________________
૧૦૪- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા મધુર ગીતોના શ્રવણમાં ઉત્કંઠાવાળા છે. ચારિત્રરાજાએ અનંતજીવસમૂહને સર્વ ઉપદ્રવોથી રહિત મોક્ષપુરીમાં મૂકીને સ્વસ્થ કર્યો છે. એ અનંત જીવસમૂહ ચારિત્રરાજાને નમેલો છે. તથા ચારિત્રરાજા પોતાને જોનારાઓના દૃષ્ટિ અને ચિત્ત ઉપર અમૃતવૃષ્ટિ કરે છે, મહાન છે શત્રુઓને જિતનાર છે, અને મર્યાદારૂપી સંપત્તિનું સર્જન કરનારા છે. આ લોકમાં જે શુભભાવો છે, તે શુભભાવોને લઈને જ વિધાતાએ ચારિત્રરાજાનું નિર્માણ કર્યું છે. આવા ચારિત્રરાજાના તમે દર્શન કરો.
ચારિત્રરાજાના પરિવારનો પરિચય પછી આનંદિત મનવાળા થયેલા વિમલબોધ વગેરેએ કહ્યું: હે સ્વામી! આ રાજાની સભામાં જાણે ગુણરત્નોનો પુંજ હોય તેવા એક એક નાયકને અમે જોઈએ છીએ. તેથી કૃપા કરીને એમનું પણ સંક્ષેપથી કંઈક સ્વરૂપ કહો. તેથી સમયરાજે કહ્યું: હે મહાનુભાવો! ચારિત્રરાજાના જમણા હાથની પાસે રહેલો આ રાજાનો યતિધર્મ નામનો મોટો પુત્ર છે. ત્રણ જગતને ઓળંગી ગયેલા તેના પ્રભાવને અમે શું કહીએ? પણ સંક્ષેપથી એને પિતાથી ગુણાધિક જાણવો. તમારે પ્રયત્નથી આ જ સદા આરાધવા યોગ્ય છે. કારણ કે આ રાજા એને આરાધવાથી જ અત્યંત ખુશ થાય છે. હે કુમારો! વળી આના જ અંતઃપુરના ઓરડાઓમાં રૂપ અને લાવણ્યથી શોભતી ઇર્યાસમિતિ વગેરે આઠ અંતઃપુરની બાલિકાઓ દેખાય છે. તે બાલિકાઓની જ આરાધનાથી આ રાજા તુષ્ટ થાય છે. કારણ કે આ બાલિકાઓ જ એનું સારભૂત જીવન છે, પ્રાણો છે. આ બાલિકાઓ વિના તો રાજા એક ક્ષણ પણ ન જીવે. ડાબા હાથની પાસે રહેલો નાયક રાજાનો જ ગૃહિધર્મ નામનો નાનો પુત્ર છે. મોટો પુત્ર સ્વતંત્ર પણ (=અન્યની સહાય વિના) પોતાને અનુસરનાઓને મોક્ષ આપે છે. નાનો પુત્ર પોતાને અનુસરનારાઓને મોટા પુત્ર દ્વારા(યતિધર્મદ્વારા) મોક્ષ આપે છે. બે પુત્રોમાં આટલો ભેદ છે. વળી- ચારિત્રરાજાનો સબોધનામનો મહામંત્રી છે. આ સર્બોધ વિમર્શ અને પ્રહર્ષ વગેરે પાંચસો મહામંત્રીઓથી આલિંગન કરાયેલો છે, એના હાથ જિનમુદ્રા નામની મહામુદ્રાથી પવિત્ર થયેલા છે. તે સઘળા કાર્યોની વિચારણા કરતો રહે છે. વળીજેના હાથમાં પ્રચંડ શુભધ્યાન નામની ભયંકર તલવાર રહેલી છે એવો જે સબોધની પાસે દેખાય છે તે સદાગમ નામનો આ રાજાનો જ દંડનાયક છે. તે અનેક સાધુરૂપ સુભટોથી સેવાયેલો છે, ઈદ્રો, રાજાઓ અને વિદ્યાધરરાજાઓ તેને બહુ માને છે. મોહરૂપ મહાચોરની વિડંબનાઓથી મુકાવાયેલા અનેક લોકો તેના ગુણસમૂહની સ્તુતિ કરી રહ્યા છે. સર્વ ચોરસમૂહને ઉચ્છેદ કરવામાં કુશલ છે. તેણે પ્રતિક્ષણ અનેક ઉપાયોના સમૂહને સૂત્રમાં ગુંથ્યો છે. તે ત્રણ જગતના ચિત્તમાં ચમત્કાર કરનાર સર્વ અતિશયોથી યુક્ત છે. સઘળી સવિદ્યાઓનો અને મંત્રોનો આશ્રય છે. તેણે સર્વ વિરોધીઓનો નાશ કરી નાખ્યો છે. એણે ૧. છ શત્રુઓ- કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર.