________________
જ્ઞાનદાન દ્વાર) ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૭ અશુભ પરિણતિના કેટલાક પુત્રોને પણ લઈ આવી હતી. તે પુત્રોએ તે વૃત્તાંતને જોયો. પછી કેટલાક સમયરાજ ઉપર આક્ષેપપૂર્વક આક્રોશ ઠાલવે છે, કેટલાકો તાળીઓ પાડીને અતિશય હસે છે. બીજા કેટલાક વિમલબોધ વગેરેનો તિરસ્કાર કરે છે. બીજા કેટલાકો અદૃષ્ટસંચય આદિ કુટુંબને નિષ્ફરપણે ઠપકો આપે છે. કેટલાકો તો અમે જ અહીં પુણ્યશાળી છીએ કે જેથી સમયરાજના વશમાં ન પડ્યા. હજી પણ કામ વગેરે ચોરો સ્વમિત્રોની સાથે સ્વેચ્છાથી આપણે ક્રીડા કરવી જોઈએ એમ કહીને કલકલ અવાજ કરતા ભાગી ગયા. પછી બધાએ જઇને તે જ ચોરોની સાથે અતિશય ક્રીડા કરવાનું શરૂ કર્યું. ચોરો પણ સમયરાજના ભયથી વિમલબોધ વગેરેનું અપહરણ કરેલું ધન આપીને તે પ્રદેશથી નાસી ગયા.
પછી સમયરાજે વિમલબોધ વગેરેને કહ્યું હે મહાનુભાવો! આગળ આ અનેક વૃત્તાંતોથી વ્યાપ્ત મનોભૂમિ નામની ભૂમિ છે. તેની મધ્યમાં રહેલા, પ્રશમ નામના કિલ્લાથી સુરક્ષિત, કલ્યાણમિત્રસેવા નામની ખાઇથી વીંટળાયેલા આ વિમલચિત્ત નામના નગરને તમે જુઓ. જે નગરમાં રહેનારા લોકોની સમૃદ્ધિને જોઇને કુબેર પણ શરમાય છે, ઈદ્રો પણ તેવી સમૃદ્ધિને ઇચ્છે છે, ચક્રવર્તીઓ પણ તેવી લક્ષ્મી આગળ પોતાની લક્ષ્મીને તૃણ સમાન માને છે, વધારે કહેવાથી શું? બલવાન પણ તે ચોરો જેની સીમાનું ઉલ્લઘંન કરતા નથી, અનંતગુણોથી ભરેલા તે નગરની પ્રશંસા કરવા માટે કોણ સમર્થ છે? તે નગરની અંદર રહેલા મહેલને જુઓ. આ મહેલ ચરણમોહજય નામથી પ્રસિદ્ધ છે. દેવો પણ તેની ઇચ્છા કરે છે. તે એકવીસ માળનું છે. સમસ્ત સમૃદ્ધિઓથી પરિપૂર્ણ છે, વિકાસ પામતી અનેક શુભ ક્રિયાના સમૂહ રૂપ ધજાઓથી સુશોભિત છે. દ્વાર આગળ રહેલો નિજાવરણકર્મ નામનો દ્વારપાળ બીજાઓને અંદર પ્રવેશવા દેતો નથી. વળી તે નગર વિશ્વને જિતનારા અનંત સગુણો રૂપી સુભટોથી ભરેલું છે. ચારે તરફ સંતોષ રૂપ સુંદર ઉદ્યાનથી શોભિત છે. એ મહેલમાં આગળના ભાગમાં નિરીહતા નામની વેદિકામાં સુદર્શન નામના રત્નમય મહાન સિંહાસન ઉપર બેઠેલા ચારિત્રરાજાને તમે જુઓ. એ ચારિત્રરાજા જાણે ત્રણ ભુવનને ધારણ કરવાથી ઊંચે ગયેલા અને પુનઃ પાછા ફરેલા (નીચે આવેલા) પોતાના યશપુંજો હોય તેવા શ્વેતચામરોના સમૂહોથી વીંજાઈ રહ્યા છે. તેમના ચરણ નખનો પ્રભાસમૂહ સેવા માટે આવેલા અને નમેલા ઇદ્રો અને રાજાઓના મસ્તકે રહેલા મણિમય મુકુટમાંથી ઉછળતા ઘણા રત્નકિરણોથી પુષ્ટ બન્યો છે. મોહરૂપ મહાચોરોથી કેદ કરાયેલા મનુષ્યોને અને દેવોને ચારિત્રરાજાએ બલથી છોડાવ્યા. આથી મનુષ્યોની અને દેવોની પત્નીઓ ચારિત્રરાજાના ચંદ્ર જેવા નિર્મલ ગુણસમૂહના સંબંધવાળા મધુર ગીતો ગાવા લાગી. ચારિત્રરાજાના બે કાન એ ૧. અહીં મચચાનાવાષ્યિો તિરૂત્સને 1 ૨ા૨ ૬૪iા એ સૂત્રથી ચોથી વિભક્તિનો પ્રયોગ થયો છે.