________________
૧૪૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર આ ગાથામાં પૂર્વાર્ધથી “સંકટોમાં મોહ ન કરવો=મુંઝાવું નહિ” એમ કહ્યું છે. “સંકટોના પણ નિસ્તારનો નિશ્ચિત ઉપાય” ઉત્તરાર્ધમાં કહ્યો છે. મોક્ષસુખનો હેતુ ધર્મ જ છે એમ સૂચિત કર્યું છે. જો આ સદા ચિત્તમાં વસે તો (જેના ચિત્તમાં આ વસે) તેને કંઈ પણ નથી, અર્થાત્ તે ક્યાંય દુઃખી ન બને. (કારણ કે) આ લોકમાં અને પરલોકમાં ઉત્પન્ન થનારું દુઃખરૂપ ફલ પણ ક્યાંથી પ્રાપ્ત થયું નથી? અર્થાત્ બધા જ સ્થળે દુઃખ પ્રાપ્ત થયું છે. પછી ચિત્તમાં હર્ષ પામેલો કુમાર ગાથાને કંઠસ્થ કરીને અને તે પુરુષનું સન્માન કરીને પોતાના ઘરે આવ્યો. હવે તે ગાથાના અર્થને ચિત્તમાંથી કયારેય મૂકતો નથી. તેણે વિનય ક્રિયાથી લોકની સાથે માતા-પિતાનું ચિત્ત તે રીતે આકર્ષી લીધું કે જેથી તેના વિરહમાં રાજા-રાણીનું મન એક મુહૂર્ત પણ આનંદ પામતું નથી. લોકમાં દરેક ઘરમાં તેની વાત ક્ષણવાર પણ અટકતી નથી. ત્યારબાદ કુમાર દરરોજ ઉદ્યાન વગેરેમાં સમૂહમાં ક્રીડા કરે છે. રાજા સહિત લોક કુમારમય મનવાળો થયો.
સાગરચંદ્રનું અમરદ્વીપમાં ગમન. એક દિવસ સહસા પૂર્વદિશામાં આવેલા ઉદ્યાનમાં ઘણા લોકોનો અતિ કરુણ કોલાહલ સંભળાતો ફેલાયો. તેથી જમણા હાથરૂપ કુંપળથી કંપતો અને તલવારને યાદ કરતો રાજા સામંતોની સાથે જલદી ઉઠ્યો. અરે! અરે! આ શું છે? એમ કહેવા છતાં કોઈ ઉત્તર આપતું નથી. ભયથી પીડાયેલો સઘળો લોક તે દિશા તરફ કેવળ દોડે છે. વિસ્મય પામેલો રાજા જેટલામાં ત્યાં રહ્યો છે તેટલામાં ક્ષણ પછી કુમારપરિવારના લોકે ત્યાં આવીને કહ્યું: હે દેવ! ઉદ્યાનમાં ક્રીડા કરતા કુમારની પાસે લાવણ્ય-રૂપથી યુક્ત અને વસ્ત્રોથી વિભૂષિત કોઈ પુરુષ આવ્યો. આવીને તેણે કહ્યું: હે કુમાર! તું મને ક્ષણવાર એકાંત આપ=એકાંતમાં આવ. કુમારે તે પ્રમાણે કર્યું એટલે સહસા કુમારને હાથમાં લઇને અમારા જોતાં જ તે પુરુષ આકાશમાં ઉપડી ગયો, અને ક્ષણમાત્ર પછી તે ક્યાં ગયો તે અમે જાણતા નથી. (૫૦) સમરવિજય, રણકુંજર અને દશરથ વગેરે કુમારમિત્રોને તેની પાછળ દોડતા મૂકીને અમે અહીં આવ્યા. પરંતુ આના પછી ત્યાં જે થયું તેને અમે જાણતા નથી. તે સાંભળીને પરિજન સહિત રાજા મૂર્શિત થઈને પડ્યો. ચંદનજલથી સિંચાયેલો અને વીંજાતો રાજા કંઈક શુદ્ધિમાં આવ્યો. વારંવાર વિલાપ કરતો દુઃખપૂર્વક દિવસો પસાર કરે છે. સાગરચંદ્ર પણ "ક્ષણમાં પોતાને જેમાં મોટા તરંગો ઘૂમી રહ્યા છે તેવા ભયંકર સમુદ્રમાં પડેલો જુએ છે. તેમાં પણ કયાંક માછલીની પૂછડીના આસ્ફાલનથી છાતીમાં મરાય છે. કયાંક કલ્લોલોથી ઘણું ચક્કર ભમાવાય છે. જેટલામાં તરવાની શક્તિથી સમુદ્રમાં આમતેમ ભમે છે તેટલામાં પૂર્વે તૂટી ગયેલા વહાણનું
૧. અંતરેખ = વચમાં, મધ્યમાં. ૨. સયા = ઘણું.