________________
૮૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
પુિરંદરચરિત્ર પરિવરેલો વિદ્યાધર જાતે પણ તેમની સાથે જ ચાલ્યો. સમયસર જ નંદિપુરની નજીકના પ્રદેશમાં આવી ગયા. એક વિદ્યાધરે આગળ જઈને રાજાને વધામણી આપી. તેથી નવી વર્ષાના આગમનમાં મોરની જેમ રાજા હર્ષ પામ્યો. કંચુકીઓએ (=અંતઃપુરના પહેરેગીરોએ) નૃત્ય કર્યું, અંતઃપુરની સ્ત્રીઓ ઉલ્લસિત બની. સેવકો સમુલ્લસિત બન્યા. કેદીસમૂહે કલકલરવ કર્યો, નગરલોક હર્ષથી પૂર્ણ બની ગયો, સામતવર્ગ અને મંત્રીવર્ગ આશ્વાસન પામ્યો. બધા સ્થળે પુરંદરકુમારના આશિષ વચનો બોલાવા લાગ્યા. પછી રાજા નગરમાં મહોત્સવ કરવાનો આદેશ કરીને કુમારની સામે જવા માટે અંતઃપુર, ઘણા સામંતો-મંત્રીઓ વગેરે સઘળી સ્વસામગ્રીથી નીકળ્યો. દૂરથી રાજાને આવતો જોઈને પુરંદરકુમાર ત્યાં આવેલા શ્રીનંદનના બાહુને વળગીને વિમાનમાંથી ઉતર્યો. ત્યારબાદ સામે આવેલી ચંપકલતા અને કુસુમશોભા સખીના બાહુને વળગીને બંધુમતી ઉતરી. ત્યાર બાદ મણિકિરીટ ઉતર્યો.
પુરંદરકુમારનો બંધુમતી વગેરેની સાથે નગરપ્રવેશ. આ દરમિયાન બંધુમતીએ કામદેવથી ઉત્સુક કરાયેલી દૃષ્ટિથી નજીકમાં જતા અને શરદઋતુના ચંદ્ર જેવા મુખવાળા કુમારને ક્ષણવાર જોયો. પછી ભય પામેલી તેણે તેના મુખથી નિજદષ્ટિને પાછી ખેંચી લીધી. ચંપકલતા વગેરે પ્રિયસખીઓએ પરમાર્થ જાણી લીધો. જો કે નિપુણપુરુષો કોઇને પ્રગટ કરતા નથી, છુપાવે છે, તો પણ હોંશિયાર માણસો લાખોની વચ્ચે પણ કામાતુરની દૃષ્ટિને જાણી લે છે. તેથી મુખને બીજી તરફ કરીને પરસ્પરને જોતી બધીય સખીઓ હતી. તેથી બંધુમતીએ કહ્યું અરે આ શું? સખીઓએ કહ્યું: હે સ્વામિની! માર્ગના કિનારે રહેલો, આંખોને અને હૃદયને આનંદ આપનાર અને રમણીય આ આમ્રવૃક્ષ અમોએ જોયો. તેની બાજુમાં અમૃતવેલડી ઊગી. તે અમૃતવેલડી તેનું જ અવલંબન લેવા માટે બીજાવૃક્ષોને છોડીને તેની તરફ જ ગઇ. તેથી આ બેનો સંયોગ અતિશય અનુરૂપ છે એમ વિચારીને સંતોષ પામેલી અમે હસી. અર્ધી આંખથી જોવાયેલું અને વક્રોક્તિઓ દૂર રહો, ઉચ્છવાસ પણ ચતુર માણસોથી ભરેલા ગામમાં જણાય છે, અર્થાત્ ચતુર માણસો ગુપ્તને પણ જાણી લે છે. ઇત્યાદિ વિચારીને વિલખી બનીને બંધુમતી હસી. પછી કંઈ પણ બોલે તેટલામાં કુમારે રાજાને પ્રણામ કર્યા. હર્ષના કારણે જેની આંખોમાંથી આંસુનું પાણી વહી રહ્યું છે તેવો રાજા પણ હાથી ઉપરથી ઉતરીને આદરથી કુમારને ભેટ્યો. બંધુમતી પણ રાજાના ચરણોમાં પડી, રાજાએ પણ સ્નેહપૂર્વક તેને આલિંગીને મસ્તકમાં ચાંપી (ચુંબી). પછી તે પોતાની માતા કનકપ્રભાની પાસે ગઈ. ત્યાં અંતઃપુરની સર્વ સ્ત્રીઓનો ઉચિત આદર કર્યો. તેમણે પણ તેને ખોળામાં બેસાડી, અને આશીષવચનો કહ્યાં. કુમારે મણિકિરીટ આદિને રાજાને પ્રણામ કરાવ્યા. રાજાએ તેનો ઉચિત આદર કર્યો. બધાએ મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલા રાજાની પાસે કુમારને જોઇને નગરના વૃદ્ધોએ કહ્યું : અમારા