________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [માલતી રાણીની દીક્ષા-૧૩૫ સમર્થ નથી. આપણા પૂર્વજોએ સદાય પરિપાલન કરેલી પ્રજાને નાથરહિત કરીને હું છોડી પણ શકે નહિ. વળી, માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે તારે અમને જ દુષ્ટચોરોની વિડંબનાઓથી મુકાવવા જોઇએ. ઇત્યાદિ યુક્તિથી કહેવાયેલા કુમારે મસ્તકે અંજલિ જોડીને વિનયપૂર્વક કહ્યું: પિતાજી જે આદેશ કરે છે તે જ મારે પ્રમાણ છે. જ્યારે આ જિનવચન મારા ચિત્તમાં વર્તશે ત્યારે અન્ય સમયે હું પણ આ કરીશ. હમણાં તો પિતાજી જ પોતાના ઇષ્ટને કરો. આ પ્રમાણે કુમારે સ્વીકાર્યું એટલે જેના શરીરમાં રોમરાજી વિકસ્વર બની છે તેવા રાજાએ મંત્રીઓને અને સામંતોને (પુરંદરકુમારનો રાજ્યાભિષેક કરવા માટે) આજ્ઞા કરી. ઘણા વિસ્તારથી પુરંદરકુમારનો રાજ્યાભિષેક પ્રવર્તાવ્યો. વિજયસેન રાજાએ પોતે કનકમાલા વગેરે રાણીઓ, વિશદમતિ વગેરે મંત્રીઓ, સમરકેતુ વગેરે સામંતો, અન્ય ઘણા બંધુઓ અને નગરજનોની સાથે વિમલબોધ કેવલીની પાસે વિધિપૂર્વક દીક્ષાનો સ્વીકાર કર્યો.
માલતીરાણીએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ દરમિયાન વિજયસેનરાજાના અંતઃપુરની રાણી માલતીદેવી વિચારે છે કે- મારા પતિ પુણ્યશાલી છે, કમલમાલા વગેરે મારી શોકયો પ્રાતઃસ્મરણીય નામવાળી છે. બીજા પણ સામંતો વગેરે પ્રાતઃસ્મરણીય નામવાળા છે. આ બધાએ સ્વજીવનને નિષ્કલંક પસાર કરીને અંતે આ મુનીન્દ્રની પાસે દીક્ષા લીધી. પણ મંદભાગ્યવાળી મેં પુરંદરકુમારની ઇચ્છા કરી, તેની પાસે ભોગસુખની પ્રાર્થના કરી, તેના કારણે તે દેશાંતર ગયો. આથી તે દેશાંતર ગયો તેમાં હું નિમિત્ત બની. ઇત્યાદિ કલંકથી કલંકિત શરીરવાળી હું વ્રત ગ્રહણ કરું તો પણ તેનું કોઇ ફળ નથી. અને ગૃહવાસ તો પતિ અને શોકયોએ દીક્ષા લીધી હોવાથી હવે મારા માટે અતિશય નિંદનીય છે. તેથી અધમ પ્રવૃત્તિ કરનારી મારી હમણાં શી ગતિ થશે તે હું જાણતી નથી. આ પ્રમાણે ઘણી ચિંતાથી અશાંત બનેલી અને શોકરૂપ સાગરમાં ડૂબેલી માલતીદેવી નીચું મુખ રાખીને વારંવાર બીજા બીજા ઘણા વિકલ્પો કરીને જેટલામાં અશ્રુપ્રવાહને મૂકી રહી છે, તેટલામાં કેવલીએ તેના અભિપ્રાયને જાણીને તેને બોલાવીને કહ્યું: હે મહાનુભાવો! આ પ્રમાણે અધીરતા ન કર, વિષાદને છોડ. તારા પતિ વગેરેએ જે કર્યું છે તેને તે પણ કર. હું દીક્ષા લઉં તો પણ તેનું કંઈ ફલ નથી એવી શંકા ન કરવી. કારણ કે આ તારો દોષ નથી, કિંતુ પૂર્વે જેનું વર્ણન કર્યું છે તે ભોગતૃષ્ણાનો દોષ છે. તારો દોષ હોય તો પણ દીક્ષા આ ભવ અને પરભવમાં આચરેલા દુષ્કૃત રૂપ ગહનવનને બાળવા માટે અગ્નિસ્વરૂપ છે. માટે પરમાત્માએ મુમુક્ષુ જીવો માટે દીક્ષા કહેલી છે. માટે કોઈ જાતના વિકલ્પ વિના સમસ્ત દુષ્કૃતરૂપ મલને ધોવા માટે સમર્થ એવા સ્વપતિ આદિએ આચરેલા માર્ગને સ્વીકાર. આ દરમિયાન એક સાધુએ પૂછ્યું: હે ભગવંત! આણે કયા વિકલ્પો કર્યા? વળી, આપે તેને જે કહ્યું તે અમને કહેવાને