________________
૯૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા પછી ક્રમશઃ આગળ જતાં હર્ષ, અનુગ્રહ અને ભક્તિસમૂહથી યુક્ત ચિત્તવાળા રાજાએ તારાગણમાં ચંદ્રની જેમ, પર્વતોમાં મેરુપર્વતની જેમ, વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ, રત્નના પથ્થરોમાં ચિંતામણિ રત્નની જેમ, દેવોમાં ઇદ્રની જેમ, પક્ષીઓમાં રાજહંસની જેમ, હાથીના કલભામાં ઐરાવણ હાથીની જેમ, સિંહના બચ્ચાઓમાં મહાન સિંહની જેમ, વાચના-પૃચ્છના-પરાવર્તના વગેરેમાં પ્રવર્તેલા શ્રેષ્ઠમુનિઓના સમૂહથી અનુસરાયેલા, અતિશયભક્તિથી પ્રેરાયેલા દેવો, વિદ્યાધરો, મનુષ્યોના મસ્તકરૂપ ભ્રમણ કરતા ભ્રમરના સમૂહથી જેમનાં બે ચરણકમલો ચુંબાઈ રહ્યા છે તેવા, નિર્મલ કેવલજ્ઞાનથી જેમણે સંપૂર્ણ ત્રિભુવનને જોયું છે તેવા, મેરુપર્વતના શિખર ઉપર બેઠેલા ગરુડપક્ષીની જેમ સુવર્ણકમલ ઉપર બિરાજેલા મુનીન્દ્રને વિશેષથી પણ જોયા. તેમને જોઇને ત્રણ પ્રદક્ષિણા આપીને અને પરમ આનંદથી નીકળી રહેલા ઘણા આંસુઓના જળપ્રવાહથી સિંચાયેલા મુનીશ્વરના ચરણકમલને પ્રણામ કરીને, રાજા પરિવારસહિત ઉચિત સ્થાને બેઠો. ભગવંતે મુક્તિસુખની ઇચ્છાને અને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી સધર્મની દેશના કરી.
પછી અવસર મેળવીને વિનયથી નમેલા મસ્તકવાળા રાજાએ કહ્યું કે, હે ભગવંત! ભગવંતને સર્વ સંશયરૂપ અગ્નિને શાંત કરવા માટે પાણીના પૂરસમાન જ્ઞાનવાળા જાણીને કંઈક પૂછું છું કે, અહીં આવતાં મારા વડે જે સાધુઓ જોવાયા તે નવયૌવનવયમાં વર્તતા હોવા છતાં, અનુપમરૂપથી યુક્ત હોવા છતાં, લાવણ્યરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયા હોવા છતાં, અતિશય સુકોમલપણાથી ભેટાયેલા હોવા છતાં, આવા પ્રકારની ઘણી ઠંડી પડતી હોવા છતાં, વસ્ત્રો ન પહેરવા વગેરે આવા પ્રકારનાં દુઃસહ કષ્ટોને કેમ સહન કરે છે? એમનો કયો દેશ છે? અથવા એમણે કયા કુળને પવિત્ર કર્યું છે? મુનીશ્વરે કહ્યું: હે મહારાજ! આ કથા મોટી છે, તમે વ્યાક્ષેપવાળા છો. તેથી અહીં શું કહેવાય? આથી રાજાએ કહ્યું: હે ભગવંત! આપ આ પ્રમાણે ન કહો! અલ્પબુદ્ધિવાળો પણ પુરુષ સ્વાધીન અમૃતને છોડીને વિષને પીવા માટે ઇચ્છતો નથી. તેથી તે પૂજ્ય! કૃપા કરીને આપ અમૃતની વૃષ્ટિસમાન એમના નિર્મલચરિત્રના શ્રવણથી અમારા બે કર્ણોને પવિત્ર કરો. તેથી મુનીશ્વરે કહ્યું: જો એમ છે તો સાવધાન થઈને આ સાંભળો.
અંતરંગ કથાનો પ્રારંભ અનાદિ-અનંત નામનો દેશ છે. તે સઘળાં કૌતુકોનું ચિહ્ન છે. વિલાસ કરતા અનંત લોકોથી ચારેબાજુથી પરિપૂર્ણ છે. સઘળી સંપત્તિઓનું ઉત્તમ ઘર છે. સર્વ અદ્ભુતોનું
૧. આઈ જી : વધારે / રારા જા સૂત્રથી પાંચમી વિભક્તિ છે. જેમકે– પ્રારા પ્રેક્ષતે = પ્રાસાદ ઉપર
ચઢીને જુએ છે.