________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૩ જો તમારી તેમના આવાસનું સ્વરૂપ વગેરે જાણવાની ઇચ્છા છે તો આ જ મનોભૂમિની નજીકના પ્રદેશમાં આવો, જેથી આ બધું પણ સંક્ષેપથી બતાવી આપું. તેથી બધાએ આનો સ્વીકાર કર્યો. સમયરાજ અર્ધીક્ષણમાં તે પ્રદેશમાં લઈ ગયો. પછી હાથને ઊંચો કરીને સમયરાજે કહ્યું: હે મહાનુભાવો! આગળ પ્રમાદવન નામના મોટા વનને જુઓ. વન અતિ ગહન હોવાથી તેમાં પ્રવેશ કરતા દેવોના પણ ચિત્તો મુંઝાય છે, અંગો થાકી જાય છે, આત્મા ભૂલી જાય છે, દિશામોહ થાય છે, સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. વળી બીજું- આ વનમાં રહેલા પાપીઓ નિશંકપણે (ચારે બાજુ) જુએ છે, શિકારથી આનંદ માને છે, માંસનું ભક્ષણ કરે છે, દારૂ પીએ છે, પરસ્ત્રીઓની સાથે ક્રિીડા કરે છે, સ્વછંદપણે કૂદે છે, નિરંકુશપણે દોડે છે, લજ્જારહિત બુમો પાડે છે, ઉન્માદપૂર્વક ગાય છે, વ્યાકુલતાપૂર્વક નૃત્ય કરે છે, પરસ્પર યુદ્ધ કરે છે. ક્યાંક બહુ ઊંઘે છે, ક્યાંક ઇચ્છા મુજબ વિવાદ કરે છે. વળી બીજું- તે જ સદાય સર્વ ચોરોનું આવાસ છે, પરસ્ત્રીગામીઓનું સ્થાન છે, જુગારીઓને રહેવાનું સ્થાન છે, દારૂડિયાઓની ઉપદ્રવરહિત વસતિ છે, શિકારીઓને આનંદનું કારણ છે, વિશેષ કહેવાથી શું? આ વન શિષ્ટપુરુષોથી સર્વથા જ દૂરથી જોડાયેલું છે, હલકા પુરુષોથી સેવાયેલું છે. આ વનમાં ચારે બાજુ વિવિધ પ્રકારના સ્થાનોમાં જે દારૂ, આસવ, સુરા, મદ્ય, મદિરા વગેરે પીણાં દેખાય છે તેમને પણ સર્વ અનર્થોના કારણ જાણવા. તે આ પ્રમાણે- અજ્ઞાનતાથી અંધ બનેલા દારૂ પીનારાઓ દારૂ પીધા પછી હલકી ચેષ્ટા કરે છે, અને તેમની સ્મૃતિ તુરત જ નાશ પામે છે. અંગો વિષમ બને છે, સહન ન થવાના કારણે પૃથ્વીતલ ઉપર પતન થાય છે, ઊલટીઓ થાય છે, કૂતરાઓ મોઢામાં મૂતરે છે, (મુખમાંથી) અશુભ ગંધ ઉછળે છે, શરીરમાં માખીઓનો સમૂહ ગણગણાટ કરે છે, વસ્ત્ર વિના ઘૂંકે છે. શિષ્ટ લોકો મુખ ઢાંકીને પરાડુ મુખ થાય છે. વિવેક સર્વથા નાશ પામે છે. ગુરુવચનોને યાદ કરતો નથી. સુદેવ-કુદેવનો ભેદ લક્ષ્યમાં આવતો નથી. માતા-પિતા આદિના સંબંધની વ્યવસ્થા રહેતી નથી. તેથી માતામાં પણ પત્નીની જેમ વર્તે છે, પત્નીમાં પણ માતાની જેમ, બહેનમાં પણ દાસીની જેમ, દાસીમાં પણ બહેનની જેમ, પિતા આદિમાં પણ વૈરીની જેમ, વૈરીમાં પણ પિતા આદિની જેમ વર્તે છે. બહુ કહેવાથી શું? દારૂ વગેરે પીણાં પીનારાઓ આ લોકમાં પણ ધનક્ષય આદિનું ભાજન થઇને ઘોર નરકમાં પડે છે. નરકમાં પરમાધામીઓ વડે ગરમ કરેલું સીસું અને ગરમ કરેલું ઉકળતું તેલ પીવડાવવામાં આવે છે. વજના સાણસાઓથી સદા હોઠ અને જીભ વગેરે તોડવામાં આવે છે. નારકો આકંદન કરતા હોવા છતાં તેમના શરીરને ચરબી, લોહી અને પરૂથી પૂર્ણ કરીને મુખ સીવી દેવામાં આવે છે.
૧. દારૂ વગેરે શબ્દો સામાન્યથી એક અર્થવાળા છે. પણ વિશેષથી જુદા જુદા પ્રકારના દારૂની અપેક્ષાએ ભિન્ન
અર્થવાળા સમજવા.