________________
૧૧૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
નામના તમારા જ ચાલતા ઘરમાં. જો કે તમે તે બધું હમણાં સારી રીતે જોતા નથી. તો પણ હું બધું ય પ્રગટ કરીને તમને આપીશ. આથી આ વિષે તમારે જરા પણ શંકા ન કરવી. ફક્ત મારાથી પ્રગટ કરાયેલી પણ તમારી અંતરંગ લક્ષ્મી રક્ષણના એક મોટા ઉપાયથી સ્થિર થશે. તે ઉપાય અતિશય અપ્રમાદમાં તત્પર બનેલાઓથી જ સાધી શકાય છે. હે ભગવંત! એ ઉપાય કયો છે? કહું છું. મેં ચોરો પાસેથી બળપૂર્વક છોડાવીને નિર્મલ કરીને અસાધારણ મહાપ્રભાવવાળું મનોરત્નરૂપ ચિંતામણિરત્ન તમારા યથોક્ત ઘરમાં મૂકેલું છે. જો ચોરોથી ચોરાતા તેની યત્નથી રક્ષા કરીને તેને સદા ય પોતાની પાસે રાખવામાં આવે તો સઘળી ય આ અંતરંગલક્ષ્મી પ્રતિક્ષણ વધે. પ્રલયકાળમાં પણ જતી નથી. પણ હે મહાનુભાવો! આ બહુ દુષ્કર છે. કારણ કે મોહરૂપ મહાચોર વગે૨ે ચોરો આને ચોરવામાં જ સદાય ઘણો પ્રયત્ન કરે છે. મનોરત્નરૂપ ચિંતામણિરત્ન ચોરાયે છતે બાકીનો તમારો સઘળો અંતરંગ વૈભવ તેના પ્રભાવથી આકર્ષાઇને સ્વસ્થાનમાં રહેલા પણ તે ચોરોના પોતાના હાથમાં રહેલું જ થશે. તેથી તે ચોરો તે રત્નને ચોરવા માટે સતત કુવિકલ્પ નામના ગુપ્ત મહાચોરોને મોકલે છે. તે ચોરો ખાતર પાડે છે, હુમલાઓ કરે છે, અને જાતે જ ગુપ્ત રહીને નજીકમાં ચારેબાજુ ફરતા રહે છે, જ્યાં ત્યાં જે તે છિદ્રોને જોતા રહે છે. પછી છિદ્ર મળી જતાં જલદી જ તેને ચોરી લે છે. પછી ચારિત્રધર્મરાજાના સૈનિકોથી માર મરાયેલા તેઓ કોઇપણ રીતે તેને પાછું મૂકી દે છે. ફરી તે પ્રમાણે ચોરે છે. ફરી તે પ્રમાણે જ મૂકી દે છે. આ પ્રમાણે તેઓ આ વિષયમાં અતિશય આદર (=પ્રયત્ન) કરે છે. તેથી હે વત્સો! મજબૂત સદ્ભાવના રૂપ પેટીમાં તેનું પ્રયત્નથી રક્ષણ કરવું, રાત-દિવસ જ અપ્રમત્તજાગરિકાથી જાગતા રહેવું, ફક્ત મારા આપેલા મહામંત્રનું પરાવર્તન કરવું. ચાર દિશાઓમાં શુભયોગ નામના મહા સુભટોને પહેરેગીર તરીકે સ્થાપવા. આ પ્રમાણે તે રત્નનું યત્નથી રક્ષણ કર્યે છતે અને પોતાની અંગરંગ લક્ષ્મી ઉત્કર્ષને પામ્યે છતે સર્વ ઇચ્છિત વસ્તુને પામશો.
પ્રમાદરૂપ વનનો પરિચય
આ દરમિયાન વિમલબોધના નાના ભાઇ વિશ્વભરે કહ્યું: હે સ્વામી! પગલે પગલે આ વિષમ ચોરો રહેલા છે. તેથી એમના આવાસો વગેરેનું દર્શન કરાવવા દ્વારા તેમનું સ્વરૂપ સારી રીતે જણાવો કે જેથી અનુપયોગથી પણ તેમના આવાસો તરફ ન જઇએ, અને તેનું રક્ષણ કરવાના ઉપાયમાં સમ્યગ્ પ્રયત્ન કરીએ. આ દરમિયાન પુરંદરકુમારે વિચાર્યું. અહો! વિશ્વભરે સારું પૂછ્યું. મારા હાર્દિક અભિપ્રાયને સારી રીતે જાણીને જ એણે આ કહ્યું છે. તેથી એકાગ્રચિત્તવાળા થઇને આ સાંભળવું જોઇએ. પછી સમયરાજે કહ્યું: હે આયુષ્યમંતો! ૧. આયુષ્યમંત એટલે દીર્ધાયુ.