________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદરચરિત્ર-૯૩ પુત્રનો કયો પ્રત્યુપકાર યોગ્ય છે તે કહો. તેથી મંત્રીએ કહ્યું: આ વિષે દેવ જ પ્રમાણ છે. અમારા જેવાનો આ વિષય નથી. પછી પિતાએ કહ્યું: જો એમ છે તો મારો આ વિચાર છે કે અમને જીવનથી પણ અધિક બંધુમતી આને જ વિવાહ માટે આપવી. અનુરૂપ આ સંયોગ સર્વજનસંમત છે. પછી મંત્રીએ કહ્યું: દેવે સારું વિચાર્યું છે. દેવને છોડીને બીજો કોણ ઉચિતને જાણે? પછી પિતાએ શિખામણ આપીને મતિવિલાસ નામના મંત્રીને શ્રેષ્ઠકુમારની પાસે મોકલ્યો. તે મંત્રી ત્યાં ગયો. કુમારે તેનો ઉચિત આદર કર્યો. પછી મંત્રીએ કહ્યું હે કુમાર! રાજાએ મને તમારી પાસે મોકલ્યો છે, અને કહ્યું છે કેવિશ્વમાં પણ બીજો કોઈ જે કરવા માટે અસમર્થ હોય તમોએ અમારું તે મહાન પ્રિય - કર્યું છે. અને કુમાર હમણાં અમારી પ્રાર્થનાથી કંઈક કરવાને યોગ્ય છે, અર્થાત્ અમારી પ્રાર્થનાથી કુમારે કંઈક કરવું જોઇએ. તેથી રાજપુત્રે કહ્યું: દેવ જે આજ્ઞા કરે છે તે કોઈ જાતનો વિકલ્પ કર્યા વિના કહો. પછી મતિવિલાસે કહ્યું: જો એમ છે તો સ્વજીવનથી પણ અધિક બંધુમતીને લગ્નવડે કુમાર પવિત્ર કરે. પછી કુમારે પાસે રહેલા સુલલિત રાજપુત્રનું મુખ જોયું. તેથી તેણે કહ્યું: હે કુમાર! શ્રી વિજયસેન રાજા સમાન આ રાજા તમારા માટે સદા ઉલ્લંઘન કરવા યોગ્ય નથી. તેથી રાજાની આ પ્રાર્થના પણ સફલ કરો. તેથી કુમારે કહ્યું: જો એમ છે તો કંઈ પણ તમે જાણો છો. પછી તમારી મહાકપા એમ કહીને મતિવિલાસ મંત્રી ઉક્યો, અને પિતાની પાસે આવ્યો. તે વખતે હું ત્યાં જ બેઠી હતી. પૂર્વોક્ત સઘળો વૃત્તાંત તેણે પિતાને કહ્યો. પછી પિતાએ નૈમિત્તિકને બોલાવડાવ્યો. તેણે કહ્યું: આજથી પાંચમા દિવસે લગ્નમુહૂર્ત સારું છે. તેથી મેઘધારાથી સિંચાયેલા કદંબપુષ્પની જેમ હર્ષથી રોમાંચિત શરીરવાળી બનેલી હું તમને જણાવવા માટે તમારી પાસે આવી. આ પ્રમાણે મેં આ જાણ્યું છે. પછી હર્ષ પામેલા ચિત્તવાળી કનકપ્રભાએ કહ્યું અહો! નિમિત્ત અવિસંવાદી(=સાચું કહેનાર) છે. આ ઔત્પાતિકી ભાષા દિવ્ય(=સત્ય) હોય છે, અન્યથા પરિણમતી નથી, અર્થાત્ સાચી સિદ્ધ થાય છે. પછી ચંપકલતાએ કહ્યું- હે બંધુમતી! તમારું ઇચ્છિત સિદ્ધ થઈ ગયું. દાવેદનાને શાંત કરવાનું ઔષધ મળી ગયું. તેથી તમે ઊઠીને શરીરસત્કાર આદિ કાર્યોને કરો. પછી હૃદયમાં પરમ હર્ષરૂપ સાગરમાં ડૂબેલી હોવા છતાં બંધુમતીએ કામદેવનો સ્વભાવ વક્ર હોવાથી મુખમાં (હોઠને) ભીડીને બધાની સન્મુખ થઈને કહ્યું: અસત્યને જ બોલવામાં નિપુણ તમે બધીઓ આ વાતથી મને છેતરો છો. આ સંબંધ વિનાના પ્રલાપથી મારું માથું પણ દુઃખે છે આમ કહીને તેણે તુરત મુખ અવળું કરી દીધું. પછી ચંપકલતાએ ધીમેથી હસીને કહ્યું છે સ્વામિની! આ પ્રમાણે ન કહો. આ જરા પણ અસત્ય નથી. સ્વામિનીનું આ ફળોથી જ જણાશે, અર્થાત્ ફળો મળશે ત્યારે જાણશે કે આ અમારી વાત સાચી છે.