________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૧ કર્યો. અશુભ પરિણતિના પુત્રો તો દુર્વિનયના કારણે કલાને ભણાવનારા ઉપાધ્યાયને ઉગ પમાડતા હતા, ચિત્તમાં દંભી હતા, સ્વભાવથી અતિશય પ્રમાદવાળા હતા, આત્માના અકલ્યાણના ભાજન હતા, ઘણી પાપ પ્રવૃત્તિઓમાં આસક્ત હતા, આથી તેવા પ્રકારનું કંઈ પણ ભણ્યા નહિ. ત્યારબાદ એકવાર દરેક ભવમાં સાથે આવનારી, લાંબાકાળથી જેની સાથે સંબંધ થયો છે તેવી, સ્વયં સ્વયંવરમાળાને જેણે નાખી છે તેવી, સકલજનોના વિચિત્ર ચરિત્રો તત્કાલ જેનાથી પ્રગટ થઈ રહ્યા છે તેવી ભવિતવ્યતા નામની એક જ પત્નીને બધાય પરયા.
આ દરમિયાન વિજયસેન રાજાએ વિચાર્યું. અહો! આશ્ચર્ય છે કે આટલા બધાયની : એક જ પત્ની? અથવા આ વિચારને રહેવા દો, આ વિચારથી શું? આશ્ચર્ય કરનાર આ
સઘળું ય ચરિત્ર આચાર્ય ભગવંત પ્રયત્નથી કહી રહ્યા છે. તેથી એનું રહસ્ય પાછળથી નિશ્ચિત કરશું. હમણાં આચાર્ય ભગવંત સંપૂર્ણ ચરિત્ર કહે. આમ વિચારીને રાજાએ કહ્યું: હે ભગવંત! આગળ શું થયું? સર્વ સાધુસમૂહના અધિપતિએ કહ્યું હે રાજન્! તેમનામાં યૌવન સન્મુખ થયે છતે, પ્રૌઢતાનો જન્મ વિકારસમૂહમાં પગ મૂકવાની ઇચ્છાવાળો થયે છતે, ભવિતવ્યતાના વિલાસો પ્રગટ થયે છતે, ઓચિંતી જ એકવાર તે નગરમાં ચોરોની મોટી ધાડ પડી. મધ્યમાં રાખેલો મોહરૂપ ચોર તેનો નાયક હતો. એક-બીજાની સ્પર્ધા કરતા અભિમાન, બળવાન કામદેવ, પ્રચંડ અહંકાર, દંભ, લોભ, ઉગ્રેષ, રાગ, મદ અને મત્સર વગેરે મહાચોરોનો સમુદાય એનો સેવક હતો. એ ચોરોની ધાડ વિવિધ રૂપોને ધારણ કરતી, બળવાનોના પણ ગર્વના આશ્રયોને ભાંગતી, સંપૂર્ણ દેશમાં રહેનારા સર્વજનોના સન્માર્ગ વગેરે સારસમૂહને ચોરતી, સજ્જ કરાયેલા પણ ઉત્તમ હાથીઓનું અપહરણ કરતી, અશ્વસમૂહોને ત્રાસ આપતી, સુભટસમૂહની અવગણના કરતી, પોતાના પ્રભાવને ફેલાવતી, દેવેંદ્રોના પણ પ્રભાવને હલકો કરતી, ચક્રવર્તીઓના પણ સામર્થ્યને ઘટાડતી, સંપૂર્ણ ત્રણ ભુવનને વ્યાકુલ કરતી, પ્રબળ મોહાંધ જીવોને નિદ્રા આપવામાં પ્રવીણ, ગુપ્ત રહેલાઓના પણ વિવેકરૂપી તાળાઓને ભાંગવામાં કુશલ, નીકળવામાં અને પ્રવેશ કરવામાં નિપુણ, અતિશય ગુપ્ત રહેલા પણ પરધનનું અપહરણ કરવામાં ચતુર હતી. વિશેષ કહેવાથી શું? તેણે ઠગવિદ્યાનો ઘણો અભ્યાસ કર્યો હતો. તેથી અતિશયવાળી ઠગ વિદ્યાનું પૂજન કરીને તેણે સંપૂર્ણ નગરીને લુંટવાનું શરૂ કર્યું.
આ અવસરે ઉત્સુકતાથી રહિત એકલી જ ભવિતવ્યતાએ વિચાર્યું. આ બિચારી ચોરવાડ મારી આજ્ઞાને કરનારી જ છે. હું એની વિદ્યાના સમસ્ત પ્રતિકારને સારી રીતે જાણું છું. કેવળ આ અશુભ પરિણતિના પાપી પુત્રો પોતાના જ મહાદુષ્કાર્યોથી બધાય સદા