ્વપ્નમાં પણ જે ન દેખાય, મનથી જે ક્યારેય ન વિચારાય, તેને પણ ભાગ્ય કરે છે. આ ભાગ્ય લોકમાં (યાસ=) આશાઓને હરી લે છે. ભાગ્ય ચિંતવેલું ન હોય, સ્વપ્નમાં જોયેલું ન હોય તેવું શુભ કરે છે અથવા તેવું અશુભ કરે છે. તેથી હમણાં મારે ક્યાં જવું? અને તે મારા માતા-પિતા મારો વિયોગ કેવી રીતે સહન કરશે? અથવા આ ચિંતાથી શું? જેવી રીતે નહિ ઇચ્છેલું પણ દુઃખ આવ્યું તેવી રીતે જો સુખ થવાનું હશે તો સુખ પણ થશે. આ પ્રમાણે ગાથાનો અર્થ પ્રમાણ છે. (ધર્મની) સામગ્રી (પ્રાપ્ત) થયે છતે અહીં મારે ધર્મનું આચરણ કરવું એ જ યોગ્ય છે.
સાગરચંદ્રે આપઘાત કરતી કનકમાલાને બચાવી.
હવે એક દિવસ તેણે દૂરથી આમ્રવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવની બાણશ્રેણિ હોય તેવી એક શ્રેષ્ઠ બાલા જોઇ. તેથી વિસ્મય પામેલા કુમારે વિચાર્યું: આ રૂપસંપત્તિ મનુષ્યસ્ત્રીની દેખાતી નથી. તેથી ચોક્કસ આ કોઇ દેવાંગના છે. અથવા દેવો નિમેષરહિત આંખોવાળા હોય એમ સંભળાય છે. આ ઉન્મેષસહિત છે. આ પ્રમાણે વિકલ્પો કરતો જેટલામાં તેની દિશા તરફ જાય છે તેટલામાં તે બાળાએ ઉપરનું વસ્ત્ર આમ્રવૃક્ષની શાખામાં લટકાવીને પોતાની ડોકમાં બાંધ્યું, અને વાણીથી કહ્યું: હે વનદેવો! મારું કહેલું આ તમે સાંભળો. અન્ય જન્મમાં પણ સાગરચંદ્ર જ મારો પતિ થાઓ! આ પ્રમાણે બોલ્યા પછી રાફડાના ઉપરના ભાગમાં ચડીને જેટલામાં આત્માનો વિનાશ કરે છે તેટલામાં “હે સુંદરી! સાહસ ન કર'' આ પ્રમાણે બોલતા અને પતનભીરુ તેણે દોડીને ડાબા હાથથી ત્રિવલિના સ્થાને ગાઢ આલિંગન કરીને (=પકડીને) જમણા હાથ વડે તલવારથી તેનો ફાંસો જલદી છેદી નાખ્યો. પછી તેને ભૂમિમાં મૂકીને કેળના પાંદડાંઓથી વીંજી. તેથી ચૈતન્ય પ્રાપ્ત થવા છતાં ક્ષણવાર મિશ્રરસને અનુભવતી તે તે પ્રમાણે જ રહી. મિશ્રરસનો અનુભવ આ પ્રમાણે છે– શું આ તે સાગરચંદ્ર જ હોય એમ આનંદવાળી થઇ. આ અહીં ક્યાંથી સંભવે? એ પ્રમાણે તેનામાં ખેદ ઉત્પન્ન થયો. તે રૂપથી અધિક છે એમ તેની આંખો ચંચળ બની. એકલી છું એમ
આ
૧. પેટ ઉપર ત્રણ કરચલીઓ
રેખાઓ હોય છે તે સ્થાને.
=