________________
૪૮-અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
આવેલાને પોતાનું જીવન આપ્યું, જેણે નિર્મલયશથી `ભુવનને ભરી દીધું છે એવો તે મરેલો પણ જીવે છે. આ પ્રમાણે વિચારીને કુમારે હાથને ઊંચો કરીને કહ્યું: હે પક્ષી! મારા શરણે રહેલો તું સ્વપ્નમાં પણ જરા ભય ન રાખ. હાથમાં રહેલા વજ્રથી દુ:સહ ઇંદ્ર અથવા વાસુદેવ અથવા ચક્રવર્તી તારા ઉપર બહુ કુપિત થયો હોય તો પણ હું કોઇ પણ રીતે તારું રક્ષણ કરું છું. અહીં બહુ કહેવાથી શું? ત્યારબાદ દેવે બાજપક્ષી વિકુર્વ્યુ. પાંખોથી જાણે આકાશને કંપાવતો હોય તેવો અને અતિશય લાંબી ચાંચવાળો તે બાજ ત્યાં આવ્યો. તેણે કહ્યું: હે મહાશય! ઘણા દિવસો સુધીની ભૂખથી શુષ્કદેહવાળા અને જીવિતશેષ એવા મને આ પારેવું મળ્યું છે. તેથી આને તું મને આપ. જેથી હું જતા એવા સ્વપ્રાણોને ધારણ કરું, બાજે આમ કહ્યું એટલે વિસ્મય પામેલા ચિત્તવાળા કુમારે કહ્યુંઃ શરણે રહેલાને પણ આપી દેવો તે મારા માટે યુક્ત નથી. બીજાને હણીને પોતાના પ્રાણોનું પોષણ કરવું એ તારા માટે પણ યોગ્ય નથી. (૭૫) કારણ કે જે અન્યના પ્રાણોને હણીને પોતાને પ્રાણવાળો કરે છે તે થોડા દિવસો માટે આત્માનો નાશ કરે છે. જેવી રીતે તને પોતાનું જીવન પ્રિય છે તેવી રીતે સર્વજીવોને પોતાનું જીવન પ્રિય હોય છે. પોતાનું જીવન પ્રિય છે એવા જીવોનું હું પ્રયત્નથી રક્ષણ કર. ઉદ્વેગ પામલો તું બીજાને હણીને દુ:ખનો પ્રતિકાર કરે છે. પણ તે નિમિત્તથી તું ફરી અધિકતર દુઃખને પામીશ. તને માત્ર ક્ષણવાર તૃપ્તિ થાય, પણ અન્ય જીવ જીવનનો ત્યાગ કરે. તેથી બૂમ પાડતા બીજા જીવનો વિનાશ કરવો એ પક્ષીઓને પણ યોગ્ય નથી. આ પ્રમાણે કુમારે બાજને મધુરવાણીથી ઘણીવાર હિતશિક્ષા આપી. પછી બાજે કહ્યું:, હે રાજપુત્ર! તું આ પ્રમાણે કહે છે તે બરોબર છે. હું પણ આ જાણું છું કે પરને પીડા કરવી એ સારી નથી. પણ ભૂખ્યા થયેલા વિદ્વાનોના પણ મનમાં ધર્મ રહેતો નથી. તેથી કુમારે ફરી કહ્યું: હું તને બીજું ભોજન અપાવું. બાજે કહ્યું: હે કુમાર! માંસભોજી મારે અન્યભોજનથી શું? કુમારે કહ્યું: તને બીજું માંસ પણ આપું. બાજે કહ્યું: પોતે મારેલા જીવના માંસથી બીજું માંસ મને ભાવતું નથી. હે કુમાર! બહુ કહેવાથી શું? તું જો કરુણાવંત છે અને એથી પારેવાનું રક્ષણ કરીશ તો ચોક્કસ મને હણે છે. આમ સમજીને જે યોગ્ય હોય તે કર. કુમારે કહ્યુંઃ જો એમ છે તો પારેવાની સાથે તોળીને (=જોખીને) મારું પોતાનું માંસ તને આપું. તેને ખાઇને હું સ્વજીવનું પણ રક્ષણ કર. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે રાજી
૧. અહીં તત્ત શબ્દ સ્વરૂપ અર્થમાં છે. એથી ભુવનતત્ત એટલે ભુવન. જેમ કે જકાર, અહીં કાર પ્રત્યય સ્વરૂપ અર્થમાં છે. તેથી જકાર એટલે જ.
૨. બે વસ્તુઓ પરસ્પર જોડાયેલી હોય તેને પુટ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં ચાંચના બે વિભાગ હોય છે તે બંને પરસ્પર જોડાયેલા રહેતા હોવાથી ચંચુપુટ કહેવાય.
૩. જીવિતશેષ એટલે જેના શરીરમાં જરાય તાકાત ન હોય, માત્ર આયુષ્યબળથી જીવતા હોય તેવા.