________________
૯૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર
કરે છે. મારું મન માતા-પિતાને જોવા માટે ઉત્સુક થયું છે. આ પ્રમાણે ચિંતાસમૂહના સંયોગથી વિશ્વલ બનેલા મારા હતશરીરમાં જે અવસ્થા વર્તે છે તે અવસ્થા શત્રુને પણ યોગ્ય નથી–શત્રુને પણ ન થાઓ. આ દરમિયાન મને છેતરવા માટે આ બધું ખોટું કહી રહી છે એવા વિચારથી વિષાદવાળી અને કદાચ સત્ય પણ હોય એવા વિચારથી હર્ષવાળી બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! આ વૃત્તાંત કેવી રીતે જાણ્યો? તેથી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! સાંભળ, કહું છું. આજ સવારે હું તારી પાસે આવવા માટે મારા ઘરેથી ચાલી. અહીં આવતાં રસ્તામાં જ કુમારનો આવાસ છે. તે આવાસમાં પ્રવેશતા લલિતને મેં દૂરથી જોયો. મારે તેનું કંઇક કામ હતું. તેથી હું તેની પાછળ તેના આવાસમાં પેઠી. નજીકમાં જઇને ભીંતના આંતરમાં ઊભી રહી તેટલામાં તેમનો આ સઘળો ય પરસ્પર વાર્તાલાપ મેં સાંભળ્યો. પ્રિયચંદ્ર અને જ્યોત્સ્નાના લગ્નમંડપ (=ચોરી) જેવા આ વૃત્તાંતને સાંભળીને હર્ષ પામેલી અને તને કહેવા માટે "ઉત્સુક બનેલી હું ત્યાંથી નિકળી. નીકળતી એવી મેં રાજાના મતિવિલાસ નામના મુખ્ય મંત્રીને પ્રવેશતો જોયો. ત્યાંથી હું અહીં આવી. પછી ત્યાં આગળ શું થયું તે હું જાણતી નથી. તેથી હે સ્વામિની! આ કાર્ય સિદ્ધ થયેલું જ છે. આ વિષે વિકલ્પ ન કરવો. કારણ કે વિધિએ કૃષ્ણને મૂકીને લક્ષ્મી, મહાદેવને મૂકીને પાર્વતી, કામદેવને મૂકીને રિત કોના માટે ઘડી છે? આ દરમિયાન કોઇએ કહ્યુંઃ આ પણ અનુરૂપ સંયોગ સિદ્ધ થયેલો જ જાણવો. તેથી બધી સ્ત્રીઓએ કહ્યું: અહો! નિમિત્ત સારું છે. આની કાર્યસિદ્ધિ થાય જ. આ દરમયાન બંધુમતીની પ્રિયંગુમતી નામની નાની બહેને ઓચિંતી આવીને કહ્યું કે તમને વધામણી આપવામાં આવે છે. આજથી પાંચમા દિવસે બંધુમતીનો વિવાહ થશે. તેથી બધીય સ્ત્રીઓ પરસ્પર વિસ્મય પામી. મારા એટલાં પુણ્ય નથી કે જેથી તે જ હૃદયપ્રિયને હું અપાઇ હોઉં એવા વિચારથી બંધુમતીના હૃદયમાં ધ્રાસકો થયો. મતિવિલાસ મંત્રી પ્રિયની પાસે ગયો ઇત્યાદિ વૃત્તાંતના શ્રવણથી બંધુમતીને સત્યની સંભાવના થઇ. આથી બંધુમતી ક્ષણવાર મૌન રહી.
ત્યારબાદ કુસુમશોભા વગેરેએ પૂછ્યું: હે પ્રિયંગુમતી! આ તેં કેવી રીતે જાણ્યું? પ્રિયંગુમતીએ કહ્યુંઃ સાંભળો, કહું છું. સવારે તમારી પાસેથી હું પિતાજીના ચરણોનાં દર્શન કરવા માટે ગઇ. હું ત્યાં ગઇ ત્યારે પિતાજી મતિતિલક મહામંત્રીના બાહુને વળગીને મંત્રીના ઘરે જઇ રહ્યા હતા. મેં પિતાજીને પ્રણામ કર્યા. પિતાજીની આંગળીએ વળગીને હું પણ મંત્રીના ઘરે ગઇ. હું પિતાજીને અતિપ્રિય હોવાથી પિતાજીએ મને દૂર ન કરી. પિતાજીએ ઉચિત સ્થાનમાં બેસીને કહ્યું: હે મંત્રિવ! જેણે અમને જીવન આપ્યું તે વિજયસેન રાજાના
૧. અહીં સમૂસિયા (સમુષ્કૃિતા)ના સ્થાને સમૂત્યુઞ(સમુર્ભુજા) હોવું જોઇએ.