________________
૧૦૪- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા બંધુઓમાં જે કંઈ કર્યું છે તે શું તમને પણ પ્રત્યક્ષ નથી? તેથી જો થોડી પણ ચેતના તમારામાં છે તો મારું કહેલું કરો કે જેથી તમને ચારેબાજુથી બધા સ્થળે આ દુઃખસમૂહથી છોડાવું. સમયરાજના દર્શન માત્રથી જ જેમના ચોરોએ પ્રયોજેલી કુવિદ્યાથી થયેલા સઘળા કુસંસ્કારો દૂર થયા છે, તે વિમલબોધ વગેરે શુભ પરિણતિ પુત્રોએ કરુણારસની પ્રધાનતાવાળા આ વચનને સાંભળીને મસ્તકે અંજલિ જોડીને કહ્યું તે આ પ્રમાણે- હે સ્વામી! આટલા દિવસો સુધી અમે કરુણારસના મહાસાગર આપના વિના શરણરહિત હતા, ચોરોના સ્વરૂપને બરોબર જાણતા ન હતા. એથી શિકારીઓથી મુગ્ધ હરણોની જેમ અમે દુષ્ટ તે ચોરોથી ત્રાસ પામતા હોવા છતાં લુંટાયા, ભાગતા હોવા છતાં વિડંબના પમાડાયા, ઇચ્છતા ન હોવા છતાં કંઈક એમના ટોળા ભેગા કરાયા. અત્યાર સુધી અમે તે જ ચોર ટોળામાં મૂઢતાના કારણે વિશ્વાસુ બન્યા હતા, પણ સ્વભાવથી જ તેમનાથી કંઈક ઉદ્વેગને પામ્યા હતા, અને એથી એમને પ્રમાણ કરીએ કે નહિ” એવા સંશયરૂપ હીંડોળા ઉપર હીંચકા ખાતા હતા. પણ હમણાં મોટી નદીના પ્રવાહમાં તણાતા મુસાફરોને મોટા વહાણની પ્રાપ્તિની જેમ લાંબાકાળે આપના વચનને પામીને અમોએ જે કંઇ મેળવવા જેવું છે તે મેળવ્યું છે, ચોરોને દૂર કર્યા છે, તેથી કૃતાર્થ થયા છીએ. પણ પરમમિત્ર આપ એટલું કહો કે તે દુષ્ટો હમણાં ક્યાં છે? આ પ્રદેશમાં દેખાતા નથી. સમયરાજે કહ્યું હે મહાનુભાવો! જરાય દૂર ગયા નથી. પણ મારા ભયથી આગળ નજીકના પ્રદેશમાં રહેલા છે, હું અહીંથી કયારે જાઉં? એમ મારા વિયોગની પ્રતીક્ષા કરી રહ્યા છે. તમારા ઉપર દાંત કાઢી રહ્યા છે= હસી રહ્યા છે. તેથી અતિશય ભય પામેલા તેમણે કહ્યું: હે સ્વામી! જો એમ છે તો તે કોઇપણ ઉપાય કહો કે જેથી અમે ફરી પણ એમની પરાધીનતાને ન અનુભવીએ. તેથી સમયરાજે કહ્યું: હે વત્સ! એમના નાશનું જે કારણ છે તે કારણને હું સારી રીતે જાણું છું. પણ તે ઉપાય ધીરપુરુષોથી લાખો કષ્ટોથી સાધી શકાય છે, રમતથી નહિ. તેમણે કહ્યું: હે સ્વામી! આ ચોરોથી થતા કષ્ટથી અધિક બીજું કયું કષ્ટ ત્રણ જગતમાં હોય? તેથી તે સ્વામી! અમારે જે કરવા જેવું છે તે કહો. બંધુઓની વિડંબનાને જોઈને અને આપનું વચન સાંભળીને અમારે શું દુષ્કર છે? તેમનું વિવેક-વિનયથી યુક્ત આ વચન સાંભળીને સમયરાજે કહ્યું. જો એમ છે તો સાંભળો.
સર્વપ્રથમ તો એમના સંગનો દૂરથી ત્યાગ કરવો જોઇએ. હિતૈષીઓએ એમના મૂળ નિવાસમાં કયારે ય ન જવું જોઈએ. ત્યારબાદ પણ મારાથી અપાયેલો મહામંત્ર તમારે ગ્રહણ કરવો જોઇએ. તથા તે મહામંત્ર ઉપર દઢશ્રદ્ધા રાખવી જોઇએ. આ દઢશ્રદ્ધા ચોરોનો નાશ કરનારી છે. પછી હું તમને ચારિત્ર રાજાના નગરમાં લઈ જાઉં. તે નગર કષ્ટથી પ્રવેશ કરી શકાય તેવું છે, મોટા નિવાસોવાળું છે, ઐશ્ચર્યવાળું છે, અને સર્વ ઉપદ્રવોથી રહિત છે. તેમાં ચારિત્રરાજાના ભક્તો રહે છે. તે ભક્તો મારી આજ્ઞા