________________
શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૧ છેદવામાં કરવો. યથાયોગ્ય સઘળા હથિયારોનો ઉપયોગ કરીને પણ નાયકસહિત શત્રુસૈન્યને હણીને રણમેદાનમાં જયપતાકા ગ્રહણ કરવી. ચારિત્રધર્મરાજના સૈનિકોને હર્ષ પમાડવો. આ પ્રમાણે કર્યું છતે આ રાજા તે રીતે ઉત્કર્ષને જુએ છે કે જેથી પોતાના રાજ્યની સારભૂત નિવૃત્તિનગરી પણ પ્રસન્ન થઈને આપી દે છે. તે નગરીમાં લોકો ત્રણ જગતથી ચઢિયાતા વૈભવના માલિક છે. કોઇનું પણ દારિત્ર્ય સ્વપ્નમાં પણ દેખાતું નથી. રોગો થતા નથી. શોકો આક્રમણ કરતા નથી. વૃદ્ધાવસ્થા રૂપી રાક્ષસી પાસે પણ ફરકતી નથી. તે મૃત્યુરૂપ મહાસિંહ પણ દૂરથી ત્રાસ પામે છે. સુધા પીડતી નથી. તૃષા બાધા કરતી નથી. કોઇનો જરાપણ પરાભવ દેખાતો નથી. દીનતા જોવામાં આવતી નથી. ખેદ કદર્થના કરતો નથી. ચિંતા રૂપી દાવાનલની જ્વાળાઓની શ્રેણિ બાળતી નથી. રાજા પકડતો નથી.
ક્યારેય કલહ રૂપ આગ લાગતી નથી. સંપત્તિ ચાલી જતી નથી. વિપત્તિઓ સ્પર્શ કરતી નથી. ઈષ્ટવિયોગ ક્ષણવાર પણ રહેતો નથી. અનિષ્ટસંયોગો પીડા કરતા નથી. દુર્જનોના દુર્વચનો ઉદ્વેગ પમાડતા નથી. કોઈને ય આજીવકિની મુશ્કેલી જોવામાં આવતી નથી. ઘરો જીર્ણ થતા નથી. બાળકો રડતા સંભળાતા નથી. દુષ્કર્મ કરનારા વેપારીઓ સંતાપ પમાડતા નથી. કોઈને પરસ્પર મત્સરભાવ દેખાતો નથી. વિશેષ કહેવાથી શું? તે સઘળા ય દુષ્ટ મહામોહરૂપ ચોર વગેરે ચોરોનું પણ નામ પણ સંભળાતું નથી. નિવૃત્તિનગરીમાં જીવો સ્વાભાવિક અનંતસુખવાળા હોય છે. સર્વ તકલીફોથી રહિત હોય છે. બધા ય જીવો અનંતકાળ સુધી આનંદ અનુભવે છે.
તેથી આ જાણીને યથોક્ત વિધિથી તમારે અપ્રમત્ત બનીને આ રાજાની સમ્યગૂ આરાધના કરવી. પણ જો નિમેષમાત્ર પણ પ્રમાદ કરશો તો આ રાજા તમારી ચિંતા પણ નહિ કરે. તેથી પોતે મોકલેલા અશુભ અધ્યવસાય નામના ચોરોથી આકર્ષાયેલા તે સઘળા ય ચોરો અવસર મેળવીને પ્રગટ થશે. પછી આ લોકોએ અમારા શત્રુનો આશ્રય લીધો છે એમ વિચારીને અતિશય મત્સરવાળા થયેલા તે ચોરો પૂર્વ કરતાં અધિક કદર્થના કરશે. અને ફરી પણ આ રાજાની સાથે સંબંધ બહુ મુશ્કેલીથી થાય. આ પ્રમાણે કરુણાપૂર્વક હિતશિક્ષા અપાયેલા વિમલબોધ વગેરેએ ગદ્ગદ્વાણીથી કહ્યું કે સ્વામી! આ હિતશિક્ષા આપવાથી આપે અમારા ઉપર અનુગ્રહ કર્યો છે. આ રાજાની આરાધનાની વિધિમાં આપે જે ઇંદ્રિયનિગ્રહ રૂપ અશ્વ વગેરે સામગ્રી કહી તે પણ ચોરોથી લુંટાયેલા અમને આપની કૃપાથી જ ચોક્કસ પ્રાપ્ત થશે. તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! સારું કહ્યું. પણ ચોરોએ ચોરેલું પણ આ બધું મારા ભયથી ફરી પાછું મૂકી દીધું છે. હે ભગવન્! ક્યાં મૂક્યું છે? જીવસ્વતત્ત્વ ૧. અહીં “રાજાની પકડ આલિંગન કરતી નથી” એવો શબ્દાર્થ છે. ભાવાર્થ તો લખ્યા મુજબ છે.