________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૯
ધારણ કરેલી શુભધ્યાન રૂપ તલવાર સકલ જગતને જેણે દુઃખ આપ્યું છે તેવા કામદેવવડે ફેલાયેલી બાણશ્રેણિનું ખંડન કરનારી છે. આ દંડનાયકનું શરીર (=આકૃતિ) મારા જ શરીર જેવું છે. એના ભયથી ચોર નામનો તે મોહ પવનથી હણાયેલા પાંદડાના સમૂહની જેમ ક્યાંય સ્થાન બાંધતો નથી=ક્યાંય ટકી શકતો નથી. તે કોઇ પદ નથી, તે કોઇ લક્ષ્મી નથી, તે કોઇ સુખ નથી, તે કોઇ યશ નથી કે જેને ભક્તિયોગથી ખુશ થયેલો આ પ્રાણીઓને ન આપે. ચારિત્રરાજાના સઘળા સૈન્યને રાજાની આજ્ઞા ધારણ કરાવે છે=આજ્ઞાનું પાલન કરાવે છે. જે એની આજ્ઞાને કરે છે તેનું જ સુખ વધે છે. જેમણે એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તેમને નગર આદિમાંથી બહાર કાઢી નાંખવામાં આવે છે, અને મોહાદિ ચોરોથી પ્રાપ્ત કરાયેલા તેઓ લાખો દુ:ખોને સહન કરે છે. વધારે કહેવાથી શું? સામંતો, પ્રજા, રાજા અને અધિકારીઓ એ બધા સદાગમ જીવતો હોય તો જીવે છે, અન્યથા ક્ષણમાં નાશ પામે છે.
વળી– જે આ તેજથી સૂર્યને, કાંતિથી ચંદ્રને, રૂપથી કામદેવને હલકો કરે છે, મસ્તકે મણિમય મુકુટને ધારણ કરેલો છે, અને સદાગમ સેનાધિપતિને આગળ કરીને લોકોમાં ઉચિતસ્થાને બેઠેલા દેખાય છે, તે યમ, નિયમ, ઉપશમ, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, આચિન્ય, બ્રહ્મચર્ય, સંવર, પુણ્ય અને શુભપરિણામ વગેરે આ જ રાજાની સેવા માટે આવેલા સામંતો જાણવા. વળી− એ સામંત રાજાઓની મનોવશ્યતા, *ઇંદ્રિયનિગૃહીતિ, અહિંસા, સત્યતા, શુચિતા, બ્રહ્મચર્યરતિ, નિઃસ્પૃહતા વગેરે બીજી અંતઃપુરની સ્ત્રીઓના મકાનોથી રિવરેલા મહાન મહેલના ઉપરના ભાગમાં સર્વલોકોના હિતની જ ચિંતામાં તત્પર, યોગીઓને પણ ઇચ્છવા યોગ્ય જે સ્ત્રી છે તે ચારિત્રધર્મ રાજાની વિરતિ નામની પટ્ટરાણી જાણવી. બીજી પણ અહીં ધૃતિ, સ્મૃતિ, વિજ્ઞપ્તિ, વિવિદિષા, શુશ્રુષા વગેરે જે કેટલીક સ્ત્રીઓ છે, તે કોઇકની પત્નીઓ જાણવી. હે મહાશયો! જો આ ચારિત્રધર્મ રાજાની ભક્તિથી વિધિપૂર્વક આરાધના કરવામાં આવે તો સામંત વગેરે દૂર રહો, કિંતુ આ રાજાની એકલી આ સ્ત્રી પણ મોહાદિ ચોરોનો નાશ કરવા માટે સમર્થ છે.
ચારિત્રરાજાને આરાધવાના ઉપાયો.
તેથી હર્ષના કારણે જેમના શરીરમાં રુવાંટાં ખડાં થયા છે તેવા વિમલબોધ વગેરેએ
૧. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે.
૨. શુચિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરની ઉપાસના એ પાંચ નિયમ છે.
૩. મનોવશ્યતા એટલે મનનો નિગ્રહ કરવો.
૪. ઇંદ્રિયનિગૃહીતિ એટલે ઇંદ્રિયોનો નિગ્રહ કરવો.
૫. વિજ્ઞપ્તિ એટલે સમ્યગ્દર્શન.
૬. વિવિદિષા એટલે જિજ્ઞાસા. (લલિતવિ. ‘બોહિદયાણં' પદની ટીકા.)