________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૭
દાહ અનુભવે છે, દીર્ઘ નિસાસા મૂકે છે, મંત્ર અને મૂળિયાં વગેરેની પણ તેમના ઉપર અસર થતી નથી. શૂન્ય બની જાય છે. ખોટી ચિંતાથી વ્યગ્ર બને છે. ગ્રહથી પકડાય છે. અસંબદ્ધ વચનો બોલે છે. અતિશય તાવ આવે છે. ન કહી શકાય તેવી ઘણી વેદનામાં પડે છે. તેથી મોટા કુળમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં કામવાસનાની વેદના ઉપશાંત થશે એવી ભ્રમણાથી લજ્જા મૂકીને માતંગ આદિની સ્ત્રીનો સંગ કરવામાં પણ પ્રવર્તે છે. તેવી પ્રવૃત્તિ થયે છતે અહીં પણ વિવિધ વિડંબનાઓથી કદર્થના કરાવાય છે. સર્વલોકોથી ત્યજાય છે. પગમાત્રથી પણ સ્પર્શ કરાતા નથી. વાંકી દૃષ્ટિ કરીને પણ કોઇથી જોવાતા નથી. લોકોથી નિંદાય છે. પશ્ચાત્તાપ વડે સ્વયમેવ શોક કરાવાય છે. સર્વસંપત્તિઓથી ભ્રષ્ટ થાય છે. લાખો વિપત્તિઓને . પામે છે. ત્યાંથી મહા નરકોમાં પડે છે. ત્યાં તપેલી તાંબાની પુતળીઓ સાથે આલિંગન કરાવાય છે. બળતી ચિતાઓમાં ફેંકાવાય છે. ઘણા કાળ સુધી અનેક દુ:ખોને અનુભવે છે. કામદેવરૂપ ભીલના બાણના ગાઢ સંબંધથી (=બાણથી અત્યંત વિંધાવાથી) જર્જરિત થયેલા કેટલાકો ક્રોડો વ્યભિચારીઓથી ઘસાયેલી વેશ્યાઓની યોનિરૂપ ખાળમાં કૃમિની જેમ આળોટે છે. પછી તેના પ્રત્યે અનુરાગવાળા થયેલા તેઓ ઘણા-પુરુષોની પરંપરાથી એકઠો કરેલો બધોય ધનસમૂહ આપી દે છે. તેથી મહાનઋદ્ધિવાળા પણ રંક જેવા થાય છે. તથા હિતૈષીઓથી લાખો યુક્તિઓથી રોકાતા હોવા છતાં પાછા ફરતા નથી. ફરી પણ માતાને પણ છેતરીને, ધનવાનોના ઘરો વગેરેમાં ચોરી કરીને, દુષ્કાર્યો કરવા વગેરે કષ્ટોને પણ સહન કરીને, નિસાસાપૂર્વક કેટલુંક ધન મેળવીને ફરી ત્યાં જ ચક્કર મારે છે. આ પ્રમાણે કામદેવથી પીડા પમાડાયેલા તેઓ વેશ્યાઓના દાસ જેવા થાય છે. તે આ પ્રમાણે પગોને વે છે. શરીરની ચંપી કરે છે. તેમનું એંઠું ખાય છે. પેનીના પ્રહારોને સહન કરે છે. મસ્તકમાં કરાતા ઘાતોને સહન કરે છે. અહીં બહુ કહેવાથી શું? જે કેટલાક મુનિઓ ધીર, અભિમાનવાળા, કળાઓના જાણકાર છે, કામદેવના બાણથી હૃદયમાં શલ્યવાળા થયેલા તેઓ પણ માહાત્મ્યને છોડી દે છે, પછી અહીં જ સ્ત્રી નિમિત્તે લાખો વિડંબનાઓથી દુઃખી કરાય છે, અને પરલોકમાં પણ નરકરૂપ અગ્નિમાં પકાવાય છે. ત્યાંથી પણ નીકળીને હીજડા, રૂપરહિત, દરિદ્ર, દુર્ભગ, નપુંસક અને લાખો દુ:ખોનું જ ભાજન થાય છે.
પછી પુણ્યમાનસે પૂછ્યું: હે સ્વામી! આ મોહરાજા પોતાના સ્ત્રીવેદ વગેરે પરિજન સહિત જ આ બધું કરે છે કે આ સૈન્યમાં બીજો પણ કોઇ સામંતરાજા વગેરે આની સહાયમાં પ્રયત્ન કરે છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! આ દુષ્ટાત્માઓનો કોઇ અપૂર્વ જ સમુદાય છે. કારણ કે જ્યાં એકનો આશ્રય કરાય છે ત્યાં પ્રાયઃ બધાય તૈયાર થઇને નજીકમાં આવી જાય છે. આમ છતાં મહાદેવનું ગળું, પાડો અને શાહીના પુંજ જેવા વર્ણવાળો અને ભયાનક આકૃતિવાળો જે આ એની પાસે જ બેઠેલો દેખાય છે તે મદનનો વિપર્યાસ નામનો સામંત