________________
૧૨૦- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા અંગવાળા, રોગ, શોક અને દુઃખોથી પીડિત થયેલા અને સર્વ પ્રકારના વૈભવથી રહિત તે જીવો ઘણી હીન યોનિઓમાં ભમે છે. ભોગ- તૃષ્ણાથી વશ કરાયેલા તે જીવો ફરી પૂર્વે બતાવેલા શબ્દાદિરૂપ વૃક્ષોના ઉપભોગમાં પ્રવર્તે છે. તેમાં પ્રવર્તેલાઓને શું થાય છે તે પૂર્વે જણાવેલું જ છે. તેથી આ લોભપિશાચને પણ પોતાનું હિત ઇચ્છનારાઓએ દૂર કરવો જ જોઇએ. જો દૂર કરવા છતાં ફરી પીઠ ન છોડે તો મારાથી અપાયેલી જ સંતુષ્ટિ(=સંતોષ)રૂપ લાકડીથી મસ્તકમાં તેવી રીતે મારવો કે જેથી દૂરથી પલાયન થઈ જાય.
મોહરાજાના પરિવારનું વર્ણન. વળી બીજું – આ ક્રોધ દાવાનલ અને માનગિરિ વગેરેની નિશ્રામાં રહેલું હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્તા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નામવાળું મહાદુષ્ટચરોનું ટોળું સદાય મુસાફરોને રસ્તામાં લૂંટે છે. ત્યાં મારા ભોમિયાપુરુષની સહાય લઈને જ સદાય સાવધાન થઈને વનને ઓળંગવું.
વળી આગળ જે આ આળસપૂર્વક પગો મૂકે છે, આંખોને બંધ કરે છે, અંગોને ડોલાવે છે, તે નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને સ્વાદ્ધિ નામની મોહરૂપ મહાચરના દર્શનસંવરણ નામના મહામાંડલિકરાજાએ જગતને મૂઢ બનાવવા માટે સૈન્યની પાંચ નારીઓ નીમી છે એમ જાણવું. એમનાથી મૂઢ બનાવાયેલા જીવોની વિશિષ્ટ ચેતના જતી રહે છે, શ્રુતને ભૂલી જાય છે, ધર્મનાશ પામે છે, શિષ્ટપુરુષોએ આપેલા ઉપદેશ-રહસ્યો નાશ પામે છે. સર્વકાર્યો સીદાય છે (સર્વથા થતા નથી કે વ્યવસ્થિત થતા નથી.) શત્રુઓ સમર્થ થાય છે. સર્પ, અગ્નિ અને ચોર વગેરેની આપત્તિઓ આવે છે. સર્વસંપત્તિઓ વિનાશ પામે છે તે પણ અજ્ઞાનથી હણાયેલ ચિત્તવાળા જીવો એમને મેળવવાનો ઉદ્યમ કરે છે, અને બોલે છે કે–તેમનો સંગ સુખ આપે છે, એમનું શરીર કોમલ અને પ્રિય છે. આ પ્રમાણે તેમનાથી મૂઢ બનાવાયેલા જીવો સંકટરૂપ સમુદ્રમાં પડે છે. તેથી પોતાનું હિત ઇચ્છનારા જીવોએ આમનો પણ દૂરથી ત્યાગ કરવો જોઈએ. જેમનાથી આમનો સર્વથા ત્યાગ ન થઈ શકે તેમણે છેલ્લી ત્રણનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઇએ. છેલ્લી ત્રણ નારીઓ સદા દુર્ગતિ તરફ ચાલનારા, સર્વલક્ષણોથી રહિત અને અતિશય ભારેકર્મી જીવોનું સાંનિધ્ય સ્વીકારે છે. તેમાં પણ પાંચમી નારી તો વિશેષથી ઉક્તપ્રકારના જીવોનું સાંનિધ્ય કરે છે. પાંચમી નારી પ્રાયઃ નરકગામી જીવોને મળે છે.
૧. ફિ શબ્દનો અર્થ મને સમજાયો ન હોવાથી વિદ્દ પ્રથજીન એ બે પદોનો અર્થ અનુવાદમાં લખ્યો નથી. ૨. ગુજરાતીમાં વાટાડુ એટલે લુંટારો. વાટને પાડે તે વાટપાડુ.