________________
૧૦૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
જ મારે અતિશય દ્વેષ કરવા યોગ્ય છે, આથી આ ચોરધાડથી એ બિચારા ભલે લૂટાય. હું એમના રક્ષણનો કોઇ ઉપાય નહિ વિચારું. પણ આ શુભપરિણતિના ઉત્તમ પુત્રો પોતાના જ શ્વેત કિરણો જેવા ઉજ્જ્વળ ગુણસમૂહથી મને સ્વપ્રાણોથી પણ અધિક પ્રિય છે. તેથી મારે દેખતાં જ હરણ કરનાર આ ચોર સમુદાયથી તેમનું રક્ષણ કરવું જોઇએ. હું એકલી જ તેમનું રક્ષણ કરવા સમર્થ નથી. તેથી તેમના રક્ષણ માટે સામગ્રીને એકઠી કરું. આમ વિચારીને ભવિતવ્યતા ક્ષણવાર ધ્યાનમાં રહી. તેથી તેણે કોઇપણ રીતે સમયરાજ નામના કોઇ મહાપુરુષને જોયા. સર્વપ્રાણી સમૂહ ઉપર અનુકંપા કરનારા તે મહાપુરુષ નજીકના કોઇ પવિત્ર સ્થાનમાં મુક્તિપુરીના માર્ગનો સાચો ઉપદેશ આપતા હતા. તે મહાપુરુષ કરુણાવંતોના અગ્રેસ૨, પરોપકાર પરાયણોમાં મુખ્ય, જેમનું મન ધર્મમાં જ રહેલું છે એવા પુરુષોમાં પ્રધાન, ઇંદ્રિયસમૂહને દમનારાઓમાં પહેલા, શાંત પુરુષોમાં પૂર્વ, યોગીઓમાં મુખ્ય, પવિત્રપુરુષોમાં ઉત્તમ, જ્ઞાનપાત્ર પુરુષોમાં પ્રધાન, સુવિશુદ્ધ બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ, રૂપવાન, સૌભાગ્યવાન, બોલવામાં કુશળ, દર્શનમાત્રથી જ પ્રાણીસમૂહને શાંતિને પમાડનારા હતા. તેમને જોઇને પૂજ્ય ભવિતવ્યતા અત્યંત ખુશ થઇ. એમની સહાયથી મારા કાર્યની સિદ્ધિ થશે એમ વિચારીને અર્ધીક્ષણમાં તેમની પાસે આવી. સમસ્ત ઉપાયોમાં કુશળ ભવિતવ્યતા તરત જ સમયરાજને અનિતલ નગરમાં લઇ આવી.
આ તરફ તે ચોરધાડે ઠગ વિદ્યાથી અશુભપરિણતિના સઘળાય પુત્રોને મૂઢ બનાવી દીધા. પ્રબલ મોહનિદ્રાથી જરા પણ ન જાણી શકાય તેવી ઘોર નિદ્રાને આધીન બનાવી દીધા. તાલોદ્ઘાટન વિદ્યાથી ઘરોને ઉઘાડીને સદ્બોધ, સમાધિ, ધર્માભિરતિ વગેરે નામવાળાં તેમનાં સારભૂત ઘરોને ચોરી લીધા. પોતાને અતિશય વશ કરીને ચિરકાલથી સંબંધવાળા, ભક્તિમંત, અને સદાય એકાંતે હિત કરનાર, એવા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર વગેરે અંતરંગ કુટુંબથી તેમને જુદા કરી દીધા. વળી બીજું- અતિશય મૂઢ હોવાના કારણે બધાય તે જ ચોરના ટોળામાં ભળી ગયા. તેથી આ અમારી સાથે એકતાને પામેલા છે” એવા વિચારથી આનંદિત ચિત્તવાળા તે ચોરોએ તેમને વિવિધ પ્રકારના હલકા પોષાકો પહેરાવ્યા, હાથતાળીઓ આપીને ઘણા પ્રકારે નચાવ્યા, દારૂ પીવડાવ્યું, માંસ ખવડાવ્યું, જીવહિંસામાં પ્રેર્યા, મહાન અસત્ય બોલવામાં હોંશિયાર કર્યા, ચોરીમાં ઉત્સાહિત કર્યા, પરસ્ત્રીઓમાં પ્રવર્તાવ્યા, ઘણા અકાર્યોમાં રાગવાળા કર્યા. તેથી ક્યારેક નરકમાં ઘણી પીડાઓ પમાડી, સસલો, ભૂંડ અને બળદ વગેરે રૂપોથી ભમાવ્યા, ચાંડાલ આદિના ઘરોમાં રાખ્યા, અતિશય
૧. મુદ્રિતપ્રતમાં હર્ષવતીમહ્રિશ્ચિજ્ઞાતાં એ પાઠ મને અશુદ્ધ જણાય છે. મેં પ્રહર્ષવતીમિિચન્નાતાં નિદ્રાં એવો પાઠ હોવો જોઇએ એમ સમજીને અર્થ લખ્યો છે.