________________
જ્ઞાનદાન દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનથી ઉત્કૃષ્ટ કર્મનિર્જરા-૧૪૩ પ્રશ્ન- અહીં મૂળગાથામાં જ્ઞાનને સર્વથી અધિક લષ્ટ અને સુંદર કહ્યું, તો પ્રશ્ન થાય છે કે લષ્ટ અને સુંદર એ બંને શબ્દોનો સારું એવો એક જ અર્થ હોવાથી એ બેના અર્થમાં કોઈ ફેર નથી, તો પછી એ બે શબ્દો કેમ જણાવ્યા?
| ઉત્તર- સામાન્યથી લષ્ટ અને સુંદર એ બે શબ્દોનો અર્થ એક હોવા છતાં વિશેષથી અર્થમાં ભેદ છે. તે આ પ્રમાણે- જોવાઈ છતી જે વસ્તુ હર્ષને સારી રીતે ઉત્પન્ન કરે તે સુંદર. આવી નિરુક્ત વિધિથી સુંદર શબ્દનો વિશેષ અર્થ છે. આમ લષ્ટ શબ્દનો સામાન્યથી જ અધિક સારું એવો અર્થ છે અને સુંદર શબ્દનો યથોક્ત વિશેષ અર્થ છે. આથી લષ્ટ અને સુંદર શબ્દોના અર્થમાં ભેદ છે.
જ્ઞાન જ સર્વથી અધિક સારું છે, આશ્ચર્યરૂપ છે અને સુંદર છે એ કેવી રીતે જણાય? તેના ઉત્તરમાં અહીં કહે છે કે- જેવી રીતે સર્વલોકો સ્નારૂપ અમૃતના પ્રવાહથી જેણે પૃથ્વીતલને વાત કરી દીધું છે એવા પૂર્ણિમાના ચંદ્રને જુએ છે તે રીતે, અંતરમાં ફેલાઇ રહેલા અતિશય બહુમાનવાળા, ઘણા હર્ષથી પૂર્ણ ચિત્તવાળા, બધી તરફથી જેમની રોમરાજી વિકસતિ બની રહી છે તેવા, આનંદપૂર્વક પહોળી થયેલી ચક્ષુવાળા લોકો બહુશ્રુતના મુખને જુએ છે. તેથી લોકમાં પુરુષત્વ(-પુરુષપણું) વગેરે ધર્મો સમાન હોવા છતાં જ્ઞાન પોતાના આધારમાં અન્ય પદાર્થોથી અધિક ગૌરવનું સ્થાપન કરે છે, અર્થાત્ જ્ઞાન જ્ઞાનીને સર્વથી અધિક ગૌરવવાળા બનાવે છે. આથી જ્ઞાન જ સર્વથી અધિક સારું છે, અધિક આશ્ચર્યરૂપ છે, અને અધિક સુંદર છે, બીજું કોઈ નહિ, એ સિદ્ધ થયું
અથવા આ ગાથાની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે– આ બહુશ્રુતના મુખથી અધિક સારું બીજું શું છે? અધિક આશ્ચર્ય બીજું શું છે? અધિક સુંદર બીજું શું છે? અર્થાત્ કોઈ નથી, એવો દઢ સંકલ્પ કરતા સર્વ લોકો ચંદ્રની જેમ બહુશ્રુતના મુખને જુએ છે. આની ભાવના પૂર્વોક્ત પ્રમાણે કરવી. [૩૪]
વળી– ઉત્કૃષ્ટ કર્મનિર્જરાનું પણ કારણ જ્ઞાન જ છે, અન્ય નહિ, એમ બતાવતા ગ્રંથકાર કહે છે
छट्ठट्ठमदसमदुवालसेहिं अबहुस्सुयस्स जा सोही । एत्तो उ अणेगगुणा, सोही जिमियस्स नाणिस्स ॥ ३५॥
છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસથી અબહુશ્રુતની જે શુદ્ધિ થાય તેનાથી અનેકગણી શુદ્ધિ ઉદ્ગમ વગેરે દોષોથી વિશુદ્ધ આહારથી દરરોજ ભોજન કરનારા પણ જ્ઞાનીની થાય છે.