________________
૧૩૪- શાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વિજયસેન રાજાની દીક્ષા
તેથી ભાવાર્થ સમ્યગ્ જણાયે છતે સંવેગસમૂહથી પૂર્ણ હૃદયવાળા વિજયસેન રાજાએ પુરંદરકુમારને કહ્યુંઃ સારું સારું હે વત્સ! તારી બુદ્ધિથી હું સમ્યગ્ અનુગ્રહ કરાયેલો છું. આ બધુંય જાણ્યું કે અમારા જેવા મૂઢ જીવોને બોધ પમાડવા માટે ભગવાને અંતરંગ અર્થથી ગર્ભિત પોતાનું જ ચરિત્ર કહ્યું છે. પણ હે વત્સ! સમયરાજથી અહીં કોણ વિવક્ષિત છે? તેથી પુરંદરકુમારે કહ્યુઃ હે પિતાજી! હું બરોબર જાણતો નથી. તેથી કેવલીએ કહ્યું: હે રાજન્! સમયરાજ એટલે સર્વજ્ઞ સિદ્ધાંત. સર્વજ્ઞ સિદ્ધાંતના અભેદ ઉપચારથી અહીં શ્રુતરૂપ સમુદ્રના પારને પામેલા શમિનિધ નામના આચાર્ય સમયરાજ તરીકે વિવક્ષિત છે. તેથી રાજાએ કહ્યું: હે સ્વામી! તો આપની કૃપાથી મેં બધું જાણ્યું.
વિજયસેન રાજાએ સપરિવાર દીક્ષાનો સ્વીકાર કર્યો.
આ દરમિયાન પુરંદરકુમારનું મન ઉછળતા સંવેગરસના સમૂહથી ભીનું બનવા લાગ્યું. આથી તેણે બે હાથરૂપ પુષ્પકળીઓને મસ્તકે રાખીને, અર્થાત્ મસ્તકે અંજલિ કરીને, વિમલબોધ કેવલીને કહ્યું: હે સ્વામી! દુષ્ટ ચોરોનું આ બધું વર્તન સાંભળીને એમની વિડંબનાઓથી ભય પામેલો હું ક્યાંય રતિને પામતો નથી. તેથી જો પૂજ્યો મારા ઉપર પણ અનુગ્રહ કરે તો હે પ્રભુ! હું પણ દુષ્ટચોરોનો ઘાત કરનાર અનુષ્ઠાનને કરવાની ઇચ્છા રાખું છું. તેથી કેવલીએ કહ્યુંઃ તમારા જેવા માટે આ યોગ્ય છે. પછી કુમારે પિતાને આદરપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે પિતાજી! જો આપે મુનિનું વચન સાંભળ્યું હોય અને એ વચન આપના હૃદયમાં પરિણમ્યું હોય તો ચોરોથી નાશ પમાડાતા અને રક્ષણથી રહિત મને આપ છોડો=રજા આપો. આપનાથી પણ અનુજ્ઞા અપાયેલો હું પણ ચારિત્રધર્મરાજાના નગરમાં જઇને ચોરોથી દૂર જનારી(=રહેલી) નિવૃત્તિનગરીને પ્રાપ્ત કરું. તેથી અહો! કુમારથી અમે જિતાયા એમ વિચારીને વિજયસેનરાજાએ કહ્યું: હે વત્સ! જે અમારે કરવા જેવું છે તેનો તું જ આ પ્રમાણે પહેલાં જ કેમ નિર્ણય કરે છે? ઔચિત્યથી રહિત કરાતું શ્રેયસ્કર પણ કાર્ય શોભાને ધારણ કરતું નથી. તેથી પુરંદરકુમારે કહ્યું: પિતા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ છે. કેવલ પિતાએ જે શ્રેયસ્કર કાર્ય ન કર્યું હોય તે કાર્ય પુત્રે પહેલાં ન કરવું જોઇએ એવો નિયમ ક્યાંય સંભળાતો નથી. સર્વ તરફ આગ લાગી હોય અને એથી જીવો નાસી રહ્યા હોય ત્યારે અમુક પહેલા જાય અને અમુક પછી જાય એવી પ્રથમપશ્ચાદ્ભાવની ગણતરી થતી નથી. તેથી હે પિતાજી! કૃપા કરીને મને છોડો=રજા આપો. આ પ્રમાણે કુમારનો આગ્રહ જાણીને સહસા ઊભા થઇને કુમારને બાહુમાં લઇને રાજાએ કહ્યું: હે વત્સ! જો કે એ પ્રમાણે છે તો પણ આ સમયે તારાથી નિશ્ચિત કરાયેલા કાર્યને હું જ કરવાને ઇચ્છું છું. તને છોડીને બીજો કોઇ મારા રાજ્યના ભારને વહન કરવામાં