________________
૯૦- શાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર સૂતી. સૂર્યાસ્તથી આરંભી પોતાની દાવેદનાને કહે છે, અર્થાત્ સૂર્યાસ્તથી પોતાને દાવેદના થાય છે એમ કહી રહી છે. આથી અમોએ આ ઉપચારો શરૂ કર્યા છે. પછી રાજાએ પૂછ્યું : પુત્રીને દાહનું કારણ શું છે તે તમોએ કંઇપણ જામ્યું છે? તેમણે કહ્યું: હે દેવ! માર્ગનો પરિશ્રમ જ કારણ જણાય છે. તેથી આપ કૃપા કરીને આ સ્થાનને જનરહિત કરો. માર્ગનો પરિશ્રમ દૂર થશે એટલે સવારે કુમારી પણ આરોગ્યવાળી થશે. એથી જરા પણ અસંતોષ (=ચિંતા) ન કરવો. વળી બીજું- ફરી આની વિગત આપને જણાવીશું. તેથી રાજાએ વિચાર્યું. આપણે પુત્રીની પાસે અપહરણ આદિનો વૃત્તાંત પૂછીશું એમ વિચાર્યું હતું. તે વૃત્તાંત તેની સખીઓએ કહી દીધો. પુત્રી હમણાં દાવેદનાથી અસ્વસ્થ છે. આથી હમણાં પાછા જઇએ એમ નિર્ણય કર્યો. પછી પુત્રીના ઉપચારો બરોબર કરવા એમ કહીને રાજા શયનગૃહમાં ગયો.
પછી બીજા દિવસે પરિજન કંઈક ઓછો થયો ત્યારે ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! કૃપા કરીને કહે કે તને શું પીડા થાય છે. તેથી બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! અતિશય ઘણો દાહ થાય છે. પછી બીજી સખીએ કહ્યું: હે કુમારી! તને તેનું કારણ શું જણાય છે? બંધુમતીએ કહ્યું: હે પ્રિયસખી! તેવા પ્રકારનું કોઇક કારણ છે, પણ તે તમને કહેવા યોગ્ય નથી. તેથી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! એ કોઈક કારણને હું જાણું છું. પણ જો તું નારાજી ન કરે તો કહું. તેથી બંધુમતીએ કહ્યું: હે સખી! તારા માટે આ પ્રમાણે બોલવું એ યોગ્ય નથી. કારણ કે સ્વપ્રાણોથી પણ અધિક અને સદાય હૃદયનું કહેવામાં અસાધારણ અનુરાગી એવા માણસમાં નારાજી શી? તેથી 'વિશ્વાસ રાખીને કહે. તેથી ચંપકલતાએ કહ્યું જો એમ છે તો હે હૃદયપ્રિયા! ક્ષેત્રપાલનો આ દોષ છે એમ મારા વડે જણાયું છે. પછી કંઈક હસીને કુસુમશોભાએ પૂછ્યું: તું આ કેવી રીતે જાણે છે? ચંપકલતાએ ઉત્તર આપ્યોઃ હે સખી! કાલે પણ નગર પ્રવેશ સમયે સ્વામિનીના દૃષ્ટિભાવથી મેં આ નિશ્ચય કર્યો છે. તેથી બંધુમતીએ જલદી હસીને મુખને આડું કરી દીધું અને વિચાર્યું કે અહો! મારો સખીજન ચતુર છે. આવા સખીજન આગળ પણ શું છુપાવવું? પછી ચંપકલતાએ કહ્યું: હે સ્વામિની! મહેરબાની કરીને કહો કે આવો આ દાહ તમને હમણાં જ થયો છે કે પહેલાં પણ થયો હતો? આથી બંધુમતીએ આંખના ઇશારાથી બાકીના પરિજનને દૂર કરીને ચંપકલતાના કાનમાં કહ્યું હે પ્રિયસખી! સઘળો ભાવાર્થ જાણનારી તારી પાસે પણ શું કંઈ પણ છુપાવવા યોગ્ય હોય? ધવલકૂટ પર્વતથી આરંભી દાહપીડા છે. પણ આટલા કાળ સુધી આશારૂપ જલકણોથી સિંચાયેલો તે પ્રગટ ન થયો. પણ કાલે સૂર્યાસ્તના સમયે કોઇક પાસેથી મેં સાંભળ્યું કે તે પ્રિય હમણાં જ પોતાના માતા-પિતાની
૧. વીથ = વિશ્વાસયુક્ત. ૨. = પીડા, દુઃખ.