________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૫ પ્રમાણે વર્તે છે. ચોરો તે ભક્તોથી દૂર ભાગી જાય છે. અતિશય હિતૈષી સમયરાજે કહેલું આ વચન સાંભળીને તથા પત્નીના (ભવિતવ્યતાના) અને માતાના (શુભ પરિણતિના) પ્રભાવને સાંભળીને ગંભીર પણ તે વચનનો પરમાર્થ કંઈક જેમણે જાણ્યો છે તેવા અને જેમના શરીરમાં હર્ષના કારણે સંવાટાં ખડાં થયા છે તેવા તેમણે આ પ્રમાણે કહ્યું- હે સ્વામી! ચોરોના સંગનો વિપાક (= ફળ) અમોએ જોયો છે અને સાંભળ્યો છે, એથી અને આપના પ્રભાવથી, એમની સાથે સંગ અટકી જ ગયો છે. એમના મૂળનિવાસને અમે બરોબર જાણતા નથી. આથી કૃપા કરીને આપ જ તેને બતાવો. કારણ કે જેનું જ્ઞાન ન હોય તેનું વર્ણન ન કરી શકાય. વળી બીજું, કૃપા કરીને મહામંત્ર આપો. અન્ય સ્વસ્થ પ્રદેશમાં અમને લઈ જાઓ. તેથી સમયરાજે કહ્યું તમારું કથન સત્ય છે. તેમાં * વિનયથી આકર્ષાયેલા સમયરાજે તેમની યોગ્યતાને જાણીને વિસ્તારથી મહામંત્ર આપ્યો. તેઓએ તેનો અર્થ જાણ્યો. તેના ઉપર પ્રબળ રુચિ (=શ્રદ્ધા) થઇ. ત્યાર બાદ સ્વસ્થ અન્ય દેશમાં જવાની ઇચ્છાના સંબંધમાં બીજા ભાઇઓએ વિમલબોધને કહ્યું: હે બંધુ! માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે એમ સંભળાય છે. હમણાં આપણે દૂર દેશમાં જવાનું છે. તેથી જો તમને યોગ્ય જણાય તો માતા-પિતાને આ વિષે પૂછીએ. તેથી વિમલબોધે કહ્યું: હે વત્સ! સારું કહ્યુંપણ અનાદિ આ સંસારમાં ભમતા બધાય જીવો ક્રોડ ભવોમાં માતા-પિતાદિરૂપ થયા છે. બધાયને પરસ્પર વૈરભાવ પણ અનંતવાર થયો છે. તેથી અહીં માતા-પિતાનો નિશ્ચય શો છે? અર્થાત્ માતા-પિતાદિના સંબંધનો નિર્ણય થઈ શકે એમ નથી. વળી બીજું, ચોરોથી લૂંટાતા આપણું માતા-પિતાદિ જરાય રક્ષણ ન કરી શકે. તેથી પરમાર્થથી બધા જીવો સંબંધ રહિત છે. આમ છતાં તમારો આગ્રહ હોય તો માતા-પિતાદિ લોકને અહીં બોલાવીને પૂછીએ. અન્યથા જો સ્વયં આપણે તેમની પાસે જઇએ તો ધૂર્ત તેઓ સ્વામી વિનાના આપણને છેતરીને સ્વામીની પાસે પાછા નહિ મોકલેકપાછા નહિ આવવા દે. આ વખતે પુરંદરકુમારે વિચાર્યું અહો! વિમલબોધે સારું કહ્યું. જેમાં મહાકલ્યાણ નજીક ન હોય તેમને આવા પ્રકારની બુદ્ધિ
સ્કુરે નહિ. તેથી જો આ જણાય તો તેના દર્શનથી આત્માને પવિત્ર કરીએ, ઇત્યાદિ વિચારીને હર્ષપૂર્વક કહ્યું: હે ભગવંત! પછી શું થયું? પુરંદરકુમારે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ ફરી કહ્યું. પછી બધાએ એકમત થઈને અધ્યવસાય નામના દૂતને મોકલ્યો. તેણે તે બેને જલદી બોલાવ્યા. પ્રબલ પ્રભાવવાળા અસંચયરાજા અને શુભપરિણતિ રાણી એ બંને પરિવાર સહિત આવ્યા. પછી તેમણે માતા-પિતાને સઘળો વૃત્તાંત કહ્યો. તેને સાંભળીને વાદળાના અવાજથી મોરલીની જેમ તેમની માતા હર્ષ પામી. તેથી માતાએ તે પુત્રોને કહ્યું: હે વત્સ! તમોએ સારું આચર્યું. કારણ કે મારા મનોરથોરૂપી વૃક્ષોને તમોએ १. छौरक भेटस संबंध. निछिन्नो छौरको येषां ते निछिन्नच्छौरकाः ।