________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૩ કયાંક રાસડા લેવાય છે. કયાંક વહિકા થાય છે. ક્યાંક કામચેષ્ટાની પ્રધાનતાવાળા ગાયનો થાય છે. તથા ક્યાંક ઉન્માદપૂર્વક ચિચિયારીઓ, ક્યાંક રેલૂકકાઓ અને ક્યાંક બૂમો પાડવામાં આવે છે. ક્યાંક પરસ્પર મસ્તકમાં આઘાત, કયાંક પીઠમાં માર અને ક્યાંક હૃદયમાં ઘાત કરવામાં આવે છે. ક્યાંક વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે. કયાંક મલ્લોના હાથ ઠોકવામાં આવે છે. ક્યાંક લજ્જાને મૂકીને હાંસી-મશ્કરી કરવામાં આવે છે. ક્યાંક પ્રતિબંધ વિના કુદવામાં આવે છે. કયાંક ભાંડની ચેષ્ટાઓ કરવામાં આવે છે, ક્યાંક હાથીઓને, કયાંક મલ્લોને, ક્યાંક વંઠપુરુષોને અને ક્યાંક કુકડાઓને લડાવવામાં આવે છે. તથા ક્યાંક કોડિઓથી, ક્યાંક પાસાઓથી, ક્યાંક અશ્વોથી, ક્યાંક નાળિયેરને ભાંગવા વગેરે ક્રીડાથી ક્રીડા કરે છે. તથા ક્યાંક અંકુશ વિના દોડે છે. ક્યાંક ઉલ્લાસ પામે છે. કયાંક કુદે છે. કયાંક પાણી પર તરે છે. ક્યાંક નૃત્ય કરે છે. ક્યાંક હસે છે. ક્યાંક રડે છે. ક્યાંક ક્રોધ કરે છે. ક્યાંક ઝગડે છે. કયાંક શસ્ત્રોથી પ્રહાર કરે છે. ક્યાંક પરધનને ચોરે છે, લૂંટે છે. ક્યાંક પરસ્ત્રીઓ સાથે કામક્રીડા કરે છે. પરસ્ત્રીની સાથે ક્રીડા કરવાના પ્રસંગથી કેટલાક કેદમાં નંખાય છે, કેટલાક બંધાય છે, કેટલાક હાથ, પગ અને વૃષણના છેદનથી અને નેત્રોને ઉખેડવાથી હણાય છે. કેટલાક માર મરાય છે. આ વૃત્તાંતો અને આના જેવા બીજા પણ અનેક વૃત્તાંતોથી સર્વલોક સદાય વ્યાકુળ છે. વનમાં રહેલા લોકોને કલકલ અવાજ ઉગ કરે છે એમ જાણવા છતાં ક્યારેય કલકલ અવાજ કરતા અટકતા નથી.
ત્યારબાદ શ્રેયોરતિએ પૂછ્યું: હે સ્વામી! આ મોહરાજા સ્વયં ક્યાં રહે છે? તેથી આગળ કંઈક દૂર મોહરાજા પાસે જઈને સમયરાજે કહ્યું: હે ભદ્રો! આગળ જે આ અત્યંત વિશાળ અને બહુ ઊંચો કુવાસનાપટલ નામનો મહાન તંબુ દેખાય છે તે તંબુના દ્વાર પાસે આ અકુશલમતિ નામની મહામાંડવી દેખાય છે, તેની નીચે ક્લિષ્ટપરિણામ સમુદય નામના મહાન સિંહાસન ઉપર બેઠેલો જે આ રાજસ-તામસભાવરૂપ પહોળી આંખોથી ભુવનતલ ઉપર કટાક્ષ કરી રહ્યો છે, સર્વ આગ્રહસમૂહથી બનાવેલી લાંબી દાઢી-મૂછને હાથથી વારંવાર સ્પર્શતો, અવિદ્યા નામની સ્વકાયારૂપી લાકડીને વારંવાર જોતો, સેવા માટે આવેલા અને નમેલા કામદેવ વગેરે મહાન માંડલિક રાજાઓની પીઠ ઉપર રમતથી હાથ ફેરવતો, પોતાના મહાસ્થાનની મધ્યમાં રહેલો છે. તેને તમારે મોહરૂપ મહાચોરોનો રાજા જાણવો. આ મોહરાજા સંપૂર્ણ ત્રણે ભુવનનો સંહાર અને સર્જન કરે છે. પોતાના વીર્યરૂપ દંડથી વિશ્વને ચક્રની જેમ જમાડે છે. સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓએ જેની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે તે આ મોહરાજાના ગુણોને કહેવા માટે કોણ સમર્થ છે? તેની આગળ બેઠેલી જે સ્થૂલ સ્ત્રી દેખાય છે તે આ રાજાની મહામૂઢતા નામની પત્ની છે. ૧. વહિકા શબ્દનો અર્થ સમજાયો નથી. ૨. રેલૂકકા શબ્દનો અર્થ સમજાયો નથી.