________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૧ વળી આગળ આ જે નારી છે તે વિકથા નામની મહાયોગિની છે. તે સઘળાય મોહરાજાનો વિજય કરે છે અને ચાર મુખવાળી છે. આ એક મુખથી રાજચિંતા, બીજામુખથી દેશચિંતા, ત્રીજામુખથી ભક્તચિંતા અને ચોથા મુખથી અંત:પુર આદિની ચિંતા (=સ્ત્રીચિંતા) કરે છે. એ પ્રમાણે સઘળાય મોહરાજ્યની વૃદ્ધિ કરે છે. તેથી મહાદુષ્ટ આનો પણ દૂરથી ત્યાગ કરવો. અન્યથા આ વિકથા યોગશક્તિથી જીવોના મુખોમાં પ્રવેશ કરે છે. તેના પ્રવેશ માત્રથી જ જીવો રાજાનું શરીર, કોઠાર, હાથી, અશ્વ, સામતરાજા, પ્રધાન વગેરેની નિરર્થક નિંદા કરે છે. કલ્પેલા પરિગ્રહ આદિની નિરર્થક જ પ્રશંસા કે નિંદા કરે છે. રસોઈના પાકોની (=ભોજનની) પ્રયોજન વિના વિસ્તારથી પ્રશંસા કે જુગુપ્સા કરે છે. પોતાનું કોઈ કાર્ય સિદ્ધ ન થતું હોવા છતાં સ્વ-પર દેશની પ્રશંસા કે નિંદા કરે છે. દ્રવિડ અને કર્ણાટક આદિ દેશોની સ્ત્રીઓની ગતિ ( ચાલ), સ્મિત, વચન, રૂપ, લાવણ્ય અને વિલાસ આદિની ઘણી કથા કરે છે. આ અંગે સ્પર્ધાપૂર્વક વિવાદ કરે છે. યથેચ્છ બોલે છે. છૂટી છૂટી ફેલાયેલી પરસ્પર વાતચિત કરીને દિવસો પસાર કરે છે. ચાડી-ચુગલીઓ કરે છે. બધાયની ગુપ્ત વાતોને ઉઘાડી પાડે છે. જે પ્રાણાંતે પણ ન બોલવું જોઈએ તે પહેલાં જ બોલે છે. જો હિતની ઈચ્છાથી કોઈ શિષ્ટ તેમને તેમ કરતા રોકે તો કેટલાક તેના ઉપર જ હસે છે, કેટલાક તેની સાથે વિવાદ કરવા લાગી જાય છે. કેટલાકો તેની અવજ્ઞા કરે છે. કેટલાક તો પહેલાં બધું સ્વીકારીને (આમ ન બોલવું જોઈએ વગેરે સ્વીકારીને) પછી પોતાનું મુખ બંધ રાખવા અસમર્થ થવાથી તે જ પ્રમાણે ઉશ્રુંખલપણે પરનિંદા આદિમાં પ્રવર્તતા દેખાય છે. તેથી રાજા વગેરે તેમની જીભને છેદે છે, બે હોઠોને કાપે છે, દાંત પાડે છે, મુખમાં કીડી વગેરે ભરીને મુખને સીવે છે. ભવાં ઉખેડે છે. ગળાના ભાગોને છેદે છે. મુખમાં તપેલું સીસું નાખે છે, કયાંક તેલ વગેરે અશુચિ દ્રવ્યો નાખે છે. વિશેષ શું કહેવું? વિકથાયોગિનીથી પકડાયેલા જીવો અહીં વિડંબનાઓને પામીને નરક નામના યોગિનીના પીઠમાં લાંબા કાળ સુધી દુ:ખી રહે છે. ત્યાંથી નીકળીને તિર્યંચ આદિ ગતિમાં મુંગા, જડ, નપુંસક અને કાન-નેત્ર વગેરેથી રહિત બનેલા તે જીવો જિહ્યાછેદ વગેરે દુઃખોને સહન કરે છે. ત્યાગ કરાતી આ વિકથા મહાયોગિની પણ જો તમારી પીઠ ન છોડે તો મારા આપેલા શુભધ્યાનરૂપ મહામંત્રથી તેનો નિગ્રહ કરવો.
આ વનમાં અસત્યવૃત્તિ અને અનાર્યક્રિયા વગેરે નામવાળી મહાપલ્લીઓમાં અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ અને ધર્મશૈથિલ્ય વગેરે નામવાળા મહાપલ્લિપતિઓ રહે છે. આમની પાસેથી જતો ચક્રવર્તી પણ લુંટાયા વિના જતો નથી. આ મહાપલિપતિઓ મુસાફરોને 'જીવતા પકડે છે અને અનંતકાળ સુધી વિડંબના કરે છે. તેથી
૧. અહીં ગૌવપ્રાર્દ એ પ્રયોગમાં સિદ્ધહેમશબ્દાનુશાસન ||૪| દશ II સૂત્રથી પમ્ પ્રત્યય લાગ્યો છે.