________________
૮૨-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર તેણે નંદીપુર નગરમાં પ્રવેશ કર્યો. સર્વ વેશ્યાઓમાં શ્રેષ્ઠ ચંદ્રકાંતા વેશ્યાના ઘરે રહેતો કુમાર વિવિધ પ્રકારના વિલાસોને કરે છે.
બંધુમતીનું અપહરણ ઘણાઓની સહાયથી સહિત હોવા છતાં બ્રાહ્મણના વિયોગથી જાણે પોતે એકલો હોય તેમ માનતો તે ઉદ્યાનમાં, તથા જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય અને જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તેવા સ્થાનોમાં ફરે છે. ત્યાં ચાર બુદ્ધિનો ધણી શ્રીનંદન નામનો મંત્રીપુત્ર તેનો મિત્ર થયો, અને પોતાના પુત્રથી પણ અધિક પ્રિય થયો. હવે એકવાર કુમાર મનોહર દેવમંદિરમાં રહેલો હતો ત્યારે નગરના સ્વામી સૂરરાજાના રાજમહેલમાં મોટો કોલાહલ થયો. તે કોલાહલને સાંભળીને શસ્ત્રાદિથી સજ્જ થઈને સુભટસમૂહ ચારે તરફ દોડવા લાગ્યો. ત્યાં સરકી ગયેલું વસ્ત્ર એક હાથથી જેણે પકડ્યું છે એવી નગરની એક સ્ત્રી દોડી રહી છે. તથા જેનું વસ્ત્ર લટકી રહ્યું છે અને અંબોડો છૂટી ગયો છે એવી બીજી સ્ત્રી પણ દોડી રહી છે. સંભ્રાંત થયેલા વણિકોના સંચારવાળી દુકાનોના દરવાજા બંધ થઈ રહ્યા છે, સંભ્રમથી જનસમુદાય દોડી રહ્યો છે, એવા માર્ગો દેખાય છે. તેથી તે વૃત્તાંત જાણવા માટે કુમારે એક માણસને મોકલ્યો. એ પુરુષ ત્યાં જઈને અર્ધીક્ષણમાં પાછો આવ્યો. તેણે કુમારને કહ્યું: તે વૃત્તાંતને હું કહું છું તમે સાંભળો. આ નગરમાં નામથી અને ગુણથી પણ સૂરરાજા છે. વિધિએ સંપૂર્ણ વિશ્વના રૂપાદિ ગુણોને લઈને નિર્મિત કરેલી અને અતિશય પ્રિય બંધુમતી નામની તેની પુત્રી હતી. વિધિએ દેવલોકની સારભૂત અપ્સરાને પણ બંધુમતીનું સર્વોત્કૃષ્ટ રૂપ જોઈને જાણે તેનું પ્રતિબિંબ હોય તેવી બનાવી એમ હું માનું છું. તેના લોચનરૂપ બાણના પ્રહારથી પરાધીન થયો હોય તેમ કામ આજે પણ તેના ઉપર પોતાના બાણનું અનુસંધાન કરતો નથી. હે કુમાર! આવી બંધુમતી તારી દષ્ટિમાં પડી નથી. અને તે બંધુમતીનું અદેશ્યરૂપવાળા કોઇએ અપહરણ કર્યું છે તેથી નગરમાં આ કોલાહલ થયો છે. આ સાંભળીને કુમારે વિચાર્યું. જો, કેવું થયું? અમારા જેવા અહીં વિદ્યમાન હોવા છતાં બીજા વડે તે અપહરણ કરાઈ અથવા દેડકાઓ નજીક હોવા છતાં કમલિની તેમના ભોગનું સ્થાન બનતી નથી, ભમરાઓ દૂરથી આવીને પણ તેને ભોગવે છે. (૧૨૫) કુમાર ઇત્યાદિ વિચારી રહ્યો હતો તેટલામાં નજીકમાં રહેલો કોઈ બોલ્યોઃ જો કે નીચા-ઊંચા સ્થાનોથી હરણ કરાતી (=વળાતી) મહા નદીઓ સો વાર વળે છે, તો પણ તે સાગર! મહાનદીઓનું સ્થાન તું જ છે. આ વચન બંધુમતીની પ્રાપ્તિને સૂચવે છે, પણ યુક્તિથી તે ઘટતુ નથી, અને વિધિ નિપુણ છે. તેથી આમાં શું થશે તે અમે જાણતા નથી. એ પ્રમાણે વિચારતો કુમાર સ્વસ્થાને ગયો.
પુરંદરકુમારે બંધુમતીને શોધી લાવવાની પ્રતિજ્ઞા કરી. આ તરફ પુત્રીના વિરહમાં રાજા બહુ પ્રલાપ કરે છે, નગરના વૃદ્ધોને, મંત્રીઓને અને