________________
૧૪૦- જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [જ્ઞાનમાં ઉદ્યમ કરવો. સુધી રોગ અને ઉન્માદ આપવા વગેરેથી તુચ્છ જીવનો નાશ કરે છે અને સ્વયં પણ ઉપહાસની પ્રાપ્તિ આદિ દ્વારા નાશ પામે છે. [૨૭]
અધિક જ્ઞાન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા યોગ્ય જીવે પણ મારી તેવા પ્રકારની બુદ્ધિ નથી એથી મારે જ્ઞાન ન ગ્રહણ કરવું જોઇએ (=મારે ભણવાની જરૂર નથી) એમ ન વિચારવું. આવું કેમ ન વિચારવું તેનું કારણ ગ્રંથકાર કહે છે
मेहा होज्ज न होज व, लोए जीवाण कम्मवसगाणं । उज्जोओ पुण तहविहु, नाणंमि सया न मोत्तव्वो ॥ २८॥
લોકમાં કર્મવશ બનેલા જીવોને બુદ્ધિ હોય કે ન હોય, તો પણ જ્ઞાનમાં સદા પ્રયત્ન ન છોડવો જોઇએ.
વિશેષાર્થ– આ લોકમાં કર્મને આધીન બનેલા જીવોને બુદ્ધિની પ્રાપ્તિ કર્મને આધીન જ છે. તેથી કર્મક્ષયોપશમ થવાથી કોઇકને બુદ્ધિની પ્રાપ્તિ થાય, કોઇકને કર્મનો ક્ષયોપશમ ન થવાથી બુદ્ધિની પ્રાપ્તિ ન થાય. તેમાં જીવો શું કરે? કારણ કે જીવો કર્મને આધીન છે. પણ જ્ઞાનને ભણવામાં ઉદ્યમ ક્યારે ય ન મૂકવો જોઇએ. અહીં આ કહેવાનું થાય છે કે- બીજાની ઉત્કર્ષવાળી બુદ્ધિને જોઈને મને કંઈ ચડતું નથી એ પ્રમાણે ઉગથી ભણવાનો પ્રયત્ન સર્વથા જ ન છોડી દેવો. કારણ કે કર્મનિર્જરા જ સાધ્ય છે. તે તો બુદ્ધિવાળા કે બુદ્ધિ વિનાના મૃતનું અધ્યયન કરનાર જીવને થાય જ છે. તેમાં ઉદ્વેગ કરવાનું કોઈ કારણ નથી. [૨૮]
જો ભણનારાઓને એક દિવસમાં દશ વગેરે શ્લોકો ચડે તો ભણવાનો ઉદ્યમ યોગ્ય છે. પણ જ્યારે આખો દિવસ વગેરે જેટલા કાળમાં એકાદ વગેરે જેટલું જ ચડતું હોય તો ભણવાના ઉદ્યમથી શું? આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
जइविहु दिवसेण पयं, धरेइ पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु जइ, इच्छसि सिक्खिउं नाणं ॥ २९॥
જો તું જ્ઞાન ભણવાને માટે ઇચ્છે છે તો એક દિવસમાં એક પદ યાદ રહેતું હોય કે એક પખવાડિએ અશ્લોક યાદ રહેતો હોય તો પણ ઉદ્યમ ન છોડ.
વિશેષાર્થ– અહીં આ કહેવાનું થાય છે કે- જો કે એક દિવસ વગેરે જેટલા કાળમાં એકપદ વગેરે જેટલું જ યાદ રહે તો પણ ઘણા કાળે તે ઘણું થાય છે. પણ જો ઉગ કરીને સર્વથા જ ભણવાનું છોડી દે તો ઘણા પણ કાળે લાભ ન સાધે. તેથી જેમ તેમ કરીને પણ શ્રુતને ભણવાનો અભ્યાસ સર્વથા જ ન છોડી દેવો. કહ્યું છે કે